મુલાકાત: પરિમલ ગાર્ડન

* શનિવારે એમ તો પ્લાન કંઈક ઈન્દ્રોડા પાર્ક જવાનો હતો, પણ પછી જાણવા મળ્યું કે વ્હીકલ વગર ત્યાં સુધી શક્ય નથી એટલે પસંદગી પરિમલ ગાર્ડન પર આવી. ઘરેથી થોડો નાસ્તો પેક કરવામાં આવ્યો અને પછી કવિનને લાલચ આપી કે ત્યાં બહુ બધી સ્લાઈડર્સ અને હીંચકા છે એટલે એ આવવા માટે તૈયાર થયો. સદ્ભાગ્યે, ત્યાં બન્ને વસ્તુઓ હતી, નહીતર અમારું શું થાત એ વિચાર આવતા ફફડી જવાય છે 😉 કવિને ત્યાં બહુ ધીંગામસ્તી કાઢી અને મજા કરી. સરસ વાતાવરણ હતું એટલે અમને પણ આરામથી બેસી વાતો કરવાની મજા આવી. લોકોને જોકે હજુયે કચરો ક્યાં નાખવો (સરસ કચરાપેટી સામે જ હોવા છતાં) કે ફૂલ-છોડ ન ઉખેડવા એવી સમજ નથી આવી લાગતી. ત્યાં વડનું ઝાડ જોઈ કવિને વડવાઈ ઉપર લટકવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ બહુ મજા ન આવી. થોડાક મોબાઈલ-ફોટાઓ પિકાસા પર અપલોડ કર્યા છે, બહુ કંઈ સારા નથી.

ત્યાંથી પછી સી.જી.રોડ ની મુલાકાત, કિન્ડલનું કવર વગેરે લેવા માટે અને મ્યુનિ. માર્કેટનો ટેસ્ટ કરવા માટે. હમણાંથી પેટ પર કંટ્રોલ હોવાથી, બહુ ટેસ્ટ ન કર્યો અને ઘરે પાછા આવ્યા. પછી, રાત્રે આરામથી 8 Below નામનું સરસ મુવી દેખ્યું. Recommended મુવી.

Advertisements

6 thoughts on “મુલાકાત: પરિમલ ગાર્ડન

 1. ટાઈમ મળે એટલે ઇન્દ્રોડા પાર્ક જરૂર જજો, કસક છએક વરસનો હતો ત્યારથી એને “ડાયનાસોરની હડ્ડી” માં બહું રસ છે એટલે લગભગ સાતેક વરસ કે એથી પણ પહેલા અમે ગયા હતા.

  બાય ધ વે કચરા પેટી સુંદર હોય તો એને બગાડાય નહિ એમ લોકો માનતા હોયને 😉

  Like

  1. હું અને કોકી ઈન્દ્રોડા પાર્કની વાતો કરતાં હતાં ત્યાં કવિન ડાયનોસોર શબ્દ સાંભળી ગયો અને મને કહે, ત્યાં સાચા ડાયનોસોર હોય? મેં કહ્યું, ના ખાલી હાડકાં હોય. તેનો જવાબ: તો નથી જવું 😉

   Like

 2. એ સારી વાત છે કે અમદાવાદમાં અમુક ગાર્ડનો બનાવ્યા છે જ્યાં વૃધ્ધો અને બાળકો સમય વિતાવી શકે. કોંક્રિટના જંગલો વચ્ચે ગાર્ડન હોવા એ આવકાર્ય છે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s