અપડેટ્સ

* વિકિપીડિઆની હવે પછીની મિટઅપ આવતી ૧૮મી માર્ચે રાખેલ છે. વધુ વિગતો માટે જુઓ: Wikipedia:Meetup પાનું. (અને ત્યાં, તમારી નોંધણી કરાવો)

* ગુજરાતીલેક્સિકોનને છ વર્ષ પૂરા થયાં એ નિમિત્તે આજે ‘ચૌકી ધાની’ માં ડિનર રાખવામાં આવ્યું હતું. મજા આવી. ફરીથી જૂની ટીમ (અને હવે તો લગભગ નવી થઈ ગયેલ) જોડે મુલાકાત એ થોડા વર્ષો પહેલાંના દિવસો યાદ કરાવી દીધા. ચૌકી ધાની રાજસ્થાની જગ્યા છે (જો કે ખરેખરા રાજસ્થાનમાં આ બધું જોવા મળતું નથી એ વાત અલગ છે!). ગુજરાતીલેક્સિકોનમાં જો રાજસ્થાની ડેટાબેઝ ઉમેરવો હોય તો એકદમ સરળ છે. દરેક શબ્દની પાછળ ‘શા’ લગાવી દેવાનો 😉 જમવાનું ઠીક હતું, પણ એ મહત્વની વસ્તુ નહોતી. ઉત્તમકાકા, બળવંતકાકાને વર્ષો પછી મળ્યો. તેઓ હજી એવા જ ફ્રેશ લાગે છે અને અમને થાક લાગી ગયો છે 🙂

ફોટા વગેરે પિકાસા પર ટૂંક સમયમાં.

* બાકી તો, હોળી પછી ઠંડી સારી એવી પડી રહી છે. ધોઈને માળિયે મૂકેલા સ્વેટર વગેરે પાછા ના ઉતારવા પડે તો સારું છે. કવિનને ધુળેટી+આઈસક્રીમ+ઠંડી એ પરચો દેખાડી દીધો છે. દોડવાનું નિયમિત ચાલે છે. અઠવાડિયામાં એક દિવસ (મોટાભાગે શનિ અથવા રવિ) આરામ રાખું છું (અથવા ફરજિયાત આરામ લેવો પડે છે ;)).

Advertisements

2 thoughts on “અપડેટ્સ

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.