અપડેટ્સ

* બોરિંગ દિવસો જાય છે. ૨જી, ૩જી એ જી લો જી. પીસી. વગેરે વગેરે.

* વિકિપીડિઆની અમદાવાદ ખાતેની ત્રીજી ગોષ્ટિ ૧૯મી એ રાખેલ છે. વધુ વિગતો માટે: http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad3 પર નામ નોંધાવવું. સારી જગ્યા હોય તો સૂચન કરવા વિનંતી. હજી સ્થળ નક્કી કરેલ નથી. અત્યારે મિડીઆવિકિના ગુજરાતી ભાષાંતર પર કામ કરી રહ્યો છું. બે-ત્રણ દિવસમાં ઊંચું મૂકી દેવાની ઈચ્છા છે.

* આ વીક-એન્ડ પણ હર્યો-ભર્યો જશે એવું લાગે છે. કવિન એના દાદી આવે અને એની માટે ટ્રક (રમકડાંનો, ઓફ કોર્સ) લાવે એની રાહ જોઈને બેઠો છે.

* ફોન હવે સ્ટેબલ થઈ ગયો છે. થોડા સમય પછી ટેકનિકલ રીવ્યુ અહીં લખીશ.

* આજનો પ્રશ્ન: અમદાવાદમાં સારી કપ-કેક ક્યાં મળે છે?

Advertisements

16 thoughts on “અપડેટ્સ

 1. કાર્તિકભાઈ,
  કપ-કેકની સાથે-સાથે એ પણ શોધી નાખો ને કે પેન-કેક, ડૉનટ્સ, બ્રાઉની, વિવિધ પ્રકારની પાઇસ, gâteau (ગતો – ચોક્કસ ઉચ્ચારણ ખબર નથી), ચીઝ કેક, ચોકલેટ ચિપ્સ કૂકી અને ફ્લેપ-જેક ક્યાં મળે? નહિતર આવતા વર્ષે મારે શોધવા નીકળવું પડશે.
  IMLI

  Like

 2. “લાગે” ના બદલે “લાવે” આવશે કદાચ !
  ગુજરાત કોલેજ ની સામે GUST કેમ્પસ છે. ત્યાં એક બહુ જ સુંદર ચેપલ છે. એના ફોટા પડી શકો છો.

  Like

  1. ૧. લાવે આવે. આભાર.
   ૨. અમે મિટિંગ માટેની જગ્યા શોધી રહ્યા છીએ, ફોટા પાડવાની નહી 🙂

   Like

    1. વિકિપીડિઆની આ નાનકડી મિટિંગ માટે એ હોલ પોસાય તેમ નથી :{ (મારા ખ્યાલ પ્રમાણે તેનો ભાવ જબ્બર હશે અને અમે રહ્યા વોલિયન્ટર્સ)

     Like

 3. મિટિંગ માટેની જગ્યા, હમ્મ !
  R૩ મોલ જતા રહો.. એમાં જગ્યા જ જગ્યા છે 😛

  એની સામે કાકે કા ઢાબા છે, ત્યાં પણ બેસણા માટે / મિટિંગ માટે AC હોલ મળે છે 🙂 ( કાકે કા ઢાબા વાળું મજાક કરું છું ત્યાં ના જતા )

  Like

  1. હા હા. R3 મોલ અમદાવાદનો સૌથી બોરિંગ મોલ છે 😉 ઓછામાં પૂરું, નેશનલ હેન્ડલૂમે આવીને કસર પૂરી કરી દીધી. પહેલાં અમે Max, Vijay Sales ના કારણે જતા હતા, પણ Alpha Mall અને Flipkart ના લીધે એ પણ બંધ થઈ ગયું 🙂

   Like

   1. હા હા હા, એટલે જ R3 મોલ કહ્યું, ત્યાં પુરેપુરી જગ્યા હશે મીટીંગ કરવા માટે.. મીટીંગ પછી સીધા IIM કીટલી પહોચી જશો તો મસ્ત નાસ્તા-પાણી થઇ જશે. આલ્ફા મોલ સારો છે પણ ત્યાં બહાર રોડ પર બહુ ભીડ થઇ જાય છે એટલે મજા નથી આવતી બહાર આવતા સમયે. કારવાળા બચારા જામ થઇ જાય છે ત્યાં. 😀

    Like

  1. અરર. રાત્રે મોડા કરેલી પોસ્ટનું પરિણામ. ભાષાંતર તો હું ૨૦૦૪ થી કરું છું. ચાલે જ છે 🙂

   Like

 4. “Kabhi B” કરતામોન્જીનીસ મોન્જીનીસ સારી છે. તમારા એરિયા(ગુરુકુળ) માં ૨ મોન્જીનીસ છે. અને ત્યાં કપ-કેપ(કપ-કેક) પણ મળી રહેશે. 🙂

  Like

 5. કાર્તિકભાઈ, વિકિપીડિઆમા નામ તો નોધાયું છે.(પહેલીવાર..!!).વિકિપીડિયા એડીટીંગનું બેઝીક નોલેજ છે આવી શાકાય?

  Like

  1. ચોક્કસ. આવી જાવ. આવી ગોષ્ટિ નવા કન્ટ્રીબ્યુટર્સ માટે જ હોય છે.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s