ભીડ

* આપણો તો એક સોનેરી નિયમ – ભીડથી દૂર રહેવું. ખાસ કરીને, મંદિરોમાં થતી ભીડથી. યાદ નથી કે છેલ્લે હું દર્શન કરવા માટે ખાસ મંદિરમાં ક્યારે ગયો હોઉં. અને, દોડે ગુજરાત, પડે ગુજરાત અને ભાંગે ગુજરાત જેવા ભવનાથના મેળાના સમાચાર પછી તો ના બાબા ના.

વેલ, આ નિયમ તો જૂનો છે. મને યાદ છે કે ૧૯૯૭ની આસપાસ રાજસ્થાન પ્રવાસ દરમિયાન શ્રીનાથજીમાં દર્શન વખતે ભક્તોની ભીડ જોયા (સ્વાભાવિક રીતે દૂરથી જ!) પછી આ જગ્યાને બ્લેકલિસ્ટમાં મૂકી દેવાઈ છે. ભગવાનને તાળાં? સોરી, આ વસ્તુ આપણને જરાય સદતી નથી. તાળાં તો ફાઈન, પણ દર્શન માટેની દોડ – સોરી.

Advertisements

11 thoughts on “ભીડ

 1. એક સૂચન :
  તમારે ભગવાનને તાળાને બદલે મન્દિરને તાળા લખવું જોઈએ. કારણ કે હું માનું છું કે તમે ભગવાનને ઘરે તો ભજતા જ હશો.

  Like

 2. ભીડ અને ભગવાન માટેના આપના વિચારો સાથે ટોટલી એગ્રી.

  આવો નિયમ આપણે પણ બનાવેલો છે… જો કે મારો નિયમ થોડો વિસ્તૃત એટલે તેમાં દિવાળીમાં ફરવા જવાનો, રજાના દિવસે હોટેલમાં ન જવાનો, કાંકરીયા કાર્નિવલ જેવા મોટા જાહેર સમારંભમાં ન જવાનો, મોદી જેવા નેતાની ભાષણ-સભામાં ન જવાનો, તહેવારના દિવસે ખરીદી ન કરવા જેવી નાની-મોટી બાબતોનો સમાવેશ થાય…

  Like

  1. ભાષણોમાં તો હું (અને અમે) જતા જ નથી. ભીડથી દૂર એટલે કાંકરિયા પણ ચાલુ દિવસોમાં અને શોપિંગ પણ એમ જ. રવિવારે સાંજે મોટાભાગે ઘરે જ.

   Like

 3. ભીડ જોઇને તો મારી હિંમત પણ ભાંગી જાય.. જેમ કે બસ ની ભીડ, સરઘસ / ભાસણો ની ભીડ, લગનમાં નાચતા ટોળા એ બધા થી આપડે દુર.
  પણ હા, ભગવાન ને તો યાદ કરું હમેશા 🙂

  શોપિંગ તો રવિવારે જ કરું કેમ કે ત્યારે જ ટાઈમ હોય છે.

  Like

 4. શ્રી.કાર્તિકભાઈ, સોનેરી નિયમ અત્યુત્તમ છે !
  મારા બે પ્રતિભાવ : (ફરી લખવા કરતાં લિંક આપવી સારી)
  * “ભીડ” — આપે વિચાર્યું તો અમને જ્ઞાન લાધ્યું કે કેવો અનેરો શબ્દ છે ! જે પોતે જ પોતાનો વિરોધી શબ્દ છે !…..— http://goo.gl/HYHlD

  * પાક્કા સમાચાર !!
  ૭ મોત અને ૩૩ ઈજાગ્રસ્ત.
  બીજા પાક્કા સમાચાર !!
  આ દૂર્ઘટનાને…… — http://goo.gl/MCSYv

  દોડે ગુજરાત, પડે ગુજરાત અને ભાંગે ગુજરાત પછી ’વિચારે ગુજરાત’ !! આભાર.

  Like

 5. શ્રીનાથજી ગયા પછી તો મેં પણ એ જગ્યા ને દૂર થી જ નમસ્કાર કરવાનું નક્કી કરી લીધું છે…..આવી ભીડો મને પણ ના ગમે …

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s