ફિલમ: કેવી રીતે જઈશ

Kevi Rite Jaish

* વર્ષો પછી ગુજરાત રાજ્યના ઈતિહાસમાં કદાચ એવું બન્યું હશે કે લોકો ગુજરાતી ફિલ્મની વાતો કરતા હોય, મલ્ટિપ્લેક્સમાં કોઈ ગુજરાતી ફિલ્મ લાગી હોય કે તેના શો ‘હાઉસફુલ’ જતા હોય. જ્યારથી ટિકિટ લેવાની તાકાત આવી ત્યાર પછી મેં પહેલી ગુજરાતી ફિલ્મ (થિએટરમાં. ટીવી, લેપટોપ પર જે ફિલ્મ જોઈ હતી એના રીવ્યુ જો લખું તો આ બ્લોગના વાચકો એ સુસાઈડ કરવો પડે ;)) જોઈ. બેટર હાફની ડીવીડી લીધી, એ વાત અલગ છે. કવિનનો જન્મદિવસ હતો અને મમ્મી અહીં આવી હતી. જન્મદિવસ પર એ બર્થ ડે પાર્ટી અને એના મિત્રોને બોલાવવાનો કકળાટ ના કરે એ કારણ પણ ખરું.

અમે સમયસર પહોંચી ગયા અને એકદમ સમયસર ૭.૧૦ એ મુવી શરુ પણ થઈ ગયું (એ પહેલા વિકો ટર્મરિકની જાહેરાતો તો ખરી જ ;)). કેવી રીતે જઈશ ની શરુઆત એકદમ સરસ છે. હરીશ બચુભાઈ પટેલ, બચુભાઈ, જીગો – આ ત્રણ પાત્રો સરસ જામે છે. ફિલમના ટ્રેલર પરથી સ્ટોરી લીક થઈ ગઈ નહોતી એ વાત મને ગમી (અને હું પણ સ્ટોરી વિશે બહુ નહી લખું), પણ ટ્રેલરની જેમ ફિલ્મ પણ સરસ છે. ઈન્ટરવલ સુધી તો એકદમ સરસ છે, ઈન્ટરવલ પછી ક્યાંક બે-પાંચ સેકન્ડ માટે પકડ થોડી ઢીલી પડે છે, પણ પાછા ટ્રેક પર આવી જવાય છે. કવિનને શરુઆતમાં થોડો કંટાળ્યો આવ્યો, પણ પછી ખબર નહી, તેનેય મજા આવવા લાગી. સંવાદો એકદમ સરસ છે. હરીશના મિત્રો થોડી વધારે સારી એક્ટિંગ કરી શક્યા હોત, એવું જ આયુષીનું છે. ભરપૂર મેકઅપ દેખાઈ જાય છે, પણ સારી લાગે છે 😉

વર્ષો પછી એવું પણ દેખ્યું કે મુવી પૂરું થયા પછી લોકો સીટી વગાડતા હોય કે તાળી બજાવતા હોય. અભિષેક જૈન અને સૌ કોઈને અભિનંદન. ફરી આવી સરસ ફિલ્મની અપેક્ષા રાખીશું. ડીવીડીની રાહ જોવાશે.

અને હા, પંખીડા – સુપર ડુપર. દોડતી વખતે આ ગીત પ્લેલિસ્ટમાં હોય જ છે!

Advertisements

12 thoughts on “ફિલમ: કેવી રીતે જઈશ

 1. 180 રૂપિયા ટિકીટ???? એનો મતલબ એક મૂવી જોવા માટે 500 રૂપિયાનો ખાડો… બહુ મોંઘું થઇ ગયું છે સાલુ ઇંડિયા 🙂

  Like

  1. અંગ્રેજી મુવી હોય તો ૨૨૦ હોય છે. જેવું થિએટર, જેવું મુવી. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું રાજ છે…

   Like

 2. કાર્તિકભાઈ,
  વર્ષો પછી ગુજરાત રાજ્યના ઈતિહાસમાં કદાચ એવું બન્યું હશે કે લોકો ગુજરાતી ફિલ્મની વાતો કરતા હોય, મલ્ટિપ્લેક્સમાં કોઈ ગુજરાતી ફિલ્મ લાગી હોય કે તેના શો ‘હાઉસફુલ’ જતા હોય.
  તમારી આ વાત સાચી છે. મોટાભાગના લ્કોની આ લાગણી છે.
  ફિલ્મ જોઈ અને ખૂબ ગમી.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.