પુસ્તકો: હેરી પોટર, ભાગ ૧ થી ૭

* એક જ વાક્ય: Go for them!

ફાઇનલી, આજે સાતમો ભાગ પૂરો થયો અને આ સરસ મજાની સફરનો અંત આવ્યો. ખાસ કરીને મને: ચેમ્બર ઓફ સિક્રેટ, પ્રિઝનર ઓફ અઝકાબાન અને ડેથલી હોલોસ, આ ત્રણ ભાગ બહુ ગમ્યા. કેરેક્ટરમાં ફ્રેડ-જ્યોર્જ, સિરિયસ બ્લેક અને સ્નેપ (ઓકે, પ્રોફેસર સ્નેપ!). પહેલા બે ભાગ હિન્દી અને અંગ્રેજી બન્નેમાં વાંચ્યા, જે કોઇપણ પુસ્તક બે ભાષામાં વાંચવાનો મારો પહેલો અનુભવ હતો.

કિન્ડલ પર સાતેય ભાગ વાંચવાની બહુ મજા આવી.

તમે જો હજી પણ ન વાંચ્યા હોય તો, આજે જ વાંચો. હવે, જે. કે. રોલિંગના નવા પુસ્તકની રાહ જોવાશે!

બુકશેલ્ફ

* ફાઇનલી, નવું બુકશેલ્ફ (એમ જોવા જઇએ તો બે બનાવવામાં આવ્યા છે) બની ગયું છે. ફોટો હજી પાડી શકાય એવી સ્થિતિમાં પુસ્તકો મૂકવામાં આવ્યા નથી, એટલે સોરી ફોર ધેટ. વત્તા કોમ્પ્યુટર ટેબલ પર બે સરસ મજાનાં ‘કેબલ મેનેજર’ માટે કાણાં પાડવામાં આવ્યા છે અને બધાં જ વાયર્સ વ્યવસ્થિત કરતાં હવે કોમ્પ્યુટર ટેબલ ગૂંચળાઓમાંથી મુક્ત થયું છે એ અગત્યની વાત છે. પેલા મોટા-મોટા ફર્નિચર સ્ટોર્સમાંથી તકલાદી અને મોંઘા શેલ્ફ કરતા ઘરે બનાવેલ મજબૂત ફર્નિચર સારું પડે છે. વેલ, મિસ્ત્રી સરનેમ હોવા છતાં મારાથી એક ખિલ્લી સરખી લાગતી નથી એ વાત અહીં અપ્રસ્તુત છે 😉

હવે, ત્રણ દિવસ રજાની મજા (ઓફકોર્સ, કવિનને).

અપડેટ્સ – ૫૬

* ૨૧ કિમી. ની હાફ-મેરેથોન સફળતાપૂર્વક દોડી લેવાઇ, એ માટેનો સમય હતો: ૨ કલાક, ૪૪ મિનિટ. ગુણવત્તાની દ્રષ્ટિએ ખરાબ કહેવાય, સફળતાની દ્રષ્ટિએ સરસ કહેવાય. મને એમ કે, ૨ કલાક, ૧૦ મિનિટનો ટાર્ગેટ સારો રહેશે. પણ, ક્યાં ખબર હતી કે આવું ઊંચું નિશાન માત્ર કહેવતોમાં જ સારું લાગે 😉 વેલ, સરવાળે મજા આવી. શીલજ સર્કલથી થોળ બર્ડ સેન્યુચરીના ચાર કિ.મી. પહેલાં સુધી અને પાછાં શીલજ સર્કલનો માર્ગ સારો હતો. સવારે ૭.૩૦ સુધી તો જરાય અવર-જવર નહોતી પછીથી ધ્યાન રાખવું પડે તેમ હતું કારણ કે રસ્તો એક-માર્ગીય હતો.

અને, મેન્ડેટરી રનિંગ પોઝ.

