ત્રણ ખરાબ અનુભવો

* ઘણાં વખતે ખરાબ અનુભવો થયા, અને થવા જ જોઇએ. જીવવનો એક ભાગ છે, પાછળ પડેલી એક લાત છે (શું વાત છે :D).

૧. સાબરમતી રીવરફ્રન્ટ માટે ઘરેથી વલ્લભસદન રીક્ષામાં ગયો ત્યારે મેં જોયું કે રીક્ષા વાળાએ મીટર ફેરવ્યું હશે, છેલ્લે છ મહિનાઓના સારા અનુભવોના કારણે મને એમ કે તેને ઝીરો કર્યું હશે. ત્યાં જઇને જોયું તો મીટર રીડિંગ ૨૪૫!! ૨૪૫ તો ઘરેથી મણિનગર જઇએ તો પણ ન થાય! તો આશ્રમ રોડ પર આટલું બધું. ઘણી મગજમારી થયા પછી છેવટે અડધા રુપિયા આપી વાત પૂરી કરવામાં આવી.

સાર: મીટર ઝીરો કરીને જ બેસવું. આ સાર કેવી રીતે મને કામ ન લાગ્યા તે હવે આગળના અનુભવમાં.

૨. અમારે ગુરુકુળ આગળથી ઘરે આવવાનું હતું. જતી વખતે ૧૧ રુપિયા (ie મિનિમમ ભાડું) થયા. વળતી વખતે એટલા જ થાય તે સ્વાભાવિક છે. એટલે કે મીટર ૧૮ થી ૧૯ રીડિંગ બતાવે. અને, પાછા આવ્યા ત્યારે મીટર રીડિંગ ૧૯ જ બતાવતું હતું. પણ, રીક્ષાવાળાએ સીધા ૧૪ રુપિયા માંગ્યા. મેં કહ્યું મીટર તો ૧૮ છે, કેમ ૧૪ રુપિયા થાય, તો તેણે મીટર મારી નજર સામે જ ફેરવી દીધું અને કહ્યું કે જુઓ. ઘોર ચીટિંગ. બોલાચાલી થઇ અને વાત મારા-મારી સુધી પહોંચવાની હતી. કોકી જોડે હતી નહિતર મારે અથવા રીક્ષાવાળાએ બે માંથી એકે અથવા બન્નેએ હોસ્પિટલની મુલાકાત લેવાનું નક્કી હતું. વેલ, આટલું ભયંકર ચીટિંગ મારા જીવનમાં ક્યારેય જોયું નથી (કેટલાક અપવાદો છે, જેની વાત જાહેરમાં થાય એમ નથી!).

૩. ત્રીજો અનુભવ ખરાબ ન કહેવાય પણ, સરવાળે “કસ્ટરમર કેમ ગુમાવવા” એ પોસ્ટ હેઠળ આવી શકે. મારે Immortals of Meluha પુસ્તકનો ગુજરાતી અનુવાદનો ઓર્ડર આપવો હતો. ફ્લિપકાર્ટ પર આ પુસ્તક આઉટ-ઓફ-સ્ટોક હતું એટલે booksonclick પર ગયો તો ત્યાં પ્રાપ્ત હતું. પણ, ૧. પુસ્તક પર કોઇ ડિસ્કાઉન્ટ નહી, ૨. ૩૦ રુપિયા શિપિંગ ચાર્જીસ, ૩. કેશ-ઓન-ડિલિવરી ચાર્જ  ૧૦૦ રુપિયા!!! આ ત્રીજી વસ્તુ ભારે પડે 🙂 છેવટે, ફ્લિપકાર્ટ પરથી ‘મેલુહા’ ના બે પુસ્તકોનો સેટ અંગ્રેજીમાં મંગાવ્યો. ગુજરાતી એડિશન જ્યારે સ્ટોકમાં આવે ત્યારે લઇશું.

(અપડેટ: છેલ્લેથી બીજા વાક્યમાં ભૂલ સુધારવા બદલ અનુરાગનો આભાર!)

એક સારી વાત: જય હો અને ભારતનું મહાભારત વિશલિસ્ટમાં છે જ.

11 thoughts on “ત્રણ ખરાબ અનુભવો

 1. 1) થોડીક ઉતાવળ કરી , મેલુહા ( ગુજરાતી ) વિષે !

  Check out this infibeam link , with 13% discount , they take also Rs. 30 below the Rs. 200 , but adjust one other small book with that . CALL NO. 079 40260260 .

  http://www.infibeam.com/Books/meluha-amish-tripathi/9789381315767.html

  મિક્ષ ગુજરેજી વિષે , ક્ષમાદાન . . આપશો ( વધારામાં જોડણી વિષે પણ . . )

  2) અને ખરાબ અનુભવ વિષે તો . . . : (

  Like

 2. ‘જય હો’ ખુબ જ સરસ છે. મેં હજું ૩ દિવસ પહેલા જ Crossword (Himalaya Mall) માં થી ખરીદ્યું. પહેલા flipkart પર શોધવા કોશિશ કરેલી પણ નો’તું ઉપલબ્ધ એટલે Crossword જઈને લેવું પડ્યું.

  Like

 3. મને ગઈ કાલે જ ટર્નીંગ પોઈન્ટ બુકની ડિલીવરી મળી જે મેં સુલેખાના ઓગષ્ટ બુક સેલમાંથી ખરીદી હતી.

  http://deals.sulekha.com/august-book_sale

  કાર્તિકભાઈ તમે નીચે આપેલી કોઈ પણ સાઈટનો ઉપયોગ કરી શકો છો કે ક્યાંથી ઓછા ભાવે પુસ્તક ખરીદી શકાય અને એ પણ કોઈ શિપિંગ ચાર્જ વગર. 😉

  http://www.mysmartprice.com/books/

  http://books.pricedekho.com/

  http://www.junglee.com/The-Immortals-Meluha-Amish-Tripathi/dp/9380658745/ref=al_as_b_0?ie=UTF8&pf_rd_m=A16438DQQ6LODA&pf_rd_s=center-2&pf_rd_r=1M19N1HXE36A7646B113&pf_rd_p=315607047&pf_rd_t=101&pf_rd_i=૬૮૩૮૪૦૦૩૧

  કદાચ તમે આ સાઈટ્સ વિષે જાણતા હશો, અને ના જાણતા હો તો તમને પુસ્તકો ખરીદવામાં મદદરૂપ થશે. 🙂

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.