અપડેટ્સ – ૪૬

* રવિવારે ૧૫ કિમી (~ ૧૪.૫૫ જો GPSનું માનીએ તો!) દોડવાનું આયોજન ADR તરફથી હતું. દોડાયું અને મજા આવી. બપોરે થાકીને સરસ ઊંઘ આવી તે એકસ્ટ્રા ફાયદો. ADR ની સરસ મજાની ટી-શર્ટ મળી.

* કેવી રીતે જઈશ.. ના ગીતો ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ: http://keviritejaish.com/index1200.html સાઇટ પણ સરસ મજાની છે. વેલ ડન!

તેના મ્યુઝિક લોન્ચમાં ન જઈ શક્યો. અમારે ‘ત્રણ દરવાજા’ જવાનો કાર્યક્રમ હતો, જે સફળ રહ્યો. વર્ષો પછી એ રસ્તા પર કંઈક ખરીદી માટે ગયા. કવિનને લઈને તો પહેલી વાર ત્યાં ગયા. ફ્રુટ્સ, શરબત અને કેકની સામગ્રીઓની ખરીદી કરવામાં આવી 🙂

* કોઈને ‘ભેદી ટાપુ’ (The mysterious island – Jules Verne નો ગુજરાતી અનુવાદ) પ્રાપ્ત છે? આ પુસ્તક સ્કૂલમાં હતો ત્યારે ૨૦ થી ૨૫ વખત વાંચ્યું હશે, પણ હવે પાછી ફરી એકવાર વાંચવાની ઈચ્છા છે. છે કોઈ? 🙂 નહિતર પછી છેવટે, અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ તો છે જ.

8 thoughts on “અપડેટ્સ – ૪૬

 1. મારા ઘરે એ અનુવાદ પડ્યો છે, પણ અત્યારે ઘરે કોઈ નથી. મે પણ એ પુસ્તક કેટલીય વાર વાંચ્યું છે. છેલ્લે તેને booksinmyphone.com નો ઉપયોગ કરીને Nokia N95 માં વાંચ્યું હતું. અનુવાદ તો સરસ જ છે પણ ઓરિજનલ એ ઓરિજનલ, માટે આ વખતે અંગ્રેજીમાં વાંચશો તો વધારે મજા આવશે.

  Like

 2. ભેદી ટાપુ નબળો અનુવાદ છે , સાહસિકોની સૃષ્ટિ ઉત્તમ અનુવાદ છે. આર.આંર.શેઠે નવી આવૃત્તિ બહાર પાડી છે. ચાર વરસ થી એના પર લખવાનું રહી જાય છે 😦

  Like

  1. લખો, જયભાઈ, લખો – નહિતર અમારા જેવા કોઈક નબળો લેખ લખી કાઢશે 🙂 સાહસિકોની સૃષ્ટિનો હમણાં જ ઓર્ડર આપ્યો.

   Like

 3. I have the same. bought it from r r sheth & co recently at national book fair at ahmedabad. name of the book is sahasiko ni shrushti. you will get the same on flipcart also. it is available there.

  Like

  1. ઓહોહોહો. સવારે વહેલાં જ પહેલું કામ આ પુસ્તક ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરવાનું કર્યું. દુખની વાત છે કે આર.આર. શેઠની વેબસાઈટ (http://www.rrsheth.com/) ભંગાર છે.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.