આ વર્ષનું બ્લોગ સરવૈયું..

* દર વર્ષે, વર્ષના છેલ્લાં દિવસે આખાં વર્ષનો બ્લોગિંગ અહેવાલ રજૂ કરવો એવું નક્કી કરેલ છે. એટલે, આ વર્ષે પણ – ગયા વર્ષની જેમ વર્ષ દરમિયાનની મોટી બ્લોગ ઘટનાઓ અને સારાંશ અહી આપેલ છે:

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૧૯૭ (આ પોસ્ટની સાથે).

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – એપ્રિલ (૧૪), નવેમ્બર (૧૪).

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – ડિસેમ્બર (૨૧).

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓક્ટોબર.

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – નવેમ્બર.

૬. મારો બ્લોગ નેટજગત દ્વારા ‘૨૦૧૧ના શ્રેષ્ઠ બ્લોગ્સ‘ ની યાદીમાં સ્થાન પામ્યો.

૭. બ્લોગની ફિકવન્સી ઉર્ફે આવૃત્તિ દેખીતી રીતે ઓછી થઈ ગઈ છે. રીઅલ લાઈફ, ટ્વિટર, ફેસબુક અને હવે ગુગલ પ્લસ. છતાંય, બ્લોગ મારો પ્રથમ પ્રેમ છે જ.

૮. ટોટલ સ્પામ અને હેમ પકડાયા:  ૪૯૦૬+૧૦૧૧. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં સ્પામનું ધાડું આવ્યું. ચોકસાઈ: ૯૯.૭૬ ટકા.

૯. આ વર્ષમાં એકંદરે અંગત આક્રમણ કરતાં અને કોપી-પેસ્ટર તેમજ બોગસ બ્લોગ્સનું પ્રમાણ ઓછું રહ્યું. એવાં બ્લોગ (અને તેમનાં બ્લોગર્સ) છેવટે મરી પરવાર્યા એવું લાગે છે 😀 છતાંય, આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો ચાલુ રહ્યો. પ્રાણ જાય પણ દંભ ન જાય – આ રિવાજ નવો આવ્યો છે. કહેવાતાં રીસર્ચ (રીસર્ચ = સ્માર્ટ કોપી-પેસ્ટ જે હજી સુધી કોઈને ખબર નથી પડી) નામે ચરી ખાતાં બ્લોગ્સનો વિકાસ સારો એવો થઈ રહ્યો છે.

૧૦. બ્લોગ વડે નવાં મિત્રો બનવાની પરંપરા ચાલુ રહી. થેન્ક્સ!!

તો, હેપ્પી બ્લોગિંગ અને હેપ્પી ન્યુ યર. મળીશું, આવતાં વર્ષે 🙂

આજનો સંવાદ

* થોડાંક નાનાં બચ્ચાઓ સોસાયટીમાં સાયકલ ચલાવતા હતા..

છોકરો: Turn around, turn around..
છોકરી: ચૂપ બેસ, ઈંગ્લિશ મીડિયમ!!

🙂

PS: સત્ય ઘટના. પાત્રોના નામ બદલ્યા નથી.

૨૦૧૨: વિશલિસ્ટ અને ટુ-ડુ

… તો બે દિવસમાં ૨૦૧૧નું વર્ષ પૂરુ થાય છે અને ૨૦૧૨માં જો કંઈ પ્રલય-બલય ન થાય તો નીચેનાં વિશલિસ્ટ અને ટુ-ડુ પર કામ કરવામાં આવશે.

વિશલિસ્ટ:

* ફોટોગ્રાફી: 50mm 1.4/f. ઝૂમ લેન્સ વગેરેનો મોહ ન રાખવો અને પોટ્રેટ, સ્ટ્રિટ, મેક્રો ફોટોગ્રાફી પર ધ્યાન આપવું.

* પ્રવાસ: જ્યાં જવાનો મોકો મળે ત્યાં. No exception should be raised. શક્ય એટલી કોન્ફરન્સમાં ભાગ લેવો.

* ફ્રી અને ઓપનસોર્સ: Debian, illumos અને બીજા ઓપનસોર્સ પ્રોજેક્ટમાં બને તેટલું યોગદાન ચાલુ રાખવું.

* વિકિપીડિઆ: કંઈક નવું કામ કરવું. અત્યાર સુધી ચીટર-પીટર એડિટ્સ અને એડવોકેસી જ કરી છે, હવે કંઈક ગંભીર બનવું.

* નો ટીવી: બને ત્યાં સુધી ટીવી સદંતર ન જોવું. ૨૦૧૧માં પ્રમાણ ઓછું થયું પણ ૨૦૧૨માં બ્લેકઆઉટ રાખવો. કવિન-કોકી ભલે જોતાં. બને ત્યાં સુધી હિન્દી મુવી પણ ટાળવાં. પણ, લાગે છે કે ૨૦૧૨માં એટલા સારા મુવી આવવાના છે કે.. (ધ હોબિટ, ડાર્ક નાઈટ વગેરે..). સંપૂર્ણ યાદી.

* વગેરે-વગેરે: નવો મોબાઈલ લેવો, ટેબ્લેટ તરફ ન દેખવું.

ટુ-ડુ:

* પ્રોગ્રામિંગ વગેરે: મૂળભૂત એડિટર –> Emacs, C, Lisp અને Git.  સિક્સ્થ સેન્સ પર મહેનતથી કામ-કાજ કરવું.

* સોફ્ટ અને હાર્ડવેર: મેક–> નવી હાર્ડડિસ્ક. ૨૦૦૮ પછી પહેલી વાર ફરી આ મશીન પર ડેબિયનનું ઈન્સ્ટોલેશન.

* દોડવાનું: નિયમિત દોડવાનું ચાલુ રાખવું. તંદુરસ્ત રહેવું અને લોકોને દોડવા-ચાલવા માટે પ્રેરવા, ધક્કો મારવો વગેરે. વર્ષાંતે હાફ-મેરેથોનમાં ભાગ લેવો.

* ફોટોગ્રાફી: કેમેરા–> Magic Lantern, ટ્રાઈપોડ.

* વગેરે-વગેરે:
કિન્ડલ ફાયર?
ગિટાર અને PS/2 નો ત્યાગ કરવો. ટૂંકમાં – sell all your the crap, pay the debt – ની નિતી શરુ કરવી અને વર્ષના અંત સુધી જાળવવી.
નવાં-નવાં લોકોને મળવું.
મદદ માટે હંમેશા તત્પર રહેવું અને જીવનમાં લક્ષ્ય ઉંચા પણ અપેક્ષાઓ નીચી રાખવી 🙂

અત્યારે, બસ આટલું જ.

આજની કહેવત: રાત નાની ને વેશ ઝાઝાં.

મુંબઇ અપડેટ્સ ૨

* મંગળવારે Mission Impossible 4 મુવી દેખ્યું. આખી પોસ્ટ એના માટે આપી શકાય, પણ – ટૂંકમાં. રશિયન અણુશસ્ત્રો, જાસૂસી, મિશન, દુબઈ, બુર્જ ટાવર, હોટ હીરોઈન, ભારત, અનિલ કપૂરને પડતો તમાચો અને ફની ડાયલોગ્સ. ટોમ બિચારાને ઉંમરની અસર દેખાય છે, જાત-જાતનાં ગેજેટ્સથી ભરપૂર મુવીમાં એકાદ-બે લૂપ હોલ્સને બાદ કરતાં માણવા લાયક છે. કોઈકે કહ્યું તેમ અનિલ કપૂરએ હોલીવૂડનો સાંભા છે 🙂

