બે ચોંકાવનારા ચિત્રો

* Disclaimer: ના. આ પેલા ધારાસભ્યોની ધૂંધળી ક્લિપ નથી (જેઓ દિ.ભા.ની સાઈટ કે ગુ.સ.ની સહિયર પૂર્તિ ઓનલાઈન જોતા હતા). પણ, આ દ્રશ્યો વીક-એન્ડ પર તમારા મગજ પર ગહેરી અસર કરી શકે છે.

૧. ધારાસભ્યો માટે બસમાં એક સીટ રાખેલી હોય છે. ખાજો સોંગદ, કોઈ દી કોઈ કળમુઆ ધારાસભ્યને એસ.ટી.માં મુસાફરી કરતો દેખવામાં આવ્યો છે? એવું હોય તો આ બ્લોગની તમામ પ્રોપર્ટી એમના નામે કરી દેવામાં આવશે.

૨. અરે વાહ, આ લખાણ કનેક્શન લીધા પહેલા કેમ આપણને કહેવામાં નથી આવતું??

13 thoughts on “બે ચોંકાવનારા ચિત્રો

  1. (1) કાર્તિકભાઈ… એક દમ ઘાતક વસ્તુ શેર કરી છે… આવો વિચાર મને પણ એક વાર આવેલો… હજુ એક વિચાર આવ્યો.. ટ્રેનમાં toilet ની બહાર ધારાસભ્યો વિષે લખી શકાય 😀

    Like

  2. પહેલા ફોટો વિશે તો અનુભવ થયો છે જે કોઈ ને જ થઇ છે.
    એક વાર અમદાવાદ થી જુનાગઢ જવાનું હતું ત્યારે જુનાગઢ ના ધારાસભ્યશ્રી એસ.ટી.માં મુસાફરી કરતા દેખાયા અને કોઈ ને ઉભા કરી ને અને conductor એ તેમને ત્યાં બેસાડ્યા હતા.
    કારણ તો ખબર નહિ એસ.ટી.માં મુસાફરી નું પણ આસરે ૮ – ૯ વર્ષ પહેલા ની વાત છે.

    Like

  3. કાર્તિકભાઈ,
    ઘણા સમયથી આ ‘ધારાસભ્ય’ વાળો જ ફોટો શોધતો હતો, કારણ કે અહીં અમને એક તદ્દન બીજા જ પ્રકારનો ફોટો જોવા મળે છે. તેની વાત ટૂંક સમયમાં જ!

    Like

  4. અત્યારની પરિસ્થિતિ જોતાતો એવું જ લાગે છે કે થોડા જ વર્ષ માં અહીંયા શાંતિથી રહી પણ નહિ શકાય. અહીં તો વાત-વાત માં ખૂન થઈ જેઇ છે.

    Like

  5. જો ઇન્ડિયાના જમાઈ શ્રીમાન રોબર્ટ વાઢેરાને કશું પણ કાર્ય વગર કે કોઈ ચુંટણી માં ચૂંટાયા વગર જો Toll -Tax માં થી માફી આપવામાં આવતી હોય કે એમનું airport પર screening પણ ના કરવા માં આવતું હોય તો આપડે જ ચૂંટેલા ધારાસભ્ય ને S.T. માં reserve સીટ કેમ ના આપવી જોઈએ ?

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.