એક વધુ કાંકરિયા મુલાકાત

* શનિવારે ઓફિસનું ઈમરજન્સી કામ આવી પડેલું એટલે ઘરે બેસી રહ્યા (અને, છતાંય ૫ કિ.મી. દોડ્યો એ વાત અલગ છે!). રવિવારે નક્કી કરેલું કે સાંજે સિનેપોલીસમાં હેરી પોટર ૭.૨ જોવા જઈશું. જેમ-તેમ કરીને કોકીને મનાવી પણ, ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે હેરી પોટરની જગ્યાએ ટ્રાન્સફોર્મર મુવી છે. સિનેપોલીસ વાળા ભૂતકાળના અનુભવોમાંથી કંઈ ખાસ શીખ્યા લાગતા નથી. કોઈ ફેરફારની સુચના નહી. ટિકિટબારી આગળ અને છેલ્લા અઠવાડિયાથી ન્યૂઝ-પેપર્સમાં પણ હેરી પોટરની જ જાહેરાત આવતી હતી. વેલ, અમારા તો રુપિયા બચ્યા. પણ, પછી હાઈપરસીટીમાં કવિનને લઈને ગયો એટલે.. કુલ સરવાળો લગભગ સરખો જ આવવાનો હતો 😉

બપોરે ઘોર્યા પછી અચાનક વિચાર આવ્યો કે ચાલો કાંકરિયા જઈએ. છેક પોણા છએ નીકળ્યા. તો કેવું રહ્યું, કાંકરિયા?

૧. રવિવારે ના જવાય. પુષ્કળ વસ્તી.

૨. બલૂન આગળ ડેઝર્ટ સફારી અને સ્પિડ બોટ્સ નવું આકર્ષણ. બન્નેમાં કવિનના લીધે બેસવા ન મળ્યું. નેકસ્ટ ટાઈમ! બલૂનમાં બે કલાકનું વેઈટિંગ હતું, એટલે પ્લાન પડતો મૂક્યો. ટ્રેનમાં બેઠા. મજા આવી.

૩. લોકો એક ડિશ અનલિમિટેડ મંગાવી પૂછે કે એક ડિશમાંથી બે જણાં ખાઈ શકે. પાછાં, હાથ વડે સલાડ લે, ટેસ્ટ કરવા માટે 😉

૪. પાછા આવતાં, રીક્ષા વાળાએ મીટર કરતાં ૨૦ રુપિયા વધારે માંગ્યા. કારણ? અહીંથી પાછા ખાલી જવું પડે. હરી ઓમ. મેં કહ્યું, મારે શું? અહીંયા જ સૂઈ જા. સવારી મળે એટલે જજે. અથવા, રીક્ષા ઉપર બોર્ડ મારી રાખ કે સવારી નહી મળે તો ૨૦ રુપિયા વધુ લઈશ.

મજા આવી. પણ, થોડા વહેલા ગયા હોત તો વધુ મજા આવત. ફોટા વગેરે આજ-કાલમાં અપલોડ કરવામાં આવશે.

Advertisements

5 thoughts on “એક વધુ કાંકરિયા મુલાકાત

    1. એકદમ સરળ છે. મોટાભાગે તમારો પ્રશ્ન ગુજરાતીમાં કઈ રીતે લખવું તે હશે. બરોબર? તમે ગુગલ ટ્રાન્સલિટરેશન કે પછી વિન્ડોઝ વાપરતા હોવ તો, તેનું કી-બોર્ડ (ફોનેટિક) વાપરી લખી શકો છો. આ જુઓ: ૧. http://dhavalshah.com/Webhome/Write_in_Gujarati.html અને ૨. http://www.google.com/transliterate/gujarati

      Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s