થૂ

.. એટલે કે ‘થૂંકે ગુજરાત’ !

હમણાં ફેસબુક પર કૌશલના વ્હીકલ પર મારેલી પાનની પિચકારીઓના ફોટા જોયા પછી (અને ગુરુકુળથી ડ્રાઈવ-ઈનના રસ્તા પર ચાલ્યા પછી) આ પોસ્ટનો વિચાર જે ક્યારનોય મનમાં હતો તે અમલમાં મૂકવો પડ્યો. ગુજરાતમાં દારુબંધીને મૂકો પડતી અને મસાલા-તમાકુ-ગુટકા-પાનબંધી હોવી જોઈએ. દારુ પીને કોઈ ગંદકી કરતું નથી (વેલ, મને એ સમજાતું નથી કે દારુ પીને લોકો બોક્સ કેમ કચરા-પેટીમાં નાખવાની જગ્યાએ રસ્તા પર નાખે છે? ;)), પણ પાન-મસાલા પોતાની તો ઠીક બીજાંનીય તબિયત અને વસ્તુને નુકશાન કરે છે. લોકોને પાછી સરસ ટેવ. નવી ગાડી, નવો કલર કર્યો હોય તે દિવાલ, ખૂણો કે સીડી પર સરસ મજાની પિચકારી મારી દે. પાન તો અમેય કોઈક વાર ખાઈએ પણ પિચકારી તો ક્યારેય કરવી પડી નથી.

દરેક થૂંકવા વાળાને થૂ સાથે આ પોસ્ટ અર્પણ.

Advertisements

9 thoughts on “થૂ

 1. તમે તો યાર ‘થૂં’ .. એટલે કે ‘થૂંકે ગુજરાત… કરીને થૂંક ના બદલે ગુંદર કાઢ્યો.

  બા.ધ.વે. બ્લોગ ની લીનક ડીલીટ થવા બદલ અભિનંદન…પાર્ટી આપો યાર !

  Like

  1. અરરર.

   પણ, હું તો લિંક રાખીશ જ. બે-બે લિંક મૂકીશ. દરેક પાનાં પર મૂકીશ. અરે, નવો બ્લોગ ખાસ લિંક માટે જ બનાવીશ..

   Like

 2. વેલ ગુજરાત માં સૌથી વધુ અખરતી વસ્તું હોય તો તે આ ગમે ત્યાં થું થું ની આદત
  આખા ગુજરાત માં એક પણ comercial કે residential building ની હોય જ્યાં થું ના હોય!
  અને આવા લોકો ને સલાહ આપવી એટલે વાંદરા ને દારુ પીવાડવો

  Like

 3. તમે કદાચ ખરો દારૂ પીવાતો જોયો નથી એટલે તમને ખબર નથી કે દારૂ પીનારા કેવી ગંદકી કરે છે. આપણે જેની સ્વચ્છતાની મિસાલો આપતા હોઈએ છીએ એવા આ લંડન શહેરમાં આવો તો ખબર પડે કે દારૂથી કેવી ગંદકી થાય.
  અને રહી વાત પાન ખાઈને પિચકારી મારવાની, તો એને માટે તો ભાઈ ૧૨૦-કિમામ-લવલી વાળું પાન ખાવું પડે, એના વગર પિચકારી મારવાની જરૂર જ ના પડે.

  Like

 4. ya u r right.. at least e loko ne marvano adhikar to aapnne hovo joie… aamare rajkot ma pan aa moto trash chhe… navi gadi hoy.. class one type.. ne achanak darvajo khule ne mare lla rang ni pichkare… public wash basin, urinal, corner of wall… are aa loko kya kya thuke aave e navaie chhe….

  Like

 5. આપની છેલ્લી ત્રણ પોસ્ટ ના ટાઈટલ : ઘા , ચા અને થૂ. 🙂
  આ પધ્ધતિ સારી છે. પોસ્ટ વાંચવાનું ચાલુ કરતા પેહલા જ satire નો અંદાજ આવી જાય છે.
  Keep It Up. 🙂

  Like

 6. કાર્તિકભાઇ થું નું એક્ ઉત્તમ્ ઉદાહરણ્ છે આપણી ગુજરાતની એસ્.ટી. બસ્….ક્યારેક મુસાફરી કરો તો બસની પાછલી સીટ્ની પાછળ્ નજર્ મારજો ખબર પડી જશે …..

  Like

 7. સાચી વાત છે કાર્તિકભાઈ. જોકે દારૂ પિનારા પણ ગંદકી તો કરે જ છે, એ લંડનમાં દેખાય છે. પાનની પિચકારીઓ મારીને ભારતીયોએ લંડનમાં કમાયેલી ઇજ્જત વિષે ૩૦ જુલાઈ, ૨૦૧૧ ના રોજ મે એક ફોટો પોસ્ટ કર્યો હતો, તેની લિંક અહીં આપું છું- http://shabareesanchay.blogspot.com/2011/07/blog-post_1298.html

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.