રીવ્યુ: કિન્ડલ ફાયર

* એમ તો લગભગ છ મહિના પહેલાં લાવવામાં આવેલું (ચિંતને લીધેલું અને પછી મને આપેલું) કિન્ડલ ફાયર રીવ્યુ થવું-થવું કરતું હતું પણ જ્યાં સુધી તેના પર ચાર-પાંચ પુસ્તકો ન વાંચવામાં આવે ત્યાં સુધી રીવ્યુ લખવાનો કોઈ ફાયદો દેખાતો નહોતો. આ માપદંડ પૂરો થયો અને હાજર છે એક નાનકડો રીવ્યુ.

કિન્ડલ ફાયર એ ૧૯૯ ડોલરનું એમેઝોનનું ઈ-બુક રીડર ઉર્ફે ટેબ્લેટ છે. બીજા કિન્ડલ ઈ-બુક રીડર કરતાં તે બે વાતે અલગ છે – એક તો તે કલર ડિસ્પ્લે ધરાવે છે, અને બીજું તેમાં ઈ-બુક સિવાય બીજી એપ્સ પણ ઉમેરી શકાય છે.

ફાયદા:

૧. ડ્યુલ કોર પ્રોસેસર તેમજ પૂરતી રેમ ધરાવતું ટેબ્લેટ ૧૦,૦૦૦ની આસપાસ મળે તેથી વધુ સારું શું?

૨. સ્ક્રિન અફલાતૂન છે. મૂવી જોવા માટે સર્વોત્તમ!

૩. ઈ-બુક (કિન્ડલ ફોરમેટ) વાંચવાની મજા આવે છે. તમને રાત્રે જો વાંચવાની આદત ન હોય તો થોડી તકલીફ થાય કારણ કે આ ટેબ્લેટ છે, સામાન્ય કિન્ડલની જેમ ઈ-ઈન્ક ટેકનોલોજી નથી (જે વાંચન માટે વધુ સારી ગણાય છે).

ગેરફાયદા:

૧. એન્ડ્રોઈડ બેઝ્ડ હોવા છતાં તેને ખાસ એમેઝોન સ્ટોર માટે બનાવવામાં આવ્યું છે એટલે તમે કંઈક ‘હેક’ કર્યા વગર બીજી કોઈ એપ્સ ઉમેરી શકતા નથી. એમેઝોન સ્ટોરમાં મર્યાદિત માત્રામાં જ એપ્સ પ્રાપ્ત છે.

૨. ખાટલે એક મોટ્ટી ખોડ એ કે આ ટેબ્લેટ ખાસ USA માટે જ છે. તમારે ફ્રી એપ્લિકેશન જોઈતી હોય તો પણ USA ના સરનામાં વાળું ક્રેડિટ કાર્ડ જોઈએ. જો કે આનો પણ ઉપાય છે, એટલે વાંધો નહી. ફ્રી કે સેમ્પલ બુક્સ તમે જોકે ડાઉનલોડ કરી શકો છો. વિચિત્રમ્!

૩. તમે સરળતાથી મુવી કે ઈ-બુક્સ કોમ્પ્યુટરમાંથી ટ્રાન્સફર કરી શકતા નથી.

૪. મેમરી કાર્ડ સ્લોટ કે માઈક્રોફોન નથી 😦

છેલ્લો ગેરફાયદો, તેમાં હેરી પોટરની ડિક્શનરી નથી 🙂

(ઓકે, મજાક છે!)

કિન્ડલને root પણ કરી શકાય છે, પણ ડ્રોપબોક્સ+એરડ્રોઈડ+ફાઈલ બ્રાઉઝર વડે મારું કામ સરસ ચાલી જાય છે એટલે વાંધો નથી આવતો.

શરદી, હેરી પોટર અને ડાબો પગ

* ન જાણે ક્યાંથી ભયંકર શરદી થઈ છે. આજનો દોડવાનો ટ્રેઈનિંગ કાર્યક્રમ પણ પડતો મૂકવામાં આવ્યો.

* છેલ્લા ત્રણ દિવસથી કિંડલની કઢી કાઢવામાં આવી છે. હેરી પોટર ભાગ – ૨ નું વાંચન ચાલે છે, હિન્દીમાં. વર્ષો પછી હિન્દીમાં કંઈ વાંચવાનો મોકો મળ્યો છે (ન્યૂઝ ચેનલમાં પેલી સરકતી પટ્ટીઓના બ્રેકિંગ ન્યૂઝ સિવાય) એટલે મજા આવે છે. ફરી અંગ્રેજીમાં બધા ભાગ આરામથી વાંચવાનો પ્લાન છે, પણ કિંડલમાં અનુભવ બહુ સારો નથી. ખાસ કરીને રાત્રે આંખો ખેંચાવાની શરુ થઈ જાય છે.

* અને હા, ડાબો પગ અત્યારે આરામ આપવો પડે એવી સ્થિતિ છે. હવે, શનિવારે ફરી દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

અપડેટ્સ – ૫૨

* ગઈકાલે ADR June Run હતી (ટેકનિકલી જુલાઈ મહિનો હતો, પણ અમે એને જુન જ ગણીશું ;)). ૧૫ કિમી (૧૪.૭૯ કિમી – જો એકદમ ચોકસાઈથી ગણો તો), સમય ૧.૪૪ મિનિટ. ૩૦ મિનિટ પછી ડાબા પગમાં સરસ મજાનો દુખાવો થયો અને ગતિ ધીમી રાખી, પણ મજા આવી ગઈ. પછી, સરસ મજાનો બ્રેકફાસ્ટ 🙂 હવે દર રવિવારે મહિને પહેલો રવિવાર એ ADR રનિંગનો ફિક્સ રાખવામાં આવ્યો છે. કોઈપણ જોડાઈ શકે છે. નોન-મેમ્બર્સ માટે નોમિનલ ફી હોય છે, જે રસ્તે પૂરા પાડવામાં આવતા પાણી, એનર્જી ડ્રિંક્સ અને વ્યવસ્થા વગેરે માટે લેવામાં આવે છે. જો તમારે મેમ્બર બનવું હોય તો, મારો સંપર્ક કરી શકો છો.

અને હા, હૈદરાબાદ હાફ-મેરેથોન મારી પ્રથમ હાફ-મેરેથોન બનશે!

* એક સેકન્ડ કેટલો બધો હાહાકાર મચાવી શકે? લીપ સેકન્ડનું પરાક્રમ.

* ફાઈનલી, એંગ્રી બર્ડ્સની ટી-શર્ટ લેવામાં આવી છે!

PS: આ બ્લોગના વાચકો જાગૃત છે.