મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

પ્રવાસ: પાવાગઢ

with 2 comments

* ગુરુ-શુક્ર સદંતર આરામ કર્યો. ગળું પેક અને તાવ. વર્ષો પછી તાવનો અનુભવ લીધો.. :)

* ખબર નહી છેલ્લે ક્યારે પાવાગઢ ગયો હતો (કોલેજમાંથી કદાચ?). પણ, પાવાગઢ ક્યારનુંય વિશલિસ્ટમાં હતું. આમેય મહાકાળી માતાજી અમારા કુળદેવી પણ એટલે કવિનને દર્શનનો લાભ આપવાનો જ હતો. એટલે, આગલા દિવસે નક્કી કર્યું કે કાલે પાવાગઢ જઈએ. ગુજરાત એક્સપ્રેસમાં વડોદરા આવ્યા, અને પછી એક જણાંને પૂછ્યું તો ખબર પડીકે બસ સ્ટેન્ડ નિઝામપુરા લઈ ગયા છે (જવાબ મળ્યો: અહીં ઈન્ટરનેશનલ બસ સ્ટેન્ડ બને છે! અને લગાવેલા ફોટા પરથી એવું જ લાગ્યું. હવે એ બને અને લોકો તેને સરખું રાખે ત્યારે ખરું!). કોકીએ કદાચ પહેલી વાર વડોદરા જોયું અને અમદાવાદથી ત્રાસેલા અમે એ વડોદરા રહેવા માટે કેવું એ વિશે એક નાનકડી ચર્ચા પણ કરી. વેલ, અત્યારે તો ખાલી ચર્ચા જ કરી છે! ત્યાંથી હાલોલ, ચાંપાનેર બસ દ્વારા અને ત્યાંથી દબાઈ-દબાઈને ભરેલા જીપડામાં માચી. રોપ-વેમાં જવાનું હતું કારણ કે, ઉપર કવિનને લઈને પગથિયાં ચડવાની મારી હિંમત નહોતી. કવિનને જોકે રોપ-વેમાં બહુ મજા આવી.

રોપ-વે પછી પણ પગથિયાં સારા એવા છે, પણ કવિને કંઈ કકળાટ ન કર્યો એટલે સરળતાથી દર્શન થયા. અને, થોડા સમય પછી નીચે જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું. કવિન અને અમારા વચ્ચે રોજ થાય છે એમ કંઈ લઈ આપવા બાબતે સારું એવી ચર્ચા થઈ. આ રહી સાબિતી ;)

શું લેવું ન લેવું. એક ગહન ચર્ચા..

હોટલ ચાંપાનેર માં જમવાનું ઠીક-ઠીક હતું. કદાચ જમવા માટેનું એ એકમાત્ર સ્થળ છે. ફરી પાછાં જીપડા વડે ચાંપાનેર અને પછી ત્યાંથી સીધી અમદાવાદની બસ મળી નહીતર વડોદરાની મુલાકાતનો વિચાર હતો. પછી ક્યારેક. વડોદરા બસ સ્ટેન્ડ પર બ્લોગ વાચકે ઓળખી કાઢ્યો (હેલો, અમિત રાજન!) અને પછી અમદાવાદ આવતા પહેલા તેની જોડે થોડી ચર્ચા પણ કરી. કવિને અને મેં બપોરની રોજીંદી ઉંઘ બસમાં કાઢી એટલે અમદાવાદ પહોંચ્યા ત્યારે ફ્રેશ હતા. જોકે ઘરે જઈને થાક તો લાગ્યો જ હતો એટલે રાત પડજો વહેલી!

About these ads

2 Responses

Subscribe to comments with RSS.

 1. hi kartikbhai

  કોઈવાર ગાંધીનગર નો પ્રવાસ જરૂર ગોઠવજો…

  amit

  March 19, 2012 at 15:23

  • ચોક્કસ. ગાંધીનગર હવે ગરમી પૂરી થાય પછી :)

   Kartik

   March 19, 2012 at 21:01


આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 2,300 other followers

%d bloggers like this: