સાબરમતી રીવરફ્રન્ટ રન

* સાબરમતી રીવરફ્રન્ટના ઉદ્ઘાટન નિમિત્તે ૧૦ કિ.મી. ડ્રિમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમય સાંજે (એટલે કે બપોરે) ૪.૩૦ નો હોવાથી મને મારા પોતાના પર શંકા હતી કે બરોબર દોડી શકાશે કે નહી. સમયસર પહોંચી ગયો, ત્યાં ADR ના નિયમિત સભ્યો, સોહમભાઈ, હર્ષ વગેરે મળ્યા. સ્ટાર્ટિંગ પોઇંટ પર પહોંચ્યા પછી ખબર પડીકે આયોજન વ્યવસ્થિત થયું છે અને બધાંએ સરસ મજાના ફોટાઓ પડાવ્યા 🙂 અસિતભાઇ (મેયર) એ ફ્લેગ ફરકાવી રેસની શરુઆત કરી. રીવરફ્રન્ટ પર પહેલીવાર પગ મૂક્યો, ત્યારે તેની બધી કોન્ટ્રોવર્સી ભૂલી જવાઇ અને થયું કે સરસ વોક-વે બનાવવામાં આવ્યો છે, જે એટલિસ્ટ અમને દોડવા માટે તો કામમાં આવશે 😉

શરુઆત અને એકાદ કિ.મી. પછી DJ અને વચ્ચે બે-ત્રણ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા હતી જે સખત ઉકળાટ-બફારા અને ગરમીમાં રાહત પહોંચાડવામાં મદદરુપ થઇ. વાસણા ડેમથી ટોકન લઇને પાછા આવવાનું હતું, રીટર્ન દોડવાનું મુશ્કેલ બન્યું પણ છેવટે, Strong Finish સાથે રેસ પૂરી કરવામાં આવી. સમય: ૧.૦૭.૧૫. હેનરિકે આ માટે ૩૯ મિનિટનો સમય લીધો 😀 (પ્રથમ ક્રમ).

આશા રાખીએ કે વર્ષમાં આવી બે-ત્રણ ૧૦K ની સ્પર્ધાઓ થાય જેથી લોકોને પ્રોત્સાહન મળે. સાબરમતી રીવરફ્રન્ટમાં હજી ઘણું કામ બાકી છે. પ્રગતિની સાથે લોકોના મગજની પ્રગતિ પણ થાય એ જરુરી છે (રીવરફ્રન્ટની બહાર નાનાં-નાનાં છોકરાઓને સ્ટેડિયમ ભાડે અપાયું તેનો વિરોધ કરવા ઉભા રાખેલા, કદાચ ચોકલેટ-બિસ્કિટની લાલચે!).

અને, મારો અત્યાર સુધીનો બેસ્ટ સ્માઇલિંગ પોઝ.

ફોટો: (c) બાર્બરા વેસ્ટરલિન.

11 thoughts on “સાબરમતી રીવરફ્રન્ટ રન

 1. “પ્રગતિની સાથે લોકોના મગજની પ્રગતિ પણ થાય એ જરુરી છે”

  Exactly…

  (રીવરફ્રન્ટની બહાર નાનાં-નાનાં છોકરાઓને સ્ટેડિયમ ભાડે અપાયું તેનો વિરોધ કરવા ઉભા રાખેલા, કદાચ ચોકલેટ-બિસ્કિટની લાલચે!).

  પોતાની પોલીટીકલ અભરખા ઓ માટે ભૂલકા ઓ ને શું કામ હાથ બનાવતા હશે ?

  રીવર ફ્રન્ટ નહોતો બન્યો ત્યારે કેટલા લોકો ત્યાં જતા ? !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Like

 2. ૧) પ્રથમ તો ૧૦ ( ! ) કી.મી ( father રે ) , માત્ર ૧ કલાકમાં પૂરું કરવા બદલ Congrats .

  ૨) અને બીજું , પહેલી વાર , તમે આખે આખા ઝડપાઈ ગયા !

  ૩) પ્યારા બચ્ચાઓને , તારે રીવરફ્રન્ટ પર !

  Like

 3. Many congrats for completing 10K Dream Run 🙂

  By the way, I got to hear few words from a fellow Amdawadi who is non-political:

  “You know, if we have any visitors now, we can always take them to Kankaria Lake and RiverFront and proudfuly say this is our Amdavad. God bless Modi for making us proud.”

  I am really excited to visit RiverFront once I am in Ahmedabad !

  Like

 4. કોન્ગ્રેચ્યુલેશન ૧૦k એક કલાક માં પૂરી કરવા માટે, મેં હમણાં ઇન્ટેલ આયોજિત 5k માં ભાગ લીધો છે અને હું ૫ કિમી ભાગું છું એટલે મને ખબર છે ૧૦ કિમી કેટલું અઘરું છે અને આટલા સમયમાં કરવું પણ કેટલું અઘરું છે. હેટ્સ ઓફ.

  Like

 5. કાર્તિકભાઈ, બે વર્ષ પહેલા તમારા બ્લોગ વાંચતા એવું લાગતું હતું કે મારા જેવા લેઝી અને ઈન-હોમ લાઈફ્સ્ટાઈલવાળા છો, આજે ટૂંકા જ સમયમાં તમે દસ કિલોમીટર દોડવાનું પૂરું કરી શકો છો અને એ પણ કલાકેકમાં એ તો મારા જેવા માટે મોટીવેશનલ વાત છે. આ આખું રીજુવેનાઈટ થવાનું પ્રકરણ લખો ક્યારેક પ્લીઝ. મને પાંચ કિલોમીટર ચાલતા ૪૫ મિનીટ થાય છે.

  Like

  1. પોસ્ટ-પ્રેરણા આપવા બદલ આભાર 🙂 હાફ-મેરેથોન પૂરી કરીશ ત્યારે વિગતે પોસ્ટ લખીશ. રનિંગ વિશેની કેટલીક (ગેર)માન્યતાઓ જે મારા મનમાંથી પણ દૂર થઇ અને કઇ રીતે હું ફેટમાંથી ફીટ બન્યો એ લખીશ. આ મહિનાની છેલ્લી પોસ્ટ એ જ હશે!

   Like

 6. કાર્તિક ભાઈ તમે મારા માટે સોર્સ ઓફ મોટીવેશન છો અને મેં મારી સાથે રેહતા બીજા મારા જેવા ૪ જુવાનીયા ઓ ને આ ધંધે લગાડી દીધા છે. ક્યાંક વાંચેલું કે : Running is beautiful addiction!!

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.