ADRનો મુખ્ય ફાયદો રનિંગ પછી બધાં જોડે થતી વાત-ચીત છે. હેનરિક, સોહમભાઇ, રાજેશ, લિહાસભાઇ અને બીજા નિયમિત રનર્સ જોડે વાત કરીને જ મેરેથોન દોડવાનો જુસ્સો આવી જાય 🙂

અને, પછી આખો રવિવાર સંપૂર્ણ આરામ. ઘરની બહાર પગ મૂકવાનો સવાલ જ નહોતો.

શું શીખ્યો?

૧. નવાં શૂઝ લાંબા અંતરની દોડ માટે ન વપરાય. જમણાં પગની છેલ્લી આંગળીએ સરસ ફોલ્લો થયો અને આ લખાય છે ત્યાં સુધી ફૂટ્યો નથી એટલે કાલની પ્રેક્ટિસ શંકાસ્પદ છે.

૨. ADRની ટી-શર્ટ થોડી જાડી છે. પણ, આ લાલ રંગની ટી-શર્ટ જુસ્સાવાળી છે 🙂

૩. સવારે વહેલા ઉઠવું એ ભારે કામ છે.

૪. દોડતા પહેલાનું વાર્મ-અપ અગત્યનું છે.

* કેશુભાઇના ફાફડા જોડે ઝાડફિયાભાઇની જલેબીનો અદ્ભુત સ્વાદ હવે ગુજરાત ચાખશે. ચાખશે કે તેમને સ્વાદ ચખાડશે એ તો ડિસેમ્બર-જાન્યુઆરીની ઠંડીમાં જ ખબર પડશે.

* Curiosity is the mother of invention. સો ટકા સાચું.

* આજની નોંધપાત્ર (અને વાંચ્યા પછી વિચારવા જેવી) બ્લોગ પોસ્ટ: Inspiring, isn’t it?

ઓલ્મપિક ૨૦૧૨ અને બીજાં અપડેટ્સ

* Olympics 2012 પર તો કંઇ ખાસ લખી શકાય તેમ નથી, છતાંય આ લખાય છે ત્યાં સુધી આપણને ૧ બ્રોન્ઝ અને ૧ સિલ્વર મેડલ મળ્યો છે. હજી એકાદની આશા રખાય છે. લેટ્સસી. એથ્લેટિક્સમાં તો ભૂલી જ જવાનું. તેમ છતાંય, ‘ઇન્ડિયન બૉડી અને કૅન્યન માઇન્ડ’ જેવું ધ્યાનમાં રાખવું અને આ રવિવારે ૨૧ કિ.મી.ની પ્રેક્ટિસ શીલજ થી થોળ સુધી ADR વડે રાખવામાં આવી છે. એથ્લેટિક્સમાં મેડલ લાવવો એ કેમ ટફ છે એ ભારતના વાતાવરણ (હવામાન અને મા-બાપના મગજના હવામાન), રમતોમાં રમાતા ગંદા રાજકારણ અને સરવાળે રમત-ગમત પ્રત્યેની ઉદાસીનતા (ફાફડા-ઢોકળા અને ચીઝ સેન્ડવિચ.. ભૂલાય?) પરથી માપી શકાય છે.

હા, હવે તો ગીલ્લી-દંડા અને લખોટીમાંય આપણો નંબર ન આવે. ચીન એમાંય માસ્ટરી મેળવી લે 🙂

અપડેટ: યશે આપેલ એક વાંચવાલાયક લેખ: Who is winning medals in London, and why?

* અત્યારે ધ ડાર્ક નાઇટ ટૂકડે-ટૂકડે જોવામાં આવી રહ્યું છે. એ રાત્રે મોડા સુધી જાગવાનું હવે સવારે વહેલાં ઉઠીને દોડવાની આશામાં બંધ કર્યું છે, છતાંય હજી હેરી પોટર સવારની એલાર્મ પર ભારે અસર કરે છે. બસ, બીજાં બે-ત્રણ દિવસ અને એક સરસ પુસ્તક સીરીઝનો અંત આવશે એ વિચારે વાંચવાનું ધીમું કરી દીધું છે 🙂

* અને, દુષ્કાળ-દુકાળ સામે આવતો દેખાય છે.