અપડેટ્સ – ૫૪

* વરસાદ પડતો નથી અને મજા આવતી નથી.

* ગઇકાલે સવારે અને પછી બપોરે, હાથમાં કંઇક રીએક્શન જેવું થયેલું. કોઇક જીવડું કરેડેલું છે અથવા ખાવા-પીવામાં આવેલી વસ્તુ સાથે એલર્જી થયેલ છે. કદાચ કોઇ લેખક-બ્લોગની પણ એલર્જી હોઇ શકે. ખબર નહી શું છે, હીગ્સ-બોસોન જાણે.

* કાલે ભવ્ય ખરીદી કરવામાં આવી. નવાં શૂઝ, નવી ટી-શર્ટ્સ..

અને પેલો બેટમેન જેણે અમને બીજો ભારે ખર્ચો કરાવ્યો.. 😉

 

* હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ પ્રિન્સ અત્યારે વંચાઇ રહી છે. આવતા અઠવાડિયે આઠેય ભાગ પૂરા થઇ જશે એવું લાગે છે. ખરેખર, પુસ્તક પરથી બનાવેલું મુવી ન જોવું જોઇએ એવું પુસ્તક વાંચ્યા પછી લાગે છે 🙂 પછી, Once a runner અને V for vendetta (મારી પહેલી ગ્રાફિક્સ નોવેલ) કતારમાં છે.

Advertisements

3 thoughts on “અપડેટ્સ – ૫૪

 1. મારા મતે , બુક્સ અને મૂવીની સરખામણી ન થવી જોઈએ , મુવીઝ ની પોતાની એક લીમીટેશન હોય છે , જો બુક્સ ને વર્ડ ટુ વર્ડ ઢાળવામાં આવે અને એક એક ઘટના નું પીક્ચરાઈઝેશન કરાય તો તો , ૧૦ કલાક કરતા પણ લાંબી મુવી બને ! , and i think they have done enough of it .

  Like

 2. Stephen King ની ‘The Shining’ અને Dan Brown ની ‘The Da Vinci Code’ વાંચીને મને પણ એમ જ થયું કે પુસ્તક પરથી બનેલું મૂવી ન જોવું જોઈએ કારણ કે –
  *પુસ્તકમાં જે નાની-નાની અગત્યની ડિટેલ્સ હોય છે તે બધી જ મૂવીમાં બતાવવી શક્ય નથી બનતી માટે ઘણી વાર શું થયું કે કેમ થયું તેનો પાક્કો ખ્યાલ નથી આવતો. શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ‘The Da Vinci Code’
  *મૂવીઝમાં જે ચાલે છે તે આંખોથી મગજ સુધી પહોંચે છે અને તમારી સાથે બેસીને જોઈ રહેલ વ્યક્તિ પણ એ અનુભવમાં કંઈક વધારે કે ઘટાડે છે. જ્યારે તમે પુસ્તક વાંચતા હોવ ત્યારે માત્ર તમે અને તમે જ તમારા મગજમાં એક જગત કલ્પો છો અને તેમાં ગૂંથાતા જાવ છો. માટે એ પુસ્તકની અસર ઘણી વધારે હોય છે.
  *ઘણી વાર પુસ્તક પરથી બનતા મૂવીઝ મૂળ પુસ્તકને વફાદાર નથી હોતા. જેમ કે R.K.Narayan ની ‘The Guide’ પરથી બનેલી દેવાનંદ અભિનિત ‘ગાઇડ’ મૂવી મૂળ પુસ્તકથી બહુ જ જુદી હતી. પુસ્તકમાં રાજુ ગાઇડનું પાત્ર કંઇક નિનૈતિક પ્રકારનું છે અને મૂવીમાં તેને તારણહાર સ્વરૂપે બતાવવામાં આવ્યું છે. એ મૂવી જોયા પછી R.K.Narayan પોતાના કોઈ જ પુસ્તક પરથી મૂવી બનાવવાની મંજૂરી નહી આપવાનો નિર્ણય કર્યો હતો.
  *તાજેતરમાં Stieg Larsson ની ‘The Girl with the Dragon Tattoo’ પરથી બનેલી અંગ્રેજી મૂવીમાં મૂળ કથાનક કરતા થોડી જુદી રીતે પાત્રો અને ઘટનાઓ રજૂ થઈ છે.
  *જોકે ‘Three Idiots’ જેના પરથી બની છે તે ચેતન ભગતની ‘Five Point Someone’ વાંચ્યા બાદ એવું લાગ્યું કે પુસ્તક કરતાં મૂવી વધારે અસરદાર છે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.