અપડેટ્સ – ૫૮

* આજે સપ્ટેમ્બરની ADR Monthly Run ‘meet’ હતી એટલે દર વખતની જેમ મજા આવી ગઇ. આરામથી ૯.૩૩ કિ.મી. દોડાયું અને રનિંગ પહેલા, દરમિયાન અને પછીની ચર્ચાઓનો અદ્ભૂત આનંદ લેવામાં આવ્યો. નવાં મિત્રો, નવાં ચહેરા અને જૂનાં મિત્રોