અપડેટ્સ

* કલ્યાણ વર્માનું ૨૦૧૨નું કેલેન્ડર આવી ગયું છે. કલ્યાણ વર્મા એ ભારતના જાણીતા વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને શોખ અને મન હોય તો ક્યાંથી ક્યાં જવાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. foss.in સમયમાં તેમની સાથેની મુલાકાત એ હજી આનંદદાયક યાદો છે.

* નવાં શૂઝ છેવટે લેવામાં આવ્યા છે. દોડવામાં વાપરવાનું ચાલુ કરી દીધું છે. જૂનાં જૂતાં કરતાં ઓછાં કુશન વાળા છે, પણ જૂતાં વાળો મને તેમાં કંઈક ટેકનોલોજી ભરી છે એમ સમજાવતો હતો. પણ, એ તો બધાં નાટક વત્તા પૈસા એકસ્ટ્રા લેવાનું બહાનું. પણ, દેખાય છે સરસ 🙂

જૂતાં

* કાઈટ ફેસ્ટિવલમાં જવાનો પ્લાન છે, હજી કંઈ નક્કી કર્યું નથી.

* ફેબ્રુઆરીમાં મોટિફ ચેરિટી વોકમાં ભાગ લેવાનો પણ પ્લાન છે. ૧૦ કિમી. રનિંગ. હજી તો ૩ કિ.મી. પર ગાડું ચાલે છે. બધાં એ કહ્યું તેમ ૩ કિ.મી. પાર થાય તો એક માનસિક અને શારીરિક બેરિઅર પાર થાય છે. (કે પછી મને મોટિવેટ કરવાનો પ્રયત્ન છે? :)). જે હોય તે, આ અઠવાડિયાનું ટાર્ગેટ છે.

2 thoughts on “અપડેટ્સ

    1. ચોક્કસ. ૪૦૦ અને ૪૦૦૦ ના જૂતાંમાં ચોક્કસ ફરક પડે પણ, ૪૦૦૦ થી વધુના મને વધારે પડતાં લાગ્યા. એક વાત સારી છે, આમાં Nike+ ની સગવડ છે એટલે દોડવા વગેરેની નોંધ iPod જોડે સરસ રીતે રખાશે.

      રેરેરે. પાછો, shoulder belt લેવો પડે 🙂

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.