અપડેટ્સ – ૪૦

* આવતા શનિવારે ૧૦ કિ.મી. ની ADR દ્વારા આયોજીત મિડનાઈટ રેસ છે. વધુ વિગતો ડેઈલીમાઈલ.કોમ અને ફેસબુક ઈવેન્ટ પાનાંઓ પર. બધાંને આમંત્રણ છે. એટલે, હવે આ અઠવાડિયું ભારે મહેનત કરવામાં આવશે. રાત્રે મોડા દોડવાનો નવો અનુભવ થશે.

* કેરીની મજા લેવામાં આવી. ઓકે સુધારીને આ રીતે વાંચવું: અત્યંત મોંઘી કેરીની મજા લેવામાં આવી🙂

* કવિનની આજે છેલ્લી ‘પરીક્ષા’ હતી. જનરલ અવેરનેસ. અમારી વખતમાં પાંચમાં કે છઠ્ઠામાં એક એકસ્ટ્રા વિષય તરીકે જી.કે એટલે કે જનરલ નોલેજ નામનો વિષય રાખવામાં આવતો, જેમાં મોટાભાગે સામાન્ય જ્ઞાનનાં કોઈ પુસ્તકમાંથી બેઠું ઉઠાવવામાં આવતું. છેક નવમાં સુધી આ ચાલ્યું. પણ, જી.કે.માં આપણે હોંશિયાર  એટલે મજા પડતી. દુર્ભાગ્યે આ વિષયને કુલ ગુણમાં ગણવામાં ન આવતાં. એવું જ કોમ્પ્યુટરનું હતું. ત્રણ વર્ષ અમે BASIC પ્રોગ્રામિંગ શીખી-શીખીને કંટાળી ગયા હતા. ૩૨ કેબી અને ૬૪૦ કેબી મેમરી ધરાવતા હાર્ડ ડિસ્ક વગરનાં એ કોમ્પ્યુટર્સ શું ભવ્ય લાગતા હતા🙂

* ચશ્માંના નંબર ચેક કરાવવાનો સમય થઈ ગયો લાગે છે. આ વસ્તુ એવી છે કે કેટલાય સમયથી રહી જાય છે.

3 thoughts on “અપડેટ્સ – ૪૦

  1. મોડી રાતે ૧૨ થી ૫ ની વચ્ચે બહાર નીકળવાનું અને દોડવાનું ટાળવું… એક-બે વાર ગલી મુહલ્લાના શ્વાન ભાઈઓનો ખરાબ પરિચય થયો છે😉

    Like

    1. શ્વાન તો પેસ વધારવાનું એક સાધન માત્ર છે🙂 ઘણાં બધાં લોકો હશે એટલે એ લોકોય ભાગી જશે!

      Like

  2. ચશ્માંના નંબર ચેક કરાવવાનો સમય થઈ ગયો લાગે છે. આ વસ્તુ એવી છે કે કેટલાય સમયથી રહી જાય છે. —- Pending item from my end also😛

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s