અપડેટ્સ – ૪૯

* કવિનની સ્કૂલ સત્તાવાર રીતે ચાલુ થઈ ગઈ છે, પણ તેની તબિયત ઠીક નથી એટલે અમારા જીવ ઊંચા છે. આજે પહેલીવાર તે રીક્ષામાં એકલો ગયો છે, એટલે થોડું ટેન્શન થાય એ સ્વાભાવિક છે. હવે, સિનીઅર કે.જી. એટલે કેરિઅરનું મહત્વનું વર્ષ એટલે તેના પર બહુ ધ્યાન આપવું પડશે. રમત-ગમત બંધ. મિત્રો જોડે ધમાલ-મસ્તી બંધ. દરરોજ ૮ થી ૧૦ કલાક ભણવાનું અને મારે પણ એકાદ વર્ષ ઓફિસમાંથી રજા લઈને તેની પાછળ લાગવું પડશે.

😉

અને, અત્યારે એ સ્કૂલમાં છે તો ઘર બહું સૂનું-સૂનું લાગે છે. સમય પસાર થતો જ નથી!!

* વાતાવરણ બોરિંગ છે. વરસાદના ‘કા કા વાદા‘ આવે  છે, ને પરસેવો-બફારો આપીને જાય છે. બે દિવસથી રનિંગ ઉર્ફે દોડવામાંય મજા નથી આવતી. હવે ચોમાસું આવશે એટલે બિચારા રનર્સને તકલીફ થશે..

* એરટેલ વાળા બિલ ભર્યા પછીયે ‘Please pay the bill’ ના SMS ભરબપોરે મોકલે છે. એવો ગુસ્સો આવે છે કે અત્યારે જે એરટેલને બાય-બાય કહી દઉં. જોકે આ વિસ્તારમાં બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. રીલાયન્સતો એનાથી ય જાય એવું છે. બાકી સ્પિડિ ગો એટલે “સ્પિડ – ગોન” એવા નામે ઓળખાય છે. અત્યારે તો સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી.

* કવિનને અત્યારે એના ‘બા’ આવ્યા છે એટલે થોડા દિવસ મજા આવશે (અમને પણ!). બા સરસ મજાના સ્ટિકર્સ લઈને આવ્યા છે, મુંબઇ થી. હું નાનો હતો ત્યારે મને પણ સ્ટિકર્સ બહુ ગમતાં. અત્યારે પણ ગમે છે, જે લોકો એ મારું લેપટોપ જોયું હશે તેમને ખ્યાલ જ હશે!

* આજ-કાલ પોર્ટલ ગેમ રમી રહ્યો છું (હજી શરુ જ કરી છે, કવિન પણ જોડે હોય છે). સરસ છે. પોર્ટલ-૨ ટૂંક સમય પછી લેવામાં આવશે..

Advertisements

4 thoughts on “અપડેટ્સ – ૪૯

 1. ન જોઈતા SMS થી છુટકારો મેળવવા માટે ગણી એપ્સ એન્ડ્રોઇડ માટે મફત માં મળી રહેશે.. GoSMS નું ફિલ્ટર ફંક્સન એકદમ ઇઝી છે, તમે contact number કે keywords થી ફિલ્ટર સેટ કરી શકશો. તેનાથી SMS તો રેહશેજ મોબાઇલ માં પણ નક્કામાં એલર્ટ્સ થી છુટકારો મળશે. બાકી તમારા ટાઈમ મુજબ (અને બીજી ગણી ઈવેન્ટ્સ મુજબ) ફોન ની પ્રોફાઈલ સેટ કરવા લ્લામાં યુઝ કરી શકાય. (highly recommended!!)

  https://play.google.com/store/apps/details?id=com.kebab.Llama&hl=en

  બાકી મારા અનુભવ મુજબ, Tata, Vodafone, Docomo, Reliance, MTS આ બધા માટે DND ખાલી advertise માટેજ લાગુ પડે છે. એમના SMS તમને હમેશા યાદ કરાવતા રહેશે કે તમે એમની સર્વિસ યુઝ કરી રહ્યા છો!!!

  Like

 2. કવિન રિક્ષામાં જાય તો રિક્ષાવાળાને અને બીજા રિક્ષામાં જનારા છોકરાઓને ટેન્શન થવું જોઇએ 🙂
  અને સિનીયર કેજીમાં કેમ આટલી બધી ચિંતા કરો છો…

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.