ઇન્ટરનેટ: યે બાન બાન ક્યા હૈ?

* ઇન્ટરનેટ અને ભારતની સરકાર આજકાલ બહુ ચર્ચામાં છે. સામાન્ય માણસને ખ્યાલ છે કે સરકાર હવે ગુગલ, ફેસબુક (અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ) પર નિયંત્રણ લાદી રહી છે. ટૂંકમાં, ભારત ચાઈના જેવી પ્રગતિ તો ન કરી શક્યું, પણ ચાઈનાની સસ્તી નકલ કરી સ્વતંત્રતા પર તરાપો મારવાની શરુઆત કરી દીધી છે. પહેલી નજરે આ ઘટના સોનિયા(જી)-મનમોહનસિંહ વિશેની ફેસબુકમાં ફરતી મજાકને સંબંધિત લાગે છે, પણ ખરેખર તેની પાછળનું કારણ શું છે?

તમે જોઈ રહ્યા છો કે આજકાલ મિડીઆ અને મિડીઆ જગત એ મોટાભાગે Paid Media તરીકે કામ કરે છે. તેને ખરીદી શકાય છે, અને ખરીદાઈ રહ્યું છે, એમાં નવાઈ નથી. ગુજરાતનાં કેટલાંય સમાચાર પત્રો, લેખકો અને કોલમબાજો સત્યને એવી રીતે તરોડે-મરોડે-જોડે છે કે આપણને થાય સાલું આપણે ગુજરાતમાં છીએ કે ચેચેન્યામાં. પણ, પણ – ઇન્ટરનેટ-બ્લોગ-ફેસબુક-ટ્વિટર-ગુગલ પર કોઈનો ઈજારો નથી. યુઝર જનરેટેડ કન્ટેન્ટની મજા જ એ છે કે કોઈ તેના પર નિયંત્રણ રાખી શકતું નથી. ઇજિપ્ત કે ટ્યુનિશિઆની તાજેતરની ઘટનાઓમાં બ્લોગ-ટ્વિટરે મોટો ભાગ ભજવ્યો. અન્ના હજારેની ચળવળને મોટો આધાર ઇન્ટરનેટ પર મળ્યો. આ ચળવળના નકારાત્મક પાસાં પણ ઇન્ટરનેટ પર ચર્ચાયા. પણ, છેવટે ઇન્ટરનેટ એ મુખ્ય ભાગ ભજવ્યો. આપણી સરકારને આ વાત ખબર છે અને સારી રીતે જાણે છે કે જો આમ જ ચાલશે તો આપણું કામ નહી ચાલે.

પાડાને વાંકી પખાલીને ડામ આપવામાં સરકાર એક્સપર્ટ છે. વચ્ચે એક બ્લોગના સબડોમેઈનની જગ્યાએ આખું ડોમેઈન બ્લોક કરી દેવામાં આવ્યું હતું. મેં ક્યાંક આગળ લખ્યું હતું તેમ આશા રાખજો કે આવો કોઈ વિચિત્ર કાયદો-નિયમ આવશે અને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપની ઘટનાઓ બનશે.

PS: Thank God the Government does not find any objectionable content in porn sites. (@Hardism દ્વારા ટ્વિટર પરથી)

6 thoughts on “ઇન્ટરનેટ: યે બાન બાન ક્યા હૈ?

 1. Nice post and great going Kartik bhai! There are many paid media people still trying to diminish Anna’s movement, for example. Sometimes they make fun of Anna and his friends ‘in Uttarayan’, not to mention with their sense of humour, and sometimes just calling them a new kind of dictators. These guys are either paid and/or supported by the corrupt politicians or are just those (not all! just *those*) old ladies in small villages who sit in the middle of the village the whole day and keep on nagging and bitching about anyone who is really working for the betterment of the village!
  With the presence of these paid media guys, we must have free forums like Internet-Twitter-Facebook-Blogs etc. to expose such paid media people and their corrupt masters out. The problem is that their corrupt masters are in the government right now!
  Btw, the paid media guys may also write against the censorship to show themselves from one of us. But thankfully we know enough about them through the same internet already!

  I completely oppose any internet censorship.

  Like

 2. @કાર્તિકભાઈ, કપિલ સિબ્બલ પણ આવા જ કાવા-દાવામાં છે અત્યારે. આપણે સજ્જડ વિરોધ કરીને દાખલો બેસાડી દેવો પડશે નહીતર ભારતમાં પણ આ જ થશે.
  @સંતોષ કારદાર, સાચી ઉપમા આપી તમે. આવા અન્નાની ઉત્તરાયણ વાળાઓ ખરેખર પેલી ગામડાની ડોસી-મંડળી જેવા જ છે. પોતે કશું કરવું નહિ અને જે કરતા હોય એની પણ કુથલી કરે રાખવી. પાછા કોઈ એમને પૂછે કે કામ કરવા વાળાની કુથલી કરવાનું એમને કેમ ગમે છે? તો ‘જેની પાસે વિકલ્પ ના હોય એ વિરોધ ના કરી શકે?’ એમ પૂછી ને રડવા બેસે!
  આમાંના ઘણી ડોસીઓ પાછી એનાથીયે ચડી ને ગુજરાતી દિગ્વિજયસિંહ બની જાય છે. કોઈ સાચા મુદ્દાને સાવ હલકી ખોટી રીતે તોડી મરોડીને રજુ કરે અથવા સામાવાળા પર સાવ ખોટો આરોપ લગાડી દે. હશે, એમને પણ એમના માલિકોને જવાબ આપવો પડતો હોય છે. પણ આવાઓને ઓળખી રાખવા સારા. મુશ્કેલીના સમયે કોનાથી બચવું એય ખબર હોવી જોઈએ…
  – દક્ષેશ પાઠક

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.