* દોડવાનું અહીં નજીકના જોગર્સ પાર્કમાં ચાલે છે. ૨ રુપિયા એન્ટ્રી ફી છે. બચ્ચાં લોકને એન્ટ્રી ફ્રી. કવિનની ફેવરિટ જગ્યા. પેવિંગ કરેલ ટ્રેક છે, એટલે થોડો ફરક વર્તાય છે, પણ આ આદત સારી છે, કારણ કે મેરેથોન જો લક્ષ્યમાં હોય તો છેવટે રોડ પર જ દોડવાનું છે ને? કેમેરા સાઈડ પર પડ્યો છે, અને કદાચ આજે અથવા કાલે તેના પરની ધૂળ સાફ થશે એવું લાગે છે.

* વિકિપીડિઆ અમદાવાદ ફોટોવોક (ie Wikipedia Takes Ahmedabad) નું આયોજન જબરજસ્ત ચાલે છે. ૧૦૦ વત્તા લોકોએ રસ બતાવ્યો છે. હવે, આટલો બધો પ્રતિભાવ આવશે એવો અમને કંઈ ખ્યાલ જ નહોતો. નૂપુરે રેડિઓ મિર્ચી (અને અનિરુધે રેડ એફએમ પર) અને અમદાવાદ મિરરમાં પ્રચાર કર્યો તેનું પરિણામ 🙂 વર્કિંગ ડે હોવાથી કદાચ ઓછા લોકો ઉમટે, પણ ગાંધી આશ્રમ વાળા ગભરાઈ ના જાય તો સારી વાત છે!

* છેવટે, વિકિપીડિઆમાં છેવટે નાનકડું ડોનેશન આપ્યું. એકાદ મુવી સ્કિપ કરીને એટલિસ્ટ ૧૦૦ રુપિયા પણ (હા, વિકિપીડિઆ હવે રુપિયામાં ડોનેશન સ્વીકારે છે). જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ ન હોય તો મને અથવા કોઈક ક્રેડિટ કાર્ડવાળાને પકડીને પણ ડોનેશન આપી શકાય.

વધુ વિગતો માટે જુઓ: આ પાનું.

* આ સિવાય બીજા એક સારા સમાચાર છે. કાલે અથવા પરમ દિવસે તે વિષય પર પોસ્ટ.

વિકિપીડિયા, અમદાવાદની વાટે..

* બધાંને ભાવભર્યું આમંત્રણ. વધુ વિગત માટે ફેસબુકની નીચેની લિંક જોવી. ટૂંકમાં, ત્રણ તારીખે, 8.30 સવારે, ગાંધી આશ્રમ મળવાનું ગોઠવાયું છે. પછીના, કાર્યક્રમો ગ્રુપ પાડીને, લોકોનો ઉત્સાહ કેવો છે, તેના પર આધાર રાખશે.

Wikipedia takes Ahmedabad Poster

મુંબઇ અપડેટ્સ

* હવે, થોડા દિવસ મુંબઇની મજા. કવિનનું ક્રિસમસ વેકેશન (થેન્ક્સ જીસસ, આ વખતે ઓછું હોમવર્ક આપ્યું છે. હમમ, દિવાળીના દસ દિવસમાં ઢગલો હોમવર્ક અને ક્રિસમસમાં અલમોસ્ટ ઝીરો હોમવર્ક. ના ઈન્સાફી) ચાલે છે અને મારે ફ્લોટિંગ (એટલે કે આજે) હોલીડે મળ્યો છે. અને, જ્યાં-જ્યાં ઈન્ટરનેટ વસે, ત્યાં અમે પણ વસીએ (અથવા તો વસી શકીએ).

