પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

* પરમ દિવસે ક્યાંક ફેસબુકમાં પતંગ પર વાત ચાલતી હતીને પ્રણવભાઈ (થોડા સમય પહેલાં એમની ઓળખાણ થઈ. પ્રણવભાઈ એટલે – gujaratquiz.in) એ એમની પોળમાં પતંગ ઉડાવવાનું આમંત્રણ આપ્યું. જતાં-જતાં થોડું મોડું થઈ ગયું પણ, રાયપુરની પોળનાં પહેલી વાર દર્શન થયા. લોકવાયકાથી વિરુધ્ધ એમનું ઘર તરત મળી જાય એમ છે, છતાંય એક જણને પૂછયું, પ્રણવભાઈનું ઘર કયું. પેલાએ ચાર માળ ઉંચા ઘરની સામે આંગળી કરી કહ્યું એ.. પેલા પતંગ ઉડાવે છે એ. 😛 કદાચ પહેલી વાર પોળની અગાશીએ પગ મૂક્યો. કવિનને જલ્સા પડ્યા. અંકલ બનીને કેટલીયે પતંગો બાળકોએ મારી જોડે ઉડાવી અને સાંજે અગાશી પર જ પાઉંભાજીનો પ્રોગ્રામ હતો. મજા આવી ગઈ. કવિનની ડિમાન્ડ પર જતી વખતે થોડી પતંગ-દોરીની ખરીદી કરી છે. વર્ષો પછી દોરી લીધી છે, સારી નીકળે તો સારી વાત છે. કેમેરા લઈ જવાનો ભૂલી ગયો એ અફસોસ રહેશે. કવિનને બધાને હેરાન પ્રમાણમાં ઓછા કર્યા, પણ કર્યા ખરા.

 

 

* પોસ્ટના ટાઈટલમાં P(ફોન) નો પ્રાસ કેમ બેસાડ્યો? એક આનંદદાયક સમાચાર – ફોન ચાલુ થઈ ગયો છે / એટલિસ્ટ, થોડા મહિના ચાલે તો ૨૦૧૨માં નવો ફોન ન લેવાની વિશલિસ્ટની યાદી પૂરી થાય 😉

8 thoughts on “પ્રણવભાઈની પોળ, પતંગ અને (P)ફોન.

 1. જો રાયપુરની પોળમાં ગઈકાલની ઉતરાણ ગમી હોય તો તમારે ઉત્તરાયણને દિવસે અવશ્ય જવું જોઈએ, કેમકે ખાડીયા-રાયપુરની ઉત્તરાયણ જેવી મજા દુનિયામાં ક્યાંય ના આવે.

  Like

  1. Wrong deduction, કૃણાલભાઈ. બીજો કયો કડવો અનુભવ થયો છે, તમને? એમ તો ઓપનસોર્સ છે, સોર્સ કમ્પાઈલ કરી ઈન્ડિક સપોર્ટ ઉમેરી શકાય છે 😛 વેલ, ઇન્ડિક સપોર્ટ માટે લોકો કામ કરી રહ્યા છે, પણ હજી વાર લાગશે એમ લાગે છે.

   4S એ સારો છે, લઈ લો.

   Like

 2. I was excited about buying Android and was at store and about to make payment but then I realised this problem so I didn’t go ahead with purchase. On web people have put some hacks but I’m not too confident about it. I’m considering consulting with one of the guy here who knows bit about playing around with Android. I will try to do some R&D on my HTC Wildfire S and see if things can be made to work then I may go with Android (have zeroed in on HTC Sensation XL) else will go with 4S.

  HTC getting for just around 150$ while for iPhone need to pay around 250$.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.