અપડેટ્સ – ૪૨

* લોંગ પેન્ડિંગ કામ પૂરા કરવાનું અઠવાડિયું – નવા ચશ્મા (આનંદની વાત, નંબર ઓછાં થયાં!!), પાન સિંગ તોમર, બેટર હાફ (સીડી), અને સ્ટિવ જોબ્સની ઓફિશિઅલ બાયોગ્રાફી. જોકે એક-બે ચેપ્ટર પરથી મને ભાષાંતરમાં મજા ના આવી. પૂરી વાંચ્યા પછી, એક રીવ્યુ પોસ્ટ પાક્કી.

* જ્યારે પણ વેકેશનનો મૂડ હોય ત્યારે જ ભયંકર કામ આવી પડે છે – આવું કેમ? 😉

* હવે દરરોજ અડધો કલાક, ફરજિયાત વાંચન અને, અડધો કલાક કંઈક નવું શીખવામાં ગાળવો એમ નક્કી કર્યું છે, જોઈએ છીએ ક્યાં સુધી ચાલે છે, આ વસ્તુઓ. એમાંથી પહેલો અડધો કલાક કોમ્પ્યુટર બંધ રાખવાનું પણ નક્કી કર્યું છે, જે મુશ્કેલી ભર્યું છે. બાકી અત્યારે coursera.org ના cs101 ક્લાસ પણ ચાલુ કર્યા છે. જો તમને રસ હોય તો સ્ટેનફોર્ડ અને બીજી યુનિવર્સિટીઓ ઓનલાઈન કોર્સ ચલાવે છે. (સર્ટિફિકેટ વગેરે મળશે નહી, એટલે શીખવાની ઈચ્છા હોય તો જ જોડાવું. બાકી એસાઈન્મેન્ટ, ક્લાસવર્ક બધું નિયમિત કોલેજ જેવું જ!).

* વિકિએકેડમી સફળતાપૂર્વક સંપન્ન થઈ. વધુ વિગતો માટે, દિવ્ય ભાસ્કરનો આ લેખ જોવો. જોકે લેખ લખનારે લોચા તો માર્યા જ છે.

* કવિનની સાયકલના સાઈડ ટાયર્સ કાઢી નાખવામાં આવ્યા છે, કારણ કે એને હવે ટુ-વ્હીલર્સની સાયકલની જીદ પકડી છે. હવે દરરોજ મારે તેની પાછળ દોડવાનું પાક્કું (પેલું દોડવાનું તો એકસ્ટ્રા ગણાશે ;))

9 thoughts on “અપડેટ્સ – ૪૨

      1. Biji maza ni virtual college Saylor.org pan khari…..aa loko e Khan Academy(open source !) vala o jode collobrotation ma fully USA college style course develope karya chhe….Atyare hu pan Molecular Biology Bhanava no anand lai rahyo chhu summer breaks ma….

        Like

  1. વાહ, કાર્તિક મિસ્ત્રીના નવા ચશ્મા !! (નોંધ – ‘ઉલ્ટા ચશ્મા’ની સ્ટાઇલમાં ટ્યુન સાથે વાંચવું)
    મને નંબર છે તેને ચાર વર્ષ થયા પણ ચશ્માને મારી સાથે (અને મને ચશ્મા સાથે) બનતું ન હોવાથી અમારી વચ્ચે લગભગ છુટાછેટા રહ્યા છે છતાંયે થોડા સમય પહેલા ચેક કરાવ્યું ત્યારે જાણીને નવાઇ લાગી હતી કે મારા નંબર ઓછા થયા છે. તમે જે શરૂ કરવાનું નક્કી કર્યું છે તે બધું નક્કી કર્યા મુજબ આગળ વધારવામાં સફળ બનો એવી આશા.

    અને છેલ્લે….લાઇફ એક રૅસ હૈ.. શીખતા રહો.. અનુભવતા રહો.. વિકસતા રહો.. દોડતા રહો…… દોડતા રહો… દોડતા રહો..

    Like

    1. મારા નંબર પાછળની સ્ટોરી કંઈક આવી છે. કોલેજમાં આવ્યો ત્યાં સુધી ચશ્મા નહોતા, પછી બીજા વર્ષમાં આવ્યા પછી દૂરથી આવતી કોલેજ ગર્લ્સ ઝાંખી દેખાતી હતી. ચેક કરાવ્યું, તો નંબર નીકળ્યા 😦

      Like

  2. કાર્તિકભાઈ, મને પણ સ્ટિવ જોબ્સની ઓફિશિઅલ બાયોગ્રાફીની ગુજરાતી આવૃત્તિ વાંચવાની ઈચ્છા છે, હું તમારા રીવ્યુની રાહ જોવ છું.. 🙂

    Like

    1. આવતા અઠવાડિયે ચોક્કસ. એમ તો રીવ્યુ લખવાનો હતો પણ વેકેશનમાં એ પુસ્તક જોડે લાવવાનું ભૂલી ગયો..

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.