ટમી

* એટલે કે (પાપી) પેટ. લાગે છે કે થોડા સમયમાં જ જૂનાં જીન્સ કે નવાં લીધેલાં ફોર્મલ મોટા પડવા લાગશે 😉 થેન્ક્સ ટુ, નિયમિત વોક અને જોગ અને રન કહેવાય તો રન. અત્યાર સુધી કંઈ ડાયેટિંગ કર્યું નથી. જોકે મારી ફોર્મ્યુલા સરળ છે.

નિયમિત દોડવું + નિયમિત ટેન્શન (વત્તા થોડો ગુસ્સો) + નિયમિત જમવાનું = સપાટ પેટ. અજમાવજો, યાદ રાખશો 😉

5 thoughts on “ટમી

  1. દરરોજ વેહલા ઉઠવાનો પ્રયત્નો કરું છું, પરંતુ ઉઠી શકતો નથી.
    નવા “shoes” લઈને આવ્યો તેના ૧૫ દિવસ થાય ગયા.
    આળસ ના કારણે ………………
    દોડવા નથી જાય શકતો.

    તમે ભાગ્યશાળી છો.

    Like

    1. આળસુ નં ૧, એવુ કોઈ મુવી બનાવે તો મુખ્ય અભિનય માટે હું પ્રબળ દાવેદાર ગણાઉં. વહેલા ઉઠવાનો પ્રયત્ન મેં એક વર્ષ કર્યો અને પછી સ્વિકાર્યું કે વહેલા ઉઠવું એ ખરેખર વીરનું કામ છે.

      તો, હું હવે સાંજે ‘દોડવા’ માટે જાઉં છું. તમે પણ સાંજે પ્રયત્ન કરી શકો છો. સાંજે મેળ ના પડે તો મોડી સાંજે પણ ચાલે. ખાલી ધ્યાન રાખજો કે કોઈ પાર્ક, ગાર્ડન કે બગીચામાં ટ્રેક પર દોડવું સારું. રસ્તા પર માત્ર વહેલી સવારે જ પ્રયત્ન કરાય. નહિતર વળી કોઈક લબ્ધિ આવી જાય અને, .. 🙂

      Like

      1. મારી આળસુ પ્રકૃતિ બાબતે મારી મમ્મી દ્વારા મને સંબોધીને કહેવાયેલો એક ડાયલોગ – “જો કોઇ જગ્યાએ આળસુ માટેના એવોર્ડ આપવામાં આવે તો તેમાં તુ સૌથી પહેલો આવી શકે…. પણ.. તુ એટલો આળસુ છે કે એ એવોર્ડ પણ તને ઘરે આપવા આવવો પડે !!”

        Like

Leave a reply to Kartik જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.