અપડેટ્સ – ૩૭

* પ્રતિકે ટ્વિટર પર સજેસ્ટ કર્યું કે હવે અપડેટ્સને નંબર આપો તો સારું. લો ત્યારે. માત્ર “અપડેટ્સ” શિર્ષક ધરાવતી પોસ્ટની સંખ્યા ૩૬ થઈ ગઈ છે (કવિન અપડેટ્સ, ટેક અપડેટ્સ વગેરે અલગ). એક રીતે સારું. પોસ્ટ સ્લગ પણ સરળ રહે.

* કવિનની પરીક્ષાનું ‘ટાઈમ-ટેબલ’ આવી ગયું છે. જોકે મને કે કવિનને કોઈ જ ટેન્શન નથી. આમેય હું ટેન્શન-ફ્રી વ્યક્તિ છું. (જરૂર પૂરતું ટેન્શન કરી લઉઁ છું.).

* દોડવાનું મસ્ત ચાલે છે અને મસ્ત પગ દુખી રહ્યા છે. No pain, no gain – એટલે બહુ વાંધો નથી. હવે પાંચેક કિમી સુધી વાંધો નહી આવે તેવું લાગે છે. વીકએન્ડમાં મોટું સાહસ કરવામાં આવશે તો અપડેટ્સ કરવામાં આવશે. PS: લોકમાન્યતાથી વિપરીત વસ્ત્રાપુર લેકનો એક આંટો 0.64 કિમી થાય છે!

* કિન્ડલ અને ફોન અત્યારે સાઈડમાં પડ્યા છે. વધુ છેડખાનીનો સમય મળ્યો નથી 😦

* આજની કહેવત: અબી બોલા, અબી ફોક.

10 thoughts on “અપડેટ્સ – ૩૭

  1. 5 કિલોમીટર…. બહુ કહેવાય…

    જો કે અમારી સાઈટ પરનો રોજ એક આંટો (ચાલીને) છએક કિલોમીટરનો થાય છે – પણ દોડવાની વાત અલગ છે… મહુવામાં સવારે દોડવા નીકળીએ તો કૂતરાઓ પાછળ દોડે છે એટલે અખતરો એક જ દિવસ ચાલ્યો હતો…

    Like

    1. સાંજે સમય મળે તો સાંજે દોડી શકાય. અથવા, કોઈ પાર્ક-ગાર્ડન-બગીચામાં અખતરો કરવો સારો. પોતાના વિસ્તારમાં જ દોડવું જેથી કૂતરાઓને લાગે છે માણસ જાણીતો છે 🙂

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.