અપડેટ્સ

* ફરી પાલનપુરની એક ઝડપી મુલાકાત અને સામાજીક પ્રસંગ. પણ, બધાં ભેગા થાય એટલે જલ્સા પડે. કવિન આ વખતે પહેલી વખત અમારાથી બે દિવસ એકલો એના દાદી જોડે રહ્યો. સૌથી મોટી વાત એ કે તેને લોકોને બહુ હેરાન ન કર્યા અને મજા કરી.

* બારકેમ્પ ૪ મિસ થયો. પણ, એના રીપોર્ટ સારા આવ્યા છે. સંચાલકો, વોલિયન્ટર્સને અભિનંદન!

* હજી ફેબ્રુઆરી પત્યો નથી અને ગરમી પડવાની સરસ શરુઆત થઈ છે. ક્યાંક વાંચ્યું છે કે આ વખતે અમદાવાદમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાનું છે! તાપમાન વધવાની સૌપ્રથમ  અસર મારા લેપટોપ પર દેખાય છે. કૂલિંગ પેડ લાવવાનું વસૂલ થશે એમ લાગે છે.

* કિન્ડલનો રીવ્યુ કાલે કે પરમ દિવસે પાક્કો. બહુ આશા ન રાખજો કે રીવ્યુ સારો હોય, કારણ કે કિન્ડલ એ ખાસ US માટેનું ઉપકરણ છે. ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે ફ્રી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા માટે પણ તમારે અમેરિકાનું ક્રેડિટ કાર્ડ જોઈએ. એટલે હવે, તેના પર એન્ડ્રોઈડ નાખ્યા વગર ઉધ્ધાર નથી. અત્યારે અક્ષરનાદના ઈ-પુસ્તકો વંચાઈ રહ્યા છે. તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ડિઅર, ગુજરાતી પ્રકાશકો, જરા જાગશો?

Advertisements

3 thoughts on “અપડેટ્સ

 1. ગુજરાતી પ્રકાશકો પાસે તેમના પ્રકાશિત પુસ્તકોના કોપીરાઈટ્સ અક્ષરનાદ જેવી મફતમાં પુસ્તક વહેંચતી સગવડ માટે માંગીએ છીએ ત્યારે કહે છે, “અમારો પણ એવો જ પ્લાન છે, તમે રહેવા દો…”

  આવા પહેલા જવાબને આજે ત્રણ વર્ષ થયા. એમની પ્રખ્યાત પ્રકાશન સંસ્થાની વેબસાઈટ પણ મરવાને વાંકે જીવે છે… ઓનલાઈન પુસ્તકો વિશે તો કદાચ એ આવતા જન્મે વિચારે તો સારું. એ પોતે ઑનલાઈન પુસ્તકો વેચતા નથી અને વહેંચવા દેતા નથી.

  જો કે એન્ડ્રોઈડ પર યુનિકોડ – ગુજરાતી વાંચવાની સગવડ પૂરતી વિકસે એની જાણકારી શોધાઈ રહી છે. ઑપેરાનું અપગ્રેડ પછીનું મિનિ બ્રાઉઝર એ સગવડ ખોઈ ચૂક્યુ છે.

  Like

  1. આહ ગુજરાતી પ્રકાશકો!! આપણે એક કામ કરી શકીએ, કોપીરાઈટ એક્સપાર્ડ થઈ ગયો હોય એવા પુસ્તકોની યાદી બનાવી તેમના પર કામ કરી તેમની ઈ-બુક્સ બનાવી શકાય? આ કામમાં હું મદદ કરવા સદાય તૈયાર છું. ઈ-મેલ પર વાત કરીએ?

   અત્યારે તો ગુજરાતી પુસ્તકોની PDF મળે એટલે ભયો ભયો.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.