ઓલ્મપિક ૨૦૧૨ અને બીજાં અપડેટ્સ

* Olympics 2012 પર તો કંઇ ખાસ લખી શકાય તેમ નથી, છતાંય આ લખાય છે ત્યાં સુધી આપણને ૧ બ્રોન્ઝ અને ૧ સિલ્વર મેડલ મળ્યો છે. હજી એકાદની આશા રખાય છે. લેટ્સસી. એથ્લેટિક્સમાં તો ભૂલી જ જવાનું. તેમ છતાંય, ‘ઇન્ડિયન બૉડી અને કૅન્યન માઇન્ડ’ જેવું ધ્યાનમાં રાખવું અને આ રવિવારે ૨૧ કિ.મી.ની પ્રેક્ટિસ શીલજ થી થોળ સુધી ADR વડે રાખવામાં આવી છે. એથ્લેટિક્સમાં મેડલ લાવવો એ કેમ ટફ છે એ ભારતના વાતાવરણ (હવામાન અને મા-બાપના મગજના હવામાન), રમતોમાં રમાતા ગંદા રાજકારણ અને સરવાળે રમત-ગમત પ્રત્યેની ઉદાસીનતા (ફાફડા-ઢોકળા અને ચીઝ સેન્ડવિચ.. ભૂલાય?) પરથી માપી શકાય છે.

હા, હવે તો ગીલ્લી-દંડા અને લખોટીમાંય આપણો નંબર ન આવે. ચીન એમાંય માસ્ટરી મેળવી લે 🙂

અપડેટ: યશે આપેલ એક વાંચવાલાયક લેખ: Who is winning medals in London, and why?

* અત્યારે ધ ડાર્ક નાઇટ ટૂકડે-ટૂકડે જોવામાં આવી રહ્યું છે. એ રાત્રે મોડા સુધી જાગવાનું હવે સવારે વહેલાં ઉઠીને દોડવાની આશામાં બંધ કર્યું છે, છતાંય હજી હેરી પોટર સવારની એલાર્મ પર ભારે અસર કરે છે. બસ, બીજાં બે-ત્રણ દિવસ અને એક સરસ પુસ્તક સીરીઝનો અંત આવશે એ વિચારે વાંચવાનું ધીમું કરી દીધું છે 🙂

* અને, દુષ્કાળ-દુકાળ સામે આવતો દેખાય છે.

Advertisements

6 thoughts on “ઓલ્મપિક ૨૦૧૨ અને બીજાં અપડેટ્સ

 1. અત્યારે હાલ એવા છે કે આ ઓલિમ્પિક નહીં પણ ચાઇનિસ (સ્પેશ્યલ) ઓલિમ્પિક હોય એવું લાગે છે. દરેક દેશ નો કાં તો ખિલાડી ચાઇનિસ હોય છે કે પછી કોચ ચીની હોય છે. તેથી આ ઓલિમ્પિક માં જીત તો ચીનની જ છે.

  Like

  1. આ તો ‘ડાર્ક નાઇટ’ છે. ‘રાઇઝીસ’ નહી. કવિન અને મારી વાઇફે ડાર્ક નાઇટ નહોતું જોયું એટલે અમે ત્રણે જણાં ટુકડે-ટુકડે સમય મળે ત્યારે જોઇએ છીએ 🙂

   Like

    1. ના. પહેલા પાર્ટ-૦ (બેટમેન બિગિન્સ) જોયો અને પાર્ટ-૧ (ડાર્ક નાઇટ) જોવાનું શરુ કરીએ (મેં તો ૨૦૦૮માં જોયેલું) એ પહેલાં પાર્ટ-૩ આવી ગયું અને મારાથી રહેવાયું નહી અને બીજા જ દિવસની ટિકિટ લઇ લીધી. કવિન-કોકીના અમુક પ્રશ્નોના જવાબો હું આપું એના કરતા ડાર્ક નાઇટભાઇ આપે એ વધુ યોગ્ય લાગ્યું. પણ, સમયના અભાવે પાર્ટ-૧ હજી પાર્ટીશલ જ જોવાયો છે. જોઇએ હવે, ક્યારે પૂરો થાય છે..

     Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s