પ્રિન્ટ આઉટ

* આજ-કાલ હવે પ્રિન્ટ આઉટ કે ઝેરોક્ષ કોપી જેવી વસ્તુઓ મારા માટે (અને કદાચ સરકારી કે ઓફિસો જોડે પનારો ન પાડતાં લોકો માટે પણ) રેર અર્થ મેટલ જેવાં બની ગયા છે. તેમ છતાંય, રેલ્વે કે એર મુસાફરી માટે ટિકિટની પ્રિન્ટ આઉટ કરાવવી પડે છે (એમાંય હવે તો મોબાઈલ પર ચાલે છે). ગઈકાલે પ્રિન્ટ આઉટ કરાવવા ગયો તો, પહેલાં તો કોમ્પ્યુટર ઓપરેટર મને બીઝી લાગ્યો, ડોકિયું કરીને દેખ્યું તો ભાઈ ફેસબુકમાં ચેટિંગ પર બીઝી હતા. મને એમ કે બહુ બીઝી છે, તો થોડીવાર રાહ જોઈએ, પણ તેઓ તો અત્યંત બીઝી લાગ્યા એટલે જરા જોરથી કહેવું પડ્યું ત્યારે જરા સળવળાટ થતો દેખાયો. મારી ટિકિટ PDF ફોરમેટમાં હતી (જે તદ્ન સ્વાભાવિક છે). પેલા ભાઈએ પેનાં પર ડબલ ક્લિક કર્યું તો ફોટોશોપ ખૂલ્યું. ઓહોહોહો. મેં કહ્યું PDF Reader નથી? એ કહે કે “છેલ્લાં અઠવાડિયાંથી તે ચાલતું નથી”. ગુડ. કીપ ઈટ અપ. ફોટોશોપમાં ત્રણ પાનાં પ્રિન્ટ કરવા માટે ત્રણ વખત PDF ખોલીને પ્રિન્ટ આઉટ આપી. હું તો ધન્ય થઈ ગયો અને ખુશ થઈને ઘરે આવ્યો.

કહેવાની જરુર છે કે એના કોમ્પ્યુટરમાં ઢગલાબંધ વાયરસ પડેલા છે. છેલ્લી વખતે કહ્યું હતું તો એ ભાઈ માનવા તૈયાર જ નહોતા. હશે. નસીબ એમનાં 😉

8 thoughts on “પ્રિન્ટ આઉટ

 1. મોટા ભાગના સાયબર કાફેના કોમ્પ્યુટર વાયરસથી ભરેલા હોય છે, આ શીખ અને સમજણ મારા અગત્યના ફોટા મેમરી કાર્ડમાંથી પેન ડ્રાઈવમાં ટ્રાન્સફર કરવા માટે સાયબર કાફેની મદદ લીધી ત્યારે મળી હતી ! 😦

  Like

 2. મારી નજર સમક્ષ બનેલી ઘટના :
  હું સિંગાપોરથી મુંબઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. મારી સાથે બીજા એક ભાઇ પણ હતા જેમને મારી જેમ અમદાવાદ જવાનું હતું. અમે બન્ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડોમેસ્ટિક એરપોર્ટ પર જવા માટે બસની રાહ જોતા હતા. બસ આવી એટલે સિક્યોરીટી ગાર્ડે ટિકીટ જોઇને બેસવા દેવાનો આગ્રહ કર્યો. પેલા ભાઇએ સિક્યોરીટી ગાર્ડને પોતાની ટિકીટ આઇ પેડ પર બતાવી પણ સિક્યોરીટી ગાર્ડને એ ટિકીટ કાગળ પર જોઇતી હતી. પેલા ભાઇએ સિક્યોરીટી ગાર્ડ સાથે બહુ મંત્રણાઓ કરી પણ એ બધી મંત્રણાઓ પડી ભાંગી. છેવટે એ ભાઇને ક્યાંક પ્રિન્ટર શોધવા જવું પડ્યું અને એ ભાઇનું શું થયું પછી ખબર નહીં.

  એટલે એવા ભ્રમમાં ના રહેતા કે મોબાઇલ પર સબ ચલતા હૈ… ચેતતા નર સદા સુખી…

  એક પ્રિન્ટર લઇ લો હવે… બહુ સસ્તા થઇ ગયા છે…

  Like

  1. એક પ્રિન્ટર લઇ લો હવે… બહુ સસ્તા થઇ ગયા છે…
   તમારી આ વાતમાં દમ છે.

   Like

  1. They all are searching an excuse to loot passengers. I cannot understand when they are already asking passenger’s identity proof then why they need a copy of the ticket. It practically should not matter to them.

   One argument can be that a copy of the ticket indicates that one who has the ticket is the owner of the ticket .But that is redundant when someone shows his identity card and there is nobody else to claim the same ticket.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.