ફિલમ: પાનસિંહ તોમાર

* એમ તો આ રીવ્યુ આઉટ ડેટેડ કહેવાય, પણ શું થાય? થિએટરમાં આ મુવી જોવાનું રહી ગયું, સીડી-ડીવીડી આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું, કારણ કે સીડી-ડીવીડી માત્ર સારા મુવીની જ ખરીદાય, મારા મતે, સારા મુવીના સીડી-ડીવીડી ‘ખરીદવા’ જ જોઈએ. (વેલ, મુવી ઈન્ડસ્ટ્રીઝ ત્રણ-ચાર મહિના સુધી એ બહાર ન પાડે, તો એમનો વાંક જ કહેવાય એ વાત અલગ છે.)

ઓકે. એકંદરે આ મુવી મને (અને અમને) ગમ્યું. ઈરફાન ખાનના સંવાદો બોલવાની સ્ટાઈલના કારણે મજા આવી, સાથે-સાથ હોમ થિએટરમાં સીડીની ક્વોલિટીના કારણે અવાજનો પ્રોબ્લેમ હતો એટલે તેમાં મજા ન આવી. પાનસિંહ જ્યારે ટોકિયો જાય છે ત્યારનો સંવાદ હજીયે લાગુ પડે છે. એથ્લેટ્સને પૂરતી સગવડ મળતી નથી, અને આપણે અપેક્ષા રાખીએ કે ઓલ્મપિકમાં આપણે ગોલ્ડ મેડલ જીતીએ! આ વાત પરથી એક વાત યાદ આવી કે રનિંગ કે એવી એનર્જી ખેંચી કાઢતી (અને જેમાં પ્રસિધ્ધિ કે પૈસા ઓછા મળે એવી) રમતોની હાલત કેવી છે. હું મુંબઇ હતો ત્યારે સ્પોર્ટસની એક દુકાનમાં રનિંગ બેલ્ટ (જેમાં પાણીની બોટલ, મોબાઈલ વગેરે રાખી શકાય) લેવા ગયો, તો તેણે મને કમરનો દુખાવો હોય ત્યારે પહેરવાનો બેલ્ટ બતાવ્યો! કપાળ કૂટ્યા વગર રહેવાય?

મુવીનો અંત જોકે અમને ન ગમ્યો. પાનસિંહ રનિંગ-સ્પોર્ટ્સમાં પાછો ફર્યો હોત તો, મજા આવત, પણ સત્ય હજીયે કડવું છે.

Advertisements

5 thoughts on “ફિલમ: પાનસિંહ તોમાર

  1. મે ત્રણ દિવસ પહેલા જોઇ. મને પણ ગમી. વાસ્તવિક ઘટના આધારિત ફિલ્મમાં કોઈ નકામા સંવાદ કે ફાલતુ ચીજને ન સમાવીને ડાયરેક્ટર અને સંવાદ લેખકે આ ફિલ્મની વેલ્યુ ઘણી વધારી દીધી છે.

    Like

  2. આ વખતે લોકો બહુ મંડયા છે કે લંડન ઓલોમ્પિકમાં મેડલ નહીં પણ મેડલો ભારતને મળશે. મને આ વાત બહુ મહત્ત્વકાંક્ષી લાગે છે. આપણા દેશમાં જ્યાં ક્રિકેટ સિવાયની બાકી રમતો માટે કોઇ સુવિધા જ ના હોય એવા વાતાવરણમાં મેડલોની આશા કંઇ રીતે રાખવી?
    ખેલ અધિકારીઓ લંડન ફરીને આવશે અને ખેલાડીઓ બિચારા બનીને પાછા આવશે…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s