પુસ્તક: સાહસિકોની સૃષ્ટિ

* એટલે કે, ‘ભેદી ટાપુ’ અથવા The Mysterious Island. છેલ્લી પોસ્ટમાં આવેલી અફલાતૂન કોમેન્ટ્સને કારણે પહેલા તો ખબર પડી કે, ૧. પુસ્તકનું લેટેસ્ટ ગુજરાતી નામ શું છે (ભેદી ટાપુ મને તો સારુ લાગેલું, છતાંય લેખકને ગમ્યું તે ખરું) અને, ૨. તે ફ્લિપકાર્ટપર પ્રાપ્ત છે. પરમ દિવસે ઉઠ્યા પછી પહેલું કામ તેનો ઓર્ડર આપવાનું કર્યું અને કાલે બપોરે તો બીજા પુસ્તકોની જોડે આવી પણ ગયું અને અને પછી રાત્રે, આજે સવારે-બપોરે વાંચી કાઢવામાં આવ્યું. અનુવાદ ખરેખર સરસ છે, કારણ કે કિન્ડલમાં અત્યારે તેની અંગ્રેજી આવૃત્તિ વાંચી રહ્યો છું. ગુજરાતી અનુવાદ જોકે સંક્ષેપ કરેલો છે, એટલે ઘણી વખત ઘટનાઓ જલ્દી જલ્દી બનતી લાગે છે. છતાંય, ક્યાંય સળંગતાનો ભંગ થતો લાગતો નથી. વાર્તા જેને ખબર છે એના માટે લખતો નથી અને જેને નથી ખબર તેને આ પુસ્તક વાંચવું જ જોઈએ. કેટલાકને વળી તેમાંથી રાષ્ટ્રવાદની ગંધ આવશે તો કેટલાકને થશે કે આટલા બધાં પશુ-પંખીઓનો શિકાર? ટાપુના રહેવાસીઓ શુધ્ધ શાકાહારી હોત તો વાર્તા કેવી હોત? એવો કાતિલ વિચાર પણ આવેલો 😉 જે હોય તે પણ, જૂલે વર્નને ન વાંચ્યો હોય અને ‘મોટા’ થયા હોય તો જીવનમાં કર્યું શું? 😉 તેમ છતાંય, પેલું ‘ભેદી ટાપુ’ વાળું ભાષાંતર મને મળ્યું હોત તો વધુ આનંદ થાત, કારણ કે, એ પુસ્તક એ જૂનાં દિવસોની ખાસ યાદગીરી છે. પુસ્તકના મને ગમેલા સંવાદો:

મનુષ્યની નિશાની ન દેખાવાથી ખલાસીને એક રીતે શાંતિ થઈ; કારણ કે આવી જગ્યાએ જો માણસ હોત તો તે પશુથી પણ વધારે ભયંકર હોત એમાં એને શંકા નહોતી. બસ! હવે તું માણસ બન્યો, કારણ કે તને રોવાની ખબર પડી.

અને હા, આ ગુજરાતી આવૃત્તિમાં ખાટલે મોટી ખોડ શું છે? ખબર છે? તેનું મુખપૃષ્ઠ. આ જુઓ. ખબર પડી? પુસ્તકમાં કોઈ હીરોઈન કે સ્ત્રી પાત્ર છે જ નહી. કફ, કફ. છતાંય, યંગ એડલ્ટ્સને મોહિત કરવા માટેની પ્રકાશનની કોઈ ચાલ લાગે છે 🙂

26 thoughts on “પુસ્તક: સાહસિકોની સૃષ્ટિ

 1. મૂળશંકર ભટ્ટ છે ને અનુવાદક?
  જૂલે વર્નને ન વાંચ્યો હોય અને ‘મોટા’ થયા હોય તો જીવનમાં કર્યું શું?…સાચે આશનાને વાંચતી જોઇ ત્યારે એ સમજાયું.

  Like

 2. ફ્લિપકાર્ટ માં જે છે તે તો અંગ્રેજી માં છે ને? તેનું ગુજરાતી અનુવાદ ક્યાં છે..? મળે તો જરા લીંક શેર કરો ને..

  Like

  1. સેલ્ફ હેલ્પ અને રસોઈની બુક્સ સિવાય કોઈપણ ગમતો વિષય લઈ શરુ કરી શકાય 😉 વેલ, ચંદ્રકાંત બક્ષી, અશ્વિની ભટ્ટને પહેલા ટ્રાય કરી શકાય. બક્ષીજીની નોવેલ્સમાં થ્રિલર્સ ઘણી છે. અશ્વિની ભટ્ટની ટૂંકી નોવેલ્સ શરુઆતમાં પચવા માટે સારી રહેશે. એક વખત થોડો શોખ જાગ્યા પછી તો ઢગલાબંધ વાંચવાનું (અને ન વાંચવાનું પણ) છે.

   Like

    1. આજે સાહસિકો ની સૃષ્ટી પુસ્તક પૂરું વંચાઈ ગયું… ખૂણે ખાંચરે પડેલો વાંચન નો શોખ હવે જીવંત થતો લાગી રહ્યો છે 🙂 ફરી એક વાર થેન્ક્સ!! 🙂

     Like

 3. કાર્તિકભાઈ આ અનુવાદ લગભગ આઝાદી પહેલાનો છે, હું બચપણમાં એના પ્રેમમાં પડ્યો ત્યારે આવું ભંગાર મુખપૃષ્ઠ નહોતું. મૂળશંકર મોહનલાલ ભટ્ટથી શ્રેષ્ઠ અનુવાદક ગુજરાતીમાં બીજો કોઈ થયો નથી, એવો મારો બાયસ્ડ માનો તો તેવો અભિપ્રાય છે. 😉 હું જયારે જયારે કંઈ અનુવાદિત કરું છું, ત્યારે મનોમન એમને હાઝિરનાઝીર રાખું છું 😛

  Like

 4. જુલે વર્નની આ નોવેલ પરથી ઘણી ફિલ્મો બની છે. ૨૦૦૫માં બનેલી એક ટીવી ફિલ્મમાં એક સ્ત્રી પત્ર પણ ઉમેરવામાં આવ્યું હતું. આ ગુજરાતી અનુવાદના પ્રકાશકે કે ટાઇટલ ડીઝાઇનરે તે ફિલ્મના પોસ્ટર પરથી બેઠી પ્રેરણા લઈને આ બનાવેલું છે. એમને કદાચ ખબર નહિ હોય કે ફિલ્મમાં ઉમેરાયેલું સ્ત્રીપાત્ર નોવેલમાં નથી. આ લીન્ક ચેક કરો તો ખયાલ આવશે કે બંનેમાં કેટલું સામ્ય છે. http://en.wikipedia.org/wiki/Mysterious_Island_(2005_film)

  જુલે વર્નની આ નોવેલના ગુજરાતી અનુવાદમાં એક વસ્તુ બીજી ખૂટે છે તે છે ટાપુનો નકશો, જે ઓરીજીનલ બૂકમાં છે. (Check the map on this link : http://www.flickriver.com/photos/stuff_tm/499294334/) જુલે વર્ને પોતાની મોટા ભાગની નોવેલમાં ખુબ illustrations મુક્યા છે. illustrations સાથે નોવેલ વાંચવાની વધારે મજા આવે છે. (Link of Illustrated Novel : http://jv.gilead.org.il/kravitz/)

  Like

 5. I just finished this book in Gujarati – got it from Flipkart. This is indeed one of the best story from Jule. Fantastic Experience and excellent translation. Thank you. કાર્તિકભાઈ નો ખુબ ખુબ આભાર આ પુસ્તક તરફ આંગળી ચીંધવા બદલ.

  Like

 6. While searching for “sahsiko ni shrusti” i have accidently landed on your blog.,
  just bought from vidyamandir book fair and read “agnirath” (steamhouse in english). Also read 80 divasma pruthvini pradakshina (around the world in 80 days) two months ago. I can also remember of reading “journey to the center of earth” in my 12th vacation. all were entertaining and informative also.

  Kartik, our classmates Shailesh Anand and Hemant Nirala are also book worms like you and me.

  While searching for “sahsiko ni shrusti” i have accidently landed on your blog. Didn’t know about this side of your personality. now i have to read all the posts by you… hope i can find time from my busy banking job.

  good and Keep writing. all the best

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.