દંભ: ગાંધીનું ગુજરાત

* જ્યારે ગુજરાતમાં કંઈ નવા-જૂની થાય ત્યારે બાપુ ગુજરાતના. અને, બાકીના સામાન્ય દિવસોમાં બાપુ આખા વિશ્વના. દંભની પણ એક હદ હોય. ગાંધીજીએ આપેલા બધાં આદર્શોનું પાલન માત્ર ગુજરાતે જ કરવાનું? એમ તો દારુબંધી સિવાય બાપુ બ્રમ્હચર્યમાં માનતા હતા, માંસાહાર, એલોપથી તેમજ બીજી અનેક વસ્તુઓના વિરોધી હતા તો આખા ગુજરાતે નસબંધી કરાવવાની? કે એલોપથીની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવાનો?

અપડેટ: છેલ્લાં વાક્યમાં થોડી ગરબડ સુધારી. થેન્ક્સ ટુ અમર.

6 thoughts on “દંભ: ગાંધીનું ગુજરાત

 1. ભાઈ, આ તો ફુલ નહીને ફુલની પાંખડી. જે સહેલું હોય તે પળાય, એમાં દંભ શેનો? જો કે અમદાવાદમાં માંસાહારી રેસ્ટોરન્ટ પણ સરવાળે ઘણિ ઓછી છે, અને કદાચ એ જ હાલત ગુજરાતના મોટા ભાગના સામાન્ય કક્ષાના શહેરોની છે. મારા એક ઓળખીતાની રેસ્ટોરન્ટ હતી તેઓ જ કહેતા કે અમદાવાદમાં નોન-વેજની પરમિશન જલ્દી ના મળે. એટલે ગુજરાત બાપુને ઇ મુદ્દે પણ વફાદાર રહેવાનો શક્ય એટલો પ્રયત્ન તો કરે જ છે. અને દારૂ આમે નુકસાનકારક, એટલે એ બાબતે તો બાપુને અનુસરવામાં ભલેને દંભ હોય, આપણા માટે સારું જ છે….

  Like

 2. કાર્તિકભઈ, અમો કંઈક ખોંચો કાઢવા જ પહોંચીએ છીએ 🙂
  “એમ તો દારુબંધી સિવાય બાપુ બ્રમ્હચર્ય, માંસાહાર, એલોપથી તેમજ બીજી અનેક વસ્તુઓના વિરોધી હતા” — આમાં કંઈક સુધારવાની જરૂર જણાય છે ?! (સપાટ અર્થ એ થાય છે કે બાપુ દારુબંધી અને બ્રહ્મચર્યનાં વિરોધી હતા 🙂 )

  ચાલો અમો એક એવા મિત્ર છીએ જે આપને ’બહુ જ ધ્યાનપૂર્વક’ વાંચીયે છીએ ! દંભ વિષયે આપની સાથે સહમત. આભાર.

  Like

 3. ૧) હું માનું છું કે જે દારૂ-બંધી નો કાયદો છે એ સારો છે.. એમાં એક જ તકલીફ છે કે કાયદો હોવા છતાં છૂટ થી દારૂ મળે છે અને લોકો પીવે છે.
  ૨) આ દારૂ-બંધી નો કાયદો છે એટલે એનો અમલ તો કરવો જ રહ્યો, ગુજરાત બહાર જાવ મજા જ મજા છે દારૂડિયાઓ ને.. (હા હું એમને દારૂડિયા જ કહીશ, દીવ / આબુ લોકો શાના માટે જાય છે, ફરવા ?????? )
  ૩) શાકાહાર/માંસાહારમાં તો હું એમ કહીશ કે એતો ધર્મ/જાત પ્રમાણે પાળવાનો એક નિયમ છે. મારો એક મિત્ર છે, એ લોકો બિહાર ના બ્રાહ્મણ છે, પણ એ લોકો માંસાહાર કરે છે. એમને ત્યાં બધા લોકો માંસાહાર કરે છે. આ એક જીવનશૈલી છે, એ પાળવી/ના પાળવી એ પોતાની મરજી ની વાત છે. એમાં સરકાર કશું દખલ ના કરી શકે.
  ૪) બ્રહ્ચાર્ય પણ એક ધર્મ માં આપેલી એક જીવનશૈલી છે, એ પાળવી/ના પાળવી એ પોતાની મરજી ની વાત છે. એમાં સરકાર કશું દખલ ના કરી શકે.
  ૫) એલોપેથી સારી/ ખરાબ એ બહુ મોટી ચર્ચાનો વિષય છે, પણ જો મને તાવ આવી જાય તો હું કઈ આયુર્વેદિક ઈલાજ નથી કરવાનો. હું તરત ડોક્ટર જોડે જઈશ દવા લેવા. હા થોડી શરદી/ખાંસી થઇ હોય તો જરૂર એનો ઘરઘથ્થું ઈલાજ કરીશું.

  આ બધું મારું માનવું છે, કોઈને સારું લાગે / ના લાગે તો એમાં હું મારા વિચારો બદલવાનો નથી 🙂

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.