મેકબુકને જીવનદાન

.. એટલે કે રેસક્યૂ મિશન.

ગઈકાલે રાત્રે ઊંઘતા પહેલા લેપટોપ શટડાઉન કર્યા પછી સવારે બ્રશ કરતાં પહેલાં લેપટોપ શરુ કરવાના દરરોજના નિયમ મુજબ પ્રયત્નમાં નિષ્ફળતા મળી. લોગીનનો પ્રોમ્પટ આવવાની જગ્યાએ સ્ક્રિન ફ્લિક થયો અને પછી કાળું ધબ. મેકમાં બૂટ કરી જોયું તો બરોબર હતું. મિ. ગ્રબ બરાબર હતા એટલે એની જોડે કંઈ છેડખાની કરી શકાય તેમ નહોતું. તો? બેકઅપ લીધેલો હતો. બીજું લેપ્પી ચાલુ કરી આ પ્રકારની પરિસ્થિતિમાં શું કરી શકાય એનો વિચાર કરતાં-કરતાં થોડું કામ તો ચાલુ કરી દીધું. વચ્ચે કવિનને સ્કૂલમાંથી લેવા જવાનું (આજે મૂકવા માટે તો દાદા આવી ગયા હતા!) અને પછી જમવાનું અને પછીની નિદ્રાની દરરોજની ક્રિયાઓ તો ચાલુ જ હતી. પહેલાં મેકમાંથી લિનક્સ પાર્ટિશન માઉન્ટ કરીને બૂટ ઓર્ડરમાંથી કંઈક નિષ્ક્રિય કરવાનો પ્રયત્ન કર્યો પણ એ સફળ ન થયો. પછી, USB વડે ડેબિયનની ઈમેજ બૂટ કરવાનો પ્રયત્ન કર્યો – નિષ્ફળતા. કેમ? થેન્ક્સ ટુ, EFI પાર્ટિશન. ઓ, હેલો, એપલ. આવું કેમ? ૨૦૧૨ ચાલે છે, દોસ્તો. વેલ. છેલ્લો ઉપાય એ હતો કે, સીડી વડે ડેબિયનની સીડી ચલાવી કંઈક રેસ્ક્યૂ પ્રયત્ન કરી શકાય અથવા તો ફરી ઈન્સ્ટોલેશન (આ મશીનમાં છેલ્લે, જૂન ૨૦૦૮ માં ઈન્સ્ટોલેશન-સ્થાપન કરવામાં આવ્યું હતું!), પણ ઈન્સ્ટોલેશનમાં બહુ સમય જાય, ફરીથી બધું સેટ કરતાં જીવ નીકળી જાય તેમ હતું પણ કોઈ ઉપાય નહોતો. ખાટલે મોટી ખોડ એ હતી કે – લેપટોપનું સીડી-ડ્રાઈવ તો ચાલતું નહોતું 🙂 હવે શું?

જીટોક પર જયેશભાઈ જોડે આ વાત નીકળી અને એક્સટર્નલ સીડી-ડ્રાઈવનો ઉલ્લેખ થયો. એમને પણ ઓફિસ માટે એની જરુર હતી. પછી નક્કી કર્યું કે ભાગીદારીમાં એક લઈ લેવું, કારણ કે હવે સીડી-ડ્રાઈવનો ઉપયોગ ક્યારેક જ થાય છે (હવે તો બીજા લેપટોપ, PS/2 બન્નેમાં ડીવીડી ડ્રાઈવ છે, એટલે મારે તો મુવી વગેરેનો વાંધો નથી આવતો..). પણ, જ્યારે આ મશીનમાં આવી જરુર પડે ત્યારે તકલીફ થાય. ક્રોમામાં તપાસ કરી, મજા ન આવી. છેવટે, એક કોમ્પ્યુટર વાળા ઓળખીતાની દુકાનમાંથી સરસ Asusનું ડ્રાઈવ મળ્યું. ઘરે આવ્યો, બીજા લેપટોપમાં સીડી બર્ન કરી, લેપટોપ બૂટ કર્યું અને,

૧. એડવાન્સ ઓપ્શન – રેસક્યૂ – પછી થોડાં પ્રશ્નોનાં જવાબો.

૨. કયું પાર્ટિશન root તરીકે માઉન્ટ કરવું છે, તે પસંદ કરો.

૩. પછી, તમને લિનક્સનો પ્રોમ્પટ મળશે. /usr પાર્ટિશન અલગથી માઉન્ટ કરવું પડશે (સદ્ભાગ્યે, મારા માટે / અને /usr એક જ પાર્ટિશનમાં હતા!).

૪. બસ, મને લાગતું હતું તેમ plymouth માં ગરબડ હતી. એટલે, apt-get remove plymouth. જા ચૂડેલ!!

૫. reboot.

૬. લિનક્સ ફરી પાછું, જેમ નું તેમ.

એટલે, નવું ડેસ્કટોપ લેવાનો વિચાર હાલપૂરતો પડતો મૂક્યો, પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ડેસ્કટોપ દેખાય છે. એક જ ફાયદો એ કે ડેસ્કટોપ એકંદરે સસ્તું પડે અને જોઈએ ત્યારે અપગ્રેડ કે નવાં પાર્ટ્સ ઉમેરી શકાય. અત્યારે તો બેક ટુ વર્ક.

Advertisements

4 thoughts on “મેકબુકને જીવનદાન

 1. મારે પણ એક્ષટરનલ CD Drive લેવું છે. તમે કયું લીધું અને કેટલા માં?
  મને લેપી માં જરાય મજા નથી આવતી. હું તો પાવડો લઇને ખાડો ખોદવા વાળો માણસ. મને તો ડેસ્કટોપ અને TVS Gold ના કીબોર્ડ જ ફાવે. ઘેર કેટલાય સમય થી લેપી છે પણ એનો હું કઈ ખાસ ઉપયોગ નથી કરતો. કોકું એમાં એના સ્કૂલ ના એન્યુઅલ-ડે ના વિડીયો જોવે. હું ક્યારેક રાત્રે બેસી ને કામ કરવાનો કંટાળો આવે તો સુતા સુતા એમાં કામ કરું. ટીઆ ને પણ એ નથી ફાવતું (અમે થોડા દેસી લોકો છીએ. :P). એનો મહત્તમ ઉપયોગ ડેટા ટ્રાન્સફર કરતા એક મોટા પેન ડ્રાઈવ / એક્ષટરનલ ડ્રાઈવ તરીકે થાય છે, હા હા હા.

  Like

  1. Asus, DVD-writer છે. ૨૦૫૦/- અને દેખાવમાં મસ્ત છે 😉

   વેલ, લેપટોપ એમ તો મારા માટે સારું કારણ કે હું લેપટોપને એક્સટર્નલ કી-બોર્ડ અને માઉસ વડે ડેસ્કટોપની જેમ જ વાપરું છું. બે મોટી મુશ્કેલીઓ એ કે, ૧. સ્ક્રિન નાનો પડે છે. એક ૧૩ અને બીજી ૧૪ નું. મોટું લેપટોપ લેવા જઈએ તો વજનમાં ભારે પડે. મારે પાછું મુંબઈના ઘરે જવાનું બહુ થાય અને ઓફિસ ચાલુ હોય એટલે જોડે લઈ જવું જ પડે. ૨. અપગ્રેડનો પ્રોબ્લેમ છે જ. ૪ જીબી રેમ જ વધુમાં વધુ આવી શકે છે. અને, આજ-કાલ બિલ્ડ કરવામાં ૮ અને ૧૬ જીબી રેમની જરુરત પડવા લાગી છે 🙂

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.