CNને ખૂલ્લો પત્ર

.. અંગ્રેજીમાં હોય છે એમ ‘Open Letter’.

ખાસ નોંધ: આ પત્ર ‘CN’ ને ઉદ્દેશીને છે, CMને સંબંધિત નથી એટલે મેલીપોલિટિકલ મથરાવટી ધરાવતા લોકોએ દૂર રહેવું. અને, દરેક વાતમાં CMને વચ્ચે લાવી દેતા લોકોએ તો ખાસ-મ-ખાસ દૂર રહેવું. આભાર.

વ્હાલા CN,

એક જમાનો હતો જ્યારે અમારા ઘરે ચેનલ કે ટીવી નહોતું, પણ જ્યાં મોકો મળે ત્યાં અમે તારાં જૂનાં નામ અને મસ્ત કાર્ટૂન્સને કારણે તને જોવા પહોંચી જતા હતા. અમે નાના હતા ત્યારે પણ અને મોટા થયા પછી પણ. પછી, તે નામ બદલ્યું અને કામ પણ બદલ્યું. નામ તો ઠીક પણ કામ બદલ્યું? પેલી ઓગી અને ધ કોકરોચીસ જ્યારે નિકલોડિઅન પર આવતી હતી ત્યારે કેટલી સરસ હતી. ઓગી અમારો ફેવરિટ બિલાડો હતો અને કોકરોચ અમને દીઠ્યાં ન ગમતાં હોવા છતાંય અમે ઘરમાં ત્રણ કોકરોચીસ પાળ્યાં હતા (જે કોઇક વાર દેખાતા હતાં ત્યારે ભાગ-મ-ભાગ થતી હતી). અને, કાર્ટૂનમાં મુખ્ય વસ્તુ તો તેમાં રહેલા સન્ની (દેઓલ), શાહરુખ અને નાનાનાં અવાજો હતા. તે શું કર્યું?

૧. નિક ઉપરથી આ કાર્ટૂન અહીં ખસેડ્યું. સમય રાખ્યો બપોરે ૩ વાગે. કયા ભા બપોરે જોશે?

૨. અને, જૂનાં એપિસોડ જ બતાવવાના હતા તો આટલી બધી જાહેરાતો કરી જાણે પોતે નવાં એપિસોડ બનાવવા ના હોય.

૩. અને, પેલાં જૂનાં અવાજો કાઢી જૂનાં જ એપિસોડમાં ફાલતુ ડબિંગ આર્ટિસ્ટોને પૈસા ચૂકવ્યા?

અરર.

આશા રાખીએ કે તને આ ભૂલ સમજાય અને અમારા ફેવિરિટ ઓગી-કોકરોચીસ પાછાં જૂના સ્વરુપે યોગ્ય સમયે આવે.

તારો એક દર્શક,

કાર્ટૂનિયો.

4 thoughts on “CNને ખૂલ્લો પત્ર

  1. હું પણ મારા ભાણીયા સાથે ઓગી & કોક્રોજેસીસ જોતો હતો , ખુબ જ મજાનો કન્સેપ્ટ .

    અને જો આપ ડબિંગની મસ્ત મજા લેવા માંગતા હો તો nick પર જ આવતું Kung fu panda & the legend of awesomeness જોજો . એકદમ ધાંસુ અને કોમિક ટોન થી ભરપુર .

    Like

  2. ” અને, દરેક વાતમાં CMને વચ્ચે લાવી દેતા લોકોએ તો ખાસ-મ-ખાસ દૂર રહેવું. આભાર. ”

    હા હા હા. આ વાંચીને પેલો વાંદરો ઉર-વિષ કોઠારી તો બળીજ મરશે😉

    અનિમેષ

    Like

  3. હમણાં જ ૫ કોમ્પ્યુટર ચાલુ કરતા પહેલા ઓગી એન્ડ કોક્રોચીસ જોતો હતો મારા ભત્રીજા ના દીકરા સાથે

    Like

  4. CN vala e ena classics boomerang par shift kari lidha, but atyare kyay aa boomerang aavtu nathi…. Atyare je cartoon aave chhe e karta je ’92 thi ’05 vachche aavta e cartoons maja aave eva hata…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s