અપડેટ્સ – ૫૩

* છેલ્લા કેટલાય દિવસથી રનિંગ પ્રોગ્રામ લગભગ પડતો મૂકાયા પછી આજે સરસ ૦.૮૫+૧૫.૧૧+૨.૦ કિમી દોડાયું. સમય જોવામાં ન આવ્યો કારણ કે, વાતાવરણમાં રહેલા ભેજ વત્તા તાજેતરમાં નંખાવેલા નવાં બે સરસ મજાના દાંતમાં દુખાવો થવા લાગ્યો એટલે વચ્ચે થોડો સમય તો ચાલ્યો. એવોય વિચાર આવ્યો કે પ્રેક્ટિસ ડ્રોપ કરી ઘરે જઈને આરામ કરું પણ, છેવટે ડેલ કાર્નેગીને યાદ કરી રેસ પૂરી કરી😉

મંગળવારે નવાં રનર્સ માટે ટ્રેઈનિંગનો કાર્યક્રમ ADR તરફથી રાખવાનું પ્લાનિંગ છે, વધુ અપડેટ્સ મળશે તો અલગથી પોસ્ટ અથવા અહીં અપડેટ કરીશ.

* ગઈકાલે એક સરસ ઓરિગામી સાઈટ મળી: en.origami-club.com (થેન્ક્સ ટુ ભૌમિક). અમને તો પેંગ્વિન, હાર્ટ અને ચામાચિડીયું ગમ્યું. આજ-કાલમાં અખતરો કરવામાં આવશે. કવિનને પણ મજા આવશે. અત્યારે તેના માટે અરવિંદ ગુપ્તાની Quick Activities નામનું પુસ્તક લીધું છે જેમાંથી અને થોડા પ્રયત્નો કરીશું. કવિનને એમાં થોડો રસ પડ્યો હોય એમ લાગે છે.

* અને હવે, ડાર્ક નાઇટ રાઇઝીસની કાગડોળે રાહ જોવાઈ રહી છે..

2 thoughts on “અપડેટ્સ – ૫૩

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s