* સાંજે થોડી શોપિંગ માટે નીકળ્યા હતા પણ મજા ન આવી (ખાસ તો જે વસ્તુ અમે અમદાવાદમાં લીધી તે અહીં 40 ટકા ડિસ્કાઉન્ટમાં હતી 😦 એટલે ખાસ). કવિને આખો દિવસ બહુ મસ્તી કાઢી અને બધાંને (બા-દાદા-કાકાને) બહુ દોડાવ્યા. આખી મુંબઇ ટ્રીપ મોટાભાગે બધાંને હળવા-મળવામાં જવાની છે. ગઈકાલે યશને મળ્યો. છ કે સાત વર્ષ પછી કોઈને મળીએ ત્યારે વાતોના તડાકા મારવાની મજા આવે.

* સ્વાદમાં – અત્યાર સુધી ટોસ્ટ સેન્ડવિચ, મૈસુર મસાલા, સાદા ઢોંસા અને એક સાદી સેન્ડવિચ. અને હોટ ચોકોલેટ.

* દોડવાનું – ઝીરો કિલોમીટર. આજે બાજુમાં એક જોગર્સ પાર્ક જેવું કંઈક છે ત્યાં જવાનો પ્લાન છે.

અપડેટ્સ

* દિવસની શરુઆત કંઈ વિચિત્ર થઈ. ડાબા પગમાં અચાનક થોડો દુખાવો શરુ થયો, બેંકમાં ઈમરજન્સી કામ હતું પણ કોઈ ફોન ઉપાડતું જ નહોતું અને આજે પેલા બુકફેરમાં ન જવાયું અને જય વસાવડાને મળવાનું રહી ગયું. છેવટે, પગ અને બેંક તો ફિક્સ થયા 🙂

અને હા, પેલો iPhone પણ ફિક્સ થયો!!

* થોડા દિવસથી દોડવાનું નિયમિત નથી. સોમવારે અને ગુરુવારે ગુલ્લી મારી. હવે આવતું અઠવાડિયું પણ બીઝી જવાનું છે એટલે નવાં વર્ષથી બધું નિયમિત થશે એવું લાગે છે. ૪૦ અઠવાડિયાંનો ભવ્ય કાર્યક્રમ થોડા બ્લોગ્સ, વેબસાઈટ્સ વગેરે પરથી બનાવવામાં આવ્યો છે. કોણ જ્યારે ક્યારે કયા પ્રકારના એલાર્મથી હું સવારે નિયમિત જાગી શકીશ?

* અને હા, સાબરમતી મેરેથોનના દરેક દોડવીરોને બેસ્ટ લક. બરાબર દોડજો. થોડીક બેકાળજીને કારણે આ મેરેથોનમાં ભાગ લેવાનું ગુમાવવામાં આવશે 😦

આજની ધમકી

કવિન: પપ્પા, તમારા ફોનનો પાસવર્ડ બદલી નાખીશ…

😦

ઓપન ડેટા અથવા ડેવલોપર્સ કોમ્યુનિટી કેવી રીતે બનાવવી – એક મિટિંગ

* થોડા સમય પહેલા જાણ થઈ કે લિનક્સ યુઝર ગ્રુપ, મુંબઈથી એક મિત્ર મેહુલ અહીં અમદાવાદ આવવાનો છે, તો નક્કી કરવામાં આવ્યું કે જે લોકોને ઓપનસોર્સ વત્તા ડેવલોપર કોમ્યુનિટી ઉભી કરવામાં રસ હોય તેમણે મળવું અને કંઈક સોલિડ-કોંક્રિટ પ્લાન બનાવવો. અમદાવાદ અને ગુજરાતની એક મોટી મુશ્કેલી છે કે ઘણી બધી નવી કંપનીઓ હોવા છતાં એક ડેવલોપમેન્ટ કલ્ચર કે પછી કહેવાય કે શેરિંગ કલ્ચર હજી પુને કે બેંગ્લોર જેવું બની શક્યું નથી. બારકેમ્પ જેવી ઈવેન્ટ ખાસ થતી નથી અને છેવટે ભોગવવાનું ડેવલોપર્સને જ આવે છે. કોલેજની ઈવેન્ટ્સ કોલેજમાં જ સમાઈ જાય છે અને અમને આમાં શું મળે? સર્ટિફિકેટ મળે કે કેમ? આવા વાહિયાત સવાલોનો સામનો કરવાનો આવે છે. (મને યાદ છે કે EDI ખાતે થયેલા છેલ્લા બારકેમ્પમાં કોઈ પ્રોફેસર્સ પોતાની સ્ટુડન્ટ્સને લઈને આવેલીને સર્ટિફિકેટની માંગણી કરેલી કે અમે આટલે દૂરથી આવ્યા છીએ એટલે અમને સર્ટિફિકેટ આપો!)

અમે એટલે કે મેહુલ, નૂપુર, આદિત્ય (DAIITC), જૈનિલ (Nirma), સ્મિત (LDCE), સોહિલ અને હું – એમ તો Zen Cafe માં મળવાનું નક્કી કરેલ પણ મેહુલની સાઈકલના પાર્કિંગ અને તેની સલામતી (હા, તે મુંબઈથી સાયકલ પર અહીં આવ્યો છે :D) જોતાં CCD ઠીક લાગ્યું. સારી એવી ચર્ચા થઈ અને એ ચર્ચા હેઠળ પગલાં લેવાની શરુઆત પણ થઈ ગઈ છે. Linux-Gujarat ગ્રુપ હવે FLOSS-Gujarat છે અને ફેસબુક ઉપર પણ પ્રાપ્ત છે. આવનારા દિવસોમાં વધુ મિટિંગ અને ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.

ફેસબુકે હવે ગુગલ+ સ્ટાઈલના ફોટા બતાવવાનું શરુ કર્યું છે.

અરે, હા. મેન્ડેટરી ફોટો:

OpenData or How to Build Developer Community - Meeting!

સાત્વિક ફૂડ ફેસ્ટિવલ

* ગઈકાલે દોડવા જવાનું પડતું મૂકીને ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લેવામાં આવી. ગઈસાલ આ ફેસ્ટિવલના વખાણ સાંભળ્યા પછી આ વખતે ખાસ મુલાકાત લેવાનું નક્કી કરેલું. IIMA ના નવાં કેમ્પસના મેદાનમાં દર વર્ષે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન થાય છે અને જ્યાં ખાવાની વાત હોય ત્યાં અમદાવાદમાં ભીડ ના હોય એમ બને? ૧૦ રુપિયા એન્ટ્રી ફી આપી અમે ગયા તો લગભગ દરેક સ્ટોલ પર અવનવી વાનગીઓ અને એટલી જ ભીડ હતી. સાત્વિક એટલે કે ઓર્ગેનિક ફૂડ અને દેશી પ્રકારની વાનગીઓ ફેસ્ટિવલની ખાસિયત છે. અમને થયું કે ખાસ ડિનરનું આયોજન કરી આવ્યા તો એક-એક સ્ટોલ પર વાનગીઓનો ટેસ્ટ કરતાં જ આપણું કામ થઈ જાય અને એમ જ થયું. અડદની જલેબી, મકાઈના વડાં, પાઈનેપલ જલેબી, કોર્ન બાસ્કેટ અને છેલ્લે ગ્રીન એપલ-જવનું પાણી. ગોળ, કચરિયું, હળદર, બાજરીનો લોટ અને ઓર્ગેનિક મીઠું (આ મીઠાંનો પ્રોજેક્ટ આપણને ગમ્યો. જુઓ: teamfourd.nl) – આટલી ખરીદી કરી. છેલ્લે બાજરીનો રોટલો, રીંગણ ઓળો અને ખીચડી-કઢી સાથે ડિનર સંપૂર્ણ થયું. બપોરે કદાચ ગયા હોત તો ઓછી ભીડમાં વધુ મજા આવત.

આજે છેલ્લો દિવસ છે, ભીડ કદાચ વધુ હશે. પણ, તમને અવનવું ખાવામાં રસ હોય તો જવામાં વાંધો નથી 🙂