શિક્ષણ: એડમિશન

* શિક્ષણ સીરીઝનો બીજો હપ્તો. એડમિશન.

હ્રદયના ધબકારા વધારી દે, રાત્રે ઊંઘ ન આવે, વારંવાર દુ:સ્વપ્નો આવે – કારણ? બાળકનું સ્કૂલમાં એડમિશન. અમદાવાદમાં (કે પછી બીજા કોઈ પણ શહેરમાં) અત્યારે એવી પરિસ્થિતિ છે કે કહેવાતી સારી સ્કૂલમાં એડમિશન એટલે મા-બાપની હાલત ખરાબ. બધાં બહુ બૂમો પાડતા હતા કે કવિનને હજી એડમિશન નથી લીધું? શરુઆતમાં મેં મારી ટેવ પ્રમાણે આ પ્રશ્નને અવગણ્યો પણ પછી ખબર પડી કે આ એડમિશન એટલે નવા જમાનાંની નવી બિમારી છે (માનસિક). છેવટે, એડમિશન લીધું એટલે બધાં પૂછે – CBSE માં લીધું કે ગુજરાત બોર્ડમાં? વાઉ. બીજી એક બિમારી આવી છે – લોકો એમ સમજે છે કે ICSE એ ઈન્ટરનેશનલ બોર્ડ છે અને આવી માનસિકતાનો મસ્ત લાભ ફૂટી નીકળેલી ઈન્ટરનેશનલ સ્કૂલ્સ ઉઠાવે છે. મેં જોયું છે કે જોશમાં ને જોશમાં લોકો એડમિશન લે છે, પછી ભણતરના ભારથી નમી પડેલા બાળકને જોઈ છેલ્લી ઘડીએ બોર્ડ બદલવું પડે છે.

કવિન જ્યારે કોલેજમાં આવશે ત્યારે ખબર નહી કેવી હાલત હશે. પણ, એક વાત નક્કી છે કે એને જે કરવું હોય તે કરે, અમારી એક જ ઈચ્છા રહેશે, જે કરે તે મનથી કરે, દિલથી કરે અને ભલે સફળતા ન મળે, આપણે કંઈક નવું કરીએ, પડીએ અને શીખીએ અને બે-ચાર લોકોને મદદરુપ કોઈ પણ રીતે થઈએ – જીવનનો આનંદ એમાં જ છે.

અસ્તુ.

PS: કવિનને કાલથી પરીક્ષાઓ છે. કવિનને સ્કૂલમાં કેવું ભણાવવામાં આવે છે? કવિનની નોટબૂકમાં ટીચરે નોંધ લખી, ‘Don’t write’. કારણ? કવિનને ડિક્ટેશનમાં શબ્દો લખ્યા નહોતા. હવે, અમારે આને શું સમજવાનું? ટીચર, M.A. (English) છે. મુઆઆઆઆઆ…

Advertisements

15 thoughts on “શિક્ષણ: એડમિશન

 1. કાર્તિકભાઇ,
  મારો વિચાર છે કે છોકરા માટે એટલા રૂપિયા કમાઇને મૂકી રાખવા કે એ ભણે કે ના ભણે એની ચિંતા આપણને ના રહે. એને ભણવા માટે પ્રોત્સાહન તો આપવું જ રહ્યું પણ જો ના ભણી શકતો હોય તો એને કંઇ મારી ના નંખાય. એને જે બાબતમાં રસ હોય (અને કાયદાકીય દ્ર્ષ્ટિએ યોગ્ય હોય :)) તો એના શોખને પ્રોત્સાહન જરૂરથી આપવું. તમે જે જીવનના આનંદની વાત કરો છો એ આનંદ ત્યારે જ લઇ શકાશે જ્યારે ગજવામાં રૂપિયાની થોડી રાહત હશે.

  સ્કુલની પસંદગી કરતી વખતે ભણતરની સાથે સાથે ત્યાં થતી ઇત્તર પ્રવૃત્તિઓને પણ ધ્યાનમાં રાખવી જોઇએ.

  Like

  1. ના. છોકરાઓ માટે પૈસા મૂકી જવું એટલે એ શીખે જ નહી કે પૈસાની કિંમત શું છે. મૂકી જવાના પણ, માપ માં. બાકી, તમને શું લાગે છે? પૂરઝડપે બાઈક કે કાર કોણ ચલાવે છે? જેઓ પોતાના પૈસે તે ખરીદી ન હોય તેઓ જ.

   Like

     1. *લોર્ડ બાયરનની સૌંદર્ય વિશેની કવિતાઓ હજી શ્રેષ્ઠ કવિતાઓમાંની એક ગણાય છે. તેઓ સૌંદર્યને સમજી શકતા હતાં કારણ કે તેમની પોતાની પાસે તે નહોતું. (તેમને ખૂંધ હતી.) જ્યારે જે ન હોય, ત્યારે તેની વેલ્યુ માણસને વધારે સમજાય છે. માટે આ બાબતમાં હું કાર્તિકભાઈ સાથે સહમત છું.
      *ICSE વિશે હું એમ માનતો હતો કે એ બોર્ડના ક્રેડેન્શિઅલ્સ વિદેશમાં ઉચ્ચ અભ્યાસના એડમિશન માટે માન્ય ગણવામાં આવે છે. એ બાબતે વધાએ પ્રકાશ પાડશો, તો ગમશે.
      *આપણે ત્યાં અભ્યાસની સાથે જે સામાજિક અને પારિવારીક દબાણ હોય છે, તે ખોટું છે. પોથીમાંના રીંગણાથી કદી પેટ નથી ભરાતું એ આપણે યાદ રાખવાની જરૂર છે.

      Like

     2. અઘરું કામ છે પણ પ્રયત્ન જરૂર કરી શકાય. અંબાણીબંધુ ઉદાહરણ તરીકે લઇ શકાય આ સંદર્ભે. બન્ને ભાઇઓએ બાપના સામ્રાજ્યને આગળ તો વધાર્યું છે. (સારું, ખોટું, ઝઘડા એ બધું નજરઅંદાજ કરો તો)…. તમે એક મજબૂત પાયો ભવિષ્યની પેઢી માટે મૂકી આપો અને પછી આવનારી પેઢીને એના પર આલીશાન ઇમારત ઉભી કરવાનું ઇજન પૂરું પાડો એ પરફેક્ટ કહેવાય.

      આ સંદર્ભે મને એક બુક યાદ આવે છે. “Rich Dad, Poor Dad’. તમે લગભગ વાંચી જ હશે અને ના વાંચી હોય તો વાંચજો.

      Like

 2. “પણ, એક વાત નક્કી છે કે એને જે કરવું હોય તે કરે, અમારી એક જ ઈચ્છા રહેશે, જે કરે તે મનથી કરે, દિલથી કરે અને ભલે સફળતા ન મળે, આપણે કંઈક નવું કરીએ, પડીએ અને શીખીએ અને બે-ચાર લોકોને મદદરુપ કોઈ પણ રીતે થઈએ – જીવનનો આનંદ એમાં જ છે.” bravo…go ahead

  Like

 3. એડમીશન ની સાથે જ સારી સ્કુલ ની સારી એવી ફી (જુદા જુદા પ્રકારની) ભરવા માટે બજેટ માં જોગવાઈ કરવી (જે દર વર્ષે કુદકે ને ભૂસકે વધી રહી છે.). ભાર ભરેલું ભણતર આપવું … ખરેખર મિશન એડમીશન એ ખુબ અઘરી( અને ક્યારેક ત્રાસદાયક) વસ્તુ છે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.