અપડેટ્સ – ૩૮

* કવિને એક સ્લાઈડરને ઘાયલ કરી છે. સ્લાઈડર હજી ત્યાં જ છે.

* કવિન આજ-કાલ પરીક્ષાની તૈયારી કરે છે. થોડા દિવસ પહેલાં અચાનક ઉંઘમાં બોલ્યો ‘grapes are sour’ અને સૂઈ ગયો😉 જીવનમાં ગોખવાની શરુઆત જુનિયર કે.જી.થી થાય એનાથી દુખદાયક વસ્તુ શું? યાદ રાખવું અને ગોખવું – આ બે વસ્તુ વચ્ચેની પાતળી ભેદરેખા સમજાય ત્યાં સુધી આપણે ગોખણપટ્ટી તરફ વળી જઈએ છીએ. જોકે આ ગોખણપટ્ટી મને ક્યારેય સદી નહી. જે વસ્તુ ન સમજાઈ તે કદી યાદ ન રાખી અને છેવટે પરિણામ ભોગવ્યા એ વાત અલગ છે (પણ, અફસોસ નથી)🙂

* ગરમી. ઓહ. ગરમી. ગરમીને કારણે હવે સાંજે દોડવું કષ્ટદાયક લાગે છે. સવારે ઉઠવાનો વિચાર આવતા ફફડી જવાય છે. આવતી કાલે ફરી પ્રયત્ન કરવામાં આવશે. જોકે ગરમીમાં દોડવાની પ્રેક્ટિસ લાંબે ગાળે લાભદાયક છે એવું લાગે છે.

* એકાદ-બે દાંતમાં સર્જરી જેવી ઘટનાઓ બનવાની છે. કોલ્ડડ્રીંક, ચોકલેટ ખાસ્સા સમયથી બંધ કર્યા (લગભગ!) છતાં, જૂનો સડો વત્તા આળસે પરિણામ બતાવ્યું છે. પણ, જે થવાનું હતું તે થઈ ગયું છે.

અને તેમ છતાંય, જીવનમાં શાંતિ છે. નો સીલી ક્વેશ્ચન્સ પ્લીઝ.😉

4 thoughts on “અપડેટ્સ – ૩૮

  1. દાંતની સર્જરી અંગે-> પાન-મસાલા તમાકુ? (આને સીલી ક્વેશ્ચન કહેવાય? (<- આને સીલી ક્વેશ્ચન કહેવાય?( <- આને સીલી…

    Like

  2. “યાદ રાખવું અને ગોખવું – આ બે વસ્તુ વચ્ચેની પાતળી ભેદરેખા સમજાય ત્યાં સુધી આપણે ગોખણપટ્ટી તરફ વળી જઈએ છીએ.” – નિર્ભેળ સત્ય!

    Like

  3. યાદશક્તિ નબળી હોવાની કમી ને, બુદ્ધિ તેજ કરવાની કવાયત વડે પૂરી કરીને એક કદમ આગે રહ્યો છું પણ, ગોખણ-પટ્ટી ને રવાડે ના ચડ્યો તે સારું જ થયું. થોડા માર્ક ઓછા આવ્યા પણ – જ્ઞાન વધુ આવ્યું એ મોટો ફાયદો થયો.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s