ગેસ્ટ પોસ્ટ: રૂડું કાઠિયાવાડ

* આજના ગેસ્ટ છે, શ્રીમતી કોકીલા મિસ્ત્રી. કાને સાંભળેલું વર્ણન.

કવિનના મિત્રની બર્થ ડે પાર્ટી વસ્ત્રાપુર લેકની સામે આવેલા ‘રુડું કાઠિયાવાડ’ નામની રેસ્ટોરાંમાં રાખેલી હતી. કાર્તિક વસ્ત્રાપુર લેકમાં તેના સાંજનું દોડવાનું પૂરું કરે ત્યારે અમે ત્યાં મળવાનું નક્કી કરેલું હતું. હું ત્યાંથી નીકળી ત્યારે બર્થ ડે પરિવાર તો હજી તૈયાર થતો હતો, છતાંય સમયસર પહોંચવાની મુંબઈની ટેવ એમ કંઈ જાય? અમે પહોંચ્યા તળાવ અને ત્યાં કવિને ‘બબલ્સ’ લઈને ટાઈમપાસ કર્યો. અડધા તળાવનો આંટો મારી પાર્ટી પ્લેસ પર પહોંચ્યા (હું અને કવિન. કાર્તિક અમને લિફ્ટ સુધી મૂકી ઘરે પાછો આવ્યો (પછી ખબર પડી કે તે ત્યાંથી આઈસક્રીમ ખાવા ગયો હતો..))

કેટલાંક નિરિક્ષણો:

૧. હોટલની ફર્શ ઉબડખાબડ અને તૂટેલી હતી. ટાઈલ્સના ઠેકાણાં નહી. બિચારા છોકરાંઓને બે-ત્રણ વાર પડી જતાં જોયાં.
૨. કાઠિયાવાડ હોય ત્યાં તમને માખણની ના પાડે? એક જણાંએ એક્સ્ટ્રા માખણ માંગ્યું તો ફટ દઈને ના પાડી દેવામાં આવી.
૩. અત્યંત ગરમી અને તદ્ન ઝાંખી લાઈટ્સ એરેન્જમેન્ટ્સ.
૪. કેક કાપ્યા પછી હોટલનો સ્ટાફ સામાન્ય રીતે કેક ડિસ્ટ્રીબ્યુટ કરે છે એની જગ્યાએ કેક ત્યાં જ પડી રહી અને છોકરાઓએ કાગારોળ મચાવી. કેટલાંકે તેમાં આંગળીઓ અડાવીને ઉપરની ચોકલેટ ચીપ્સ ઝાપટી લીધી.
૫. છોકરાંઓને સિસોટી કે પીપૂડાં ન આપવા. હજી સુધી કાનમાં તેના અવાજો સંભળાય છે.

આજ પછી કોઈપણ દેશી હોટલ્સમાં જતા પહેલાં વિચારવામાં આવશે. કાર્તિકને પણ રજવાડું, વિશાલા કે ચોકી ધાનીના અનુભવ સારા નથી. વિલેજ પણ બકવાસ છે. એના કરતાં ઘરનાં બાજરી રોટલા જેવા બને તેવા ખાવા સારા.

🙂

Advertisements

11 thoughts on “ગેસ્ટ પોસ્ટ: રૂડું કાઠિયાવાડ

 1. “એના કરતાં ઘરનાં બાજરી રોટલા જેવા બને તેવા ખાવા સારા.” – હવે સાચવજો.

  આ પોસ્ટ પછી પેલી રેસ્ટોરાંને નવું નામ આપી શકાય.. “ભુંડું કાઠીયાવાડ”
  (આ નામને માત્ર તે રેસ્ટોરાં પુરતું સિમિત ગણવું.)

  Like

  1. પોસ્ટનું આવું નામ આપવાની ઈચ્છા હતી, પણ, એક અમથી રેસ્ટોરાંના નામે સમગ્ર કાઠિયાવાડનું અપમાન ના કરાય. હું ચોક્કસ છું કે આ રેસ્ટોરાં કોઈ અમદાવાદીની જ હશે 😉

   Like

   1. ઓરીજનલ કાઠીયાવાડી ખાવા માટે તમારે કાઠીયાવાડ ના કોઈ ગામડે આવવું પડે. બે કારણે હોટલમાં સારો સ્વાદ નથી આવતો એક તો ત્યાં ચુલાનો અભાવ હોય છે અને બીજુ ઇન્સ્ટંન બનાવા માટે થોડા શોર્ટ કટ યુઝ થાય છે.

    Like

 2. આવી કહેવાતી કાઠીયાવાડી હોટેલ કાથીયાવાદ નું નામ બગાડે છે.
  સમગ્ર કાઠીયાવાડી માં ક્યાય આવું ખાવાનું નહિ મળે.
  હું પણ એક કાઠીયાવાડી જ છું એટલે મારી થી વધારે કોને ખબર હોય?

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.