ફિલમ: ટિનટિન

Tintin miniature

.. એટલે કે ધ એડવેન્ચર ઓફ ટિનટિન – ધ સિક્રેટ ઓફ ધ યુનિકોર્ન. શનિવારે સાંજે નક્કી કર્યું કે જમી પરવારીને આ ફિલમ જોવા જવું. સાંજે દોડાદોડી કરી થોડા કામ પૂરા કર્યા અને તૈયાર થઈ વિનયના ઘરે પહોંચ્યા. સિનેમેક્સ પર પસંદગી ઢોળાઈ હતી કારણ કે રાતનો શો વત્તા હિન્દી થ્રી-ડીમાં મુવી અહીં જ હતું. હું જોકે સિનેમેક્સમાં પહેલી વખત ગયો અને ભેંકાર જણાતા દેવઆર્ક મોલના દર્શન થયા. કોણ જાણે પણ આ મોલ મને ડિઝાઈનની દ્રષ્ટિએ સૌથી સારો લાગ્યો પણ તદ્ન ખાલી હતો. આર-થ્રીની જેમ આ મોલ પણ બુંદિયાળ હોય એમ લાગ્યું. વેલ, ટીકીટ લીધી, ચશ્માં લીધા અને ૧૦ મિનિટ તેને સાફ કરવામાં વીતાવી.

ટિનટિનના કોમિક્સ મેં ખાસ વાંચેલા નહી પણ, જે કંઈ વાંચેલા તે સારા લાગેલા વત્તા સ્પિલબર્ગ અને પીટર જેક્શનનું નામ જોઈને મુવી જોવા આવ્યા હતા. માય બ્રધર કી દુલ્હન જોયા પછી બોલિવુડના મુવીથી ડર લાગવા માંડ્યો હતો એટલે કાર્ટૂન મુવી જ જોવા (એટલે કવિનનેય મજા આવે) એવું પણ નક્કી કર્યું છે. મુવીની શરુઆત ઓકે રહી પણ, પછી પેલો પાકીટમાર, સ્નોવીની મસ્તી અને ધીમે-ધીમે વણાતી વાર્તા રસપ્રદ બની. ટિનટિન કદાચ ૬ થી ૧૨ વર્ષની વયના ઉંમરના બાળકોને વધુ ગમશે કારણકે તેમાં કાર્ટૂન કરતાં વધુ મહત્વ વાર્તા પર હતું. થ્રી-ડી અસર અમુક જગ્યાએ સરસ રહી. વાર્તા વાંચવી હોય તો વિકિપીડિયા પેજ પર આપેલી છે, એટલે મારો રીવ્યુ એટલો ઓછો લખવામાં મને મજા આવશે 🙂 મજાની વાત છે કે આ મુવી અમેરિકામાં બન્યું હોવા છતાં અહીં પહેલાં પ્રદર્શિત થયું છે. ટિનટિન હજી ભારતમાં લોકપ્રિય છે અને ગ્લોબલાઈઝેશન કોને કહેવાય એ ઉદાહરણ પણ આપે છે.

ફાલતુ હિન્દી મુવી જોવા જતાં હોવ તો માંડી વાળી ટિનટિન જોઈ આવજો. બીજો ભાગ કદાચ બનશે એવો સંકેત દરેક હોલીવુડ મુવીની જેમ છેલ્લે આપી દેવાયો છે.

Advertisements

One thought on “ફિલમ: ટિનટિન

  1. સ્ટીવન સ્પિલબર્ગનાં ટીનટીન પરનું ઍનીમૅશન ચલચિત્ર ભારતમાં, તેની અહીં વધારે લોકચાહનાને કારણે, પહેલાં રજૂ કરાઈ રહ્યું છે તે જેટલી આનંદની વાત છે તેટલી મારે માટે નવાઇની પણ વાત છે.
    ટીનટીનનું બંગાળીમાં અને હિન્દીમાં ભાષાંતર પણ થયું છે તે પણ મારામાટે તો ‘સમાચાર’ જ છે. ભાષાંતર વિશે તેમ જ ટીનટીનની ભારત ની બે સફર [એક વધુ અચરજ!] ‘બીબીસી ન્યુઝ’પરના તેમના દિલ્હીના સંવાદદાતા શ્રી સૌતિક બિશ્વાસનો સ-રસ લેખ [http://www.bbc.co.uk/news/15680397] પણ વાંચવા યોગ્ય છે.

    ટીનટીનના લેખક ની સંશોધનની મહેનતની વાત આપણા લેખકોએ બોધ લેવાપાત્ર છે…..

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s