શિક્ષણ: પ્લેસમેન્ટ

* આજથી આ બ્લોગ પર નવી શ્રેણી ચાલુ થઈ રહી છે – શિક્ષણ. આમ, તો શિક્ષણની કેટેગરી (વર્ગ) છે, પણ હવે માત્ર મુદ્દા લખવાની જગ્યાએ વિચારોને વિસ્તૃત કરીને લખવાનો પ્રયત્ન કરીશ. આજે શરુ કરીએ શિક્ષણ જગતના સૌથી હોટ ટોપિક (અને ફેબ્રુઆરીનો) – પ્લેસમેન્ટ.

પ્લેસમેન્ટ એટલે શું? પ્લેસમેન્ટ એટલે કેટલીક કંપનીઓ પોતાના માટે એમ્પલોઈ શોધવા માટે કોલેજમાં આવે ટેસ્ટના રાઉન્ડ્સ ચાલે પછી ઈન્ટરવ્યુ વગેરે હોય અને છેલ્લે એક યાદી બહાર પડે જેમાં કોણ પસંદ થયું છે. કોલેજની ગુણવત્તા કેટલા સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાંથી જોબ મેળવી શકે છે તેના પર હોય છે. પ્લેસમેન્ટની ખાસિયત એ કે મોટાભાગની કંપનીઓ કેટલા માર્ક્સ આવ્યા તેના પરથી એક કટ-ઓફ નક્કી કરતી હોય છે. વેલ, આજનો ટોપિક લખવાનો કારણ કે અમદાવાદ મિરરમાં આવ્યું છે કે ૩૪,૩૦૦ માંથી ૪,૩૦૦ ને જ જોબ મળી છે (એન્જિનયરિંગ, MCA, MBAમાંથી) એટલે શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે. મારો જવાબ  – માય ફૂટ. કારણ? કિટાણુ. હા, પ્લેસમેન્ટમાં જોબ મળે એટલે તમે હોંશિયાર, સફળ અને એ કોલેજ અને એનું શિક્ષણ સારું એ પ્રકારની માન્યતા ધરાવતા કિટાણુ જે આપણા મગજમાં ઘૂસી ગયા છે. નો ડાઉટ, પ્લેસમેન્ટમાં જોબ મળે એમાં કંઈ ખોટું નથી.

પ્લેસમેન્ટમાં કેવા પ્રકારના અનુભવો થાય છે? થોડાંક ઉદાહરણો:

૧. મારી સાથે થયેલું તેમ (કફ!) એક કંપનીએ મારી બેચમાંથી બે જણાંને પસંદ કર્યા. ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા, પછી મને કહે, આને ૮૦ ટકા, અને તમારે ૫૦ ટકા. આવું કેમ? મેં કહ્યું મારા ૫૦ ટકા વિશે તો હું તમને કહી શકું, પેલા ના ૮૦ ટકાનું તમે તેને જ પૂછો. સ્વાભાવિક રીતે જોબ (એટલે કે – ઈન્ટર્નશીપ) મને ન મળી 😀

૨. પ્લેસમેન્ટમાં જોબ મળ્યા પછી, ઘણી કંપનીઓ તમને બેન્ચ પર બેસાડી રાખે છે – એટલે કે ન જોબ આપે, ન તમને બીજે ક્યાંય જવા દે. બેંગ્લોરની કેટલીક કંપનીઓ આ માટે નામચીન છે.

૩. ઘણાં સ્ટુડન્ટ્સ પ્લેસમેન્ટમાં જાય છે, પણ પછી આગળ ભણવા માટે બહાર જતાં રહે છે. દેખીતું નુકશાન બીજાં લોકોને થાય છે. સરવાળે કોલેજનું નામ ખરાબ થાય છે.

૪. પ્લેસમેન્ટની ગુણવત્તા મોટાભાગે નબળી હોય છે. દરેક કંપનીને એમ કે તેઓ IITમાં ઈન્ટરવ્યુ લઈ રહ્યા છે. બિચારા સ્ટુડન્ટ્સ કેવી રીતે ભણ્યા છે, તે તેમને જ ખબર હોય છે. અહીં નબળીનો અર્થ એ પ્રમાણે લેવો.

શિક્ષણની ગુણવત્તા સુધારવાની જરુર છે – માત્ર પ્લેસમેન્ટ માટે જ નહી, આખા જીવન દરમિયાન પોતે શું ભણ્યા તે યાદ રહે એ માટે. એક સારા નાગરિક બનવા માટે, અને કદાચ એક સારા સમાજના નિર્માણ માટે. કયો કોર્સ એવું શિખવાડે છે કે સારા માણસ બનજો? ગણ્યાં ગાંઠ્યા પ્રોફેસર્સ, શિક્ષકો હોય છે, જે સારી તાલીમ આપે છે. સદ્ભાગ્યે, શાળાનું શિક્ષણ તો સરસ રહ્યું. કોલેજમાં ય થોડાંક પ્રોફેસર્સને બાદ કરતાં સરવાળે હું ફાયદામાં જ રહ્યો.

આવતી વખતે, બીજો હોટ ટોપિક – એડમિશન.

Advertisements

14 thoughts on “શિક્ષણ: પ્લેસમેન્ટ

 1. એક દમ સાચી વાત… પ્લેસમેન્ટના થાય એટલે ડફોળ છે એવું મોટા ભાગના માનતા હોય છે.. પણ પ્લેસમેન્ટમાં જોબ મળે તે બધા હોશિયાર જ હોય એવું નથી, મારા જોવામાં જે અમુક કિસ્સા આવેલા (મારા કોલેજકાળ દરમિયાન) તેમાં ઘણાં ફક્ત બોલ બચ્ચન કરીને જ સિલેક્ટ થયેલા. અને MNC (TCS Infy Wipro વગરે વગેરે) ઓને તો મોટે ભાગે મજૂરો જ જોઈતા હોય છે, એટલે તો core subjects ને બાજુમાં મુકીને apptitude , english જેવી ટેસ્ટ લેતા હોય છે.

  Like

 2. પ્લેસમેન્ટ વિશે તો કોઇ જાત અનુભવ નથી કેમકે સ્કુલટાઇમથી સમજાઇ ગયું હતું કે પપ્પાને ધંધે બેસાડવાની થોડી વધારે ઉતાવળ છે એટલે કૉલેજના બીજા વર્ષથી જ બિઝનેસમાં જોડાઇ ગયા.

  શાળા અને કૉલેજ બન્ને સમય દરમ્યાન થોથાથી બહારનું શિક્ષણ પીરસનારા શિક્ષકો મેળવ્યાનો મને અત્યંત આનંદ છે અને કદાચ તે શિક્ષકોએ મને જે ઘડયો છે તેની છાપ આજે પણ મારા વ્યક્તિત્વમાં છે. પણ ખરેખર દરેક વિદ્યાર્થીઓ એટલા નસીબદાર નથી હોતા.

  Like

 3. અમારે પેટ્રોકેમ માં સીધે સીધું પ્લેસમેન્ટ જેવું જ હતું, જેટલા પાસ થાય એ બધા નોકરી એ.
  ખરી કસોટી નોકરી માં લાગ્યા બાદ..
  મારી સાથે ના થોડાક, ડીગ્રી કરી ને થોડાક ઊંચા આવ્યા…અપડે બંદા ભણવા માં કાચા એટલે બીજો સચોટ રસ્તો પકડ્યો
  જ્ઞાન વધારી ને ડીગ્રી થી ઉપર લઇ ગયા. અમ્પણ ભણતર માં એ જ તો કરવાનું હોય છે ને !!
  આજે ડીગ્રીવાળા કરતા આગળ નીકળ્યા નો આનંદ છે.
  “મારા ૫૦ ટકા વિશે તો હું તમને કહી શકું, પેલા ના ૮૦ ટકાનું તમે તેને જ પૂછો” વાળું સ્ટેટમેન્ટ વાપરવાની જરૂર ના પડી…પ્રૂવ કરી આપ્યું.

  સારો વિષય લીધો છે.

  Like

 4. આપણા સમાજમાં શિક્ષણનું એક માત્ર ધ્યેય છે અર્થોપાર્જન જ માનવામાં આવે છે. બહુ ઓછા શિક્ષણને વ્યક્તિત્વ વિકાસ સાથે જોડતા હોય છે. કેમ્પસ પ્લેસમેન્ટના પ્રશ્નો વોકેશનલ અને પ્રોફેશનલ કોર્સિસ કરનારા માટે હોય છે. પેલા બિચારા બી.એ./બી.કોમ./બી.એસ.સી. કરનારાઓ (મારા જેવા)નું શું? ખરેખર તો ‘થ્રી ઇડિઅટ્સ’ના ફુંગ શુક વાંગડુજીની સલાહ ગાંઠે બાંધવા જેવી છે: “Pursue excellence, and success will follow.” શાળા જીવનમાં ભણાવનારા કરતાં ન ભણાવનારા શિક્ષકોને કારણે હું વધારે શીખ્યો છું અને કૉલેજકાળમાં બે ઉત્તમ અધ્યાપકોએ ઘણું શીખવ્યું પણ સફળતા તો મને મારા વિષય પરની મહેનતથી જ મળી છે.

  Like

 5. fully agree with you. our education system prepares us to get jobs and campus recruitment or placement is cosidered litmus test for both students and the college- of their quality, efficiency and ranking (based on # of students placed). and the rat race continues among students, colleges and universities. need to come out of that mode. and you’ve rightly said how many colleges teach us to be good citizens and human beings? how many teachers are interested in overall growth of students? i think very few. we need an overhauling of the system.

  Like

 6. હમમમમ…. પ્લેસમેન્ટ…? હું તો નસીબદાર છું મારી વખતે કોલેજમાં કોઇ કંપની આવી નહોતી. દર વખતની જેમ કોલેજની પહેલી બેચ. આભાર એ બધીજ કંપનીઓનો જેમણે મને જાતે આગળ વધવાની તક અને પ્રોત્સાહન આપ્યું.

  Like

 7. સરસ મુદ્દો ઉપાડ્યો છે! પ્લેસમેન્ટ થાય અને તેમને ગમતી નોકરી કોલેજ-આંગણે મળે એ તો ગોળ કરતાય ગળ્યું પણ ના મળે તો કશું ખાટું-મોળું નથી થઇ જવાનું. મારા ક્લાસમાં કેમ્પસમાં ૨-૩ ઓફર મેળવેલી અને એકેયમાં ના જોઈન થયા હોય એવા કેસ પણ હતાં. એક મિત્ર તો હજી ત્યારે નવી શરુ થયેલી કંપની – ટીસીએસ, ઈન્ફોસીસ જેવી કંપનીઓની કેમ્પસ ઓફર છતાં – જોઈન કરેલી અને આજે પણ ૧૨ વરસ પછી પણ ત્યાં જ છે. બીજા એક મિત્રે પણ ૩ MNCs ની કેમ્પસ ઓફર્સ ઠુકરાવી અને પોતાના અલગ ગોલ પર કામ કરેલ.
  એક અનુરૂપ નોંધ : અમુક કંપનીઓ apptitude / english વગેરે ટેસ્ટમાં ખુબ સારો સ્કોર આવે તો રીજેક્ટ પણ કરે છે ! કારણ, તેઓ જાણે છે કે આ બળદ ઘાણી બોવ લાંબી નહિ ચલાવે અને જલ્દી ભાગી જશે. એટલીસ્ટ અમારા વખતમાં તો આવું હતું!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.