ફિલમ: ડાર્ક નાઇટ રાઇઝીસ

* બે દિવસ પહેલાં જ આ મુવીની ટિકિટ લઇ લેવામાં આવી હતી. જોકે ઇન્ટરનેટ બુકિંગ હજીયે મોંઘું કેમ છે, એ સમજાતું નથી. ખેર, અમે તો બેટમેન મુવીઝના ભારે ચાહક એટલે જવાનું નક્કી જ હતું. કવિન પણ બેટમેનનો ફેન છે, એટલે વાંધો આવે તેમ નહોતું. કોકીને પણ સમજાવી કે બેટમેન એ મહાન છે વગેરે વગેરે 😉

૬.૨૦નો શો હતો. સમયસર પહોંચી ગયા.  અને, એ પણ ન સમજાયું કે આવું સરસ મુવી જોવા લોકો મોડા-મોડા કેમ આવી શકે? લગભગ ૧૦ મિનિટ સુધી લોકો આવતા રહ્યા, ખોટી જગ્યાએ બેસતા રહ્યા અને અમને ખલેલ પહોંચાડતા રહ્યા. બિગ સિનેમા હવે સિનેપોલીસ કે PVRની જગ્યાએ એટલી બધી મજા કેમ નથી આપતું. સીટ પર પહેલેથી જ ઢળેલી પોપ-કોર્ન એ એક ઉદાહરણ આપી શકાય.

તો રીવ્યુ?

ગોથમ શહેરમાં હવે શાંતિથી અને છેલ્લા આઠ વર્ષોથી બેટમેન દેખાતો નથી. હાર્વે ડેન્ટની યાદમાં ડેન્ટ દિવસ મનાવાય છે. બ્રુસ વેઇન હવે એકલવાયું જીવન ગુજારે છે અને ડેન્ટ દિવસ પર મેઇડ તેની તિજોરીમાંથી ચોરી કરે છે અને સાથે જ એક પછી એક ઘટનાઓની શરુઆત થાય છે. સ્ટોક માર્કેટમાં એટેક થાય છે, વેઇન કોર્પોરેશન પર ડેગેટ કબ્જો કરવાનો પ્રયત્ન કરે છે, પણ બેન – જેને ડેગેટે આ કામ માટે રોક્યો છે તેનો પ્લાન કંઇક અલગ છે. ગોથમની તબાહીની શરુઆત થાય છે. હવે કેટવુમન પણ આ મુવીમાં દેખાય છે. આ બેન કોણ છે અને ફિલ્મનો અસલી વિલન કોણ છે, તે રોમાંચક સ્ટોરી છે. એક મહત્વના ભાગનું શૂટિંગ ક્યાંક રાજસ્થાનમાં થયું છે. વેલ, ડાર્ક નાઇટની જેમ આ મુવી વારંવાર જોવાનું મન થાય તેમ છે. બેટમેનની નવી ઉડતી ‘બેટ’ કાર સરસ છે, વત્તા આગલા મુવીની જેમ અલ્ટિમેટ વિટ્ટી ડાયલોગ્સ તો ખરા જ.

અને, આ થિએટરમાં મુવીના સબટાઇટલ્સ બતાવવાની પરંપરા ક્યારથી શરુ થઇ??

રેટિંગ: ૯.૯/૧૦.

10 thoughts on “ફિલમ: ડાર્ક નાઇટ રાઇઝીસ

 1. મોડા આવતા લોકો અને વહેલા જતા લોકો અને ચાલુ ફિલ્મે મોબાઈલ પર ઘાંટા પાડતા લોકો અને ઉચાનીચા થતા લોકો અને ચિત્ર વિચિત્ર કમેન્ટ પાસ કરતા લોકો અને કૈક ને કૈક ખા ખા કરતા લોકો અને એકબીજા સાથે ગુસપુસ કરતા લોકો અને થીએટર માં પિચકારી મારતા લોકો ( ખાસ કરીને રાજકોટમાં ! ) . . . લોકો લોકો ને લોકો , બેટમેન જેવા મુવી ની મજા મારી નાખતા લોકો . . .

  Like

 2. **** SPOILER ALERT – Do Not read the comment if you have not seen the movie ******

  No doubt the movie was great but somehow I felt that “WOW” factor was missing .. It was kind of a stereotype movie with some great action sequences ..

  But as far I remember, Batman was shown in cockpit in flying batcar before the bomb defused so I still cant digest the fact that how is he alive? .. May be Alfred is dreaming or Nolan must come up with a solid reason why Batman is still alive in may be “Man of Steel” or his next Batman(Robin) film !! .. At least that can be expected from Nolan 🙂

  Like

    1. નહિ તો ! . . મેં તો ત્યારે જ કમેન્ટ કરેલી ! . . . આ બ્લોગજગત નથી માયાજગત છે , ક્યારે કઈ કમેન્ટ આવી પડશે કોઈ નથી જાણતું પણ . . . મને માયા પસંદ છે 😉

     Like

 3. “આ થિએટરમાં મુવીના સબટાઇટલ્સ બતાવવાની પરંપરા ક્યારથી શરુ થઇ??”

  આ મારા જેવા ઓછુ ભણેલા ગણેલા લોકો માટે શરુ થયું હસે

  😉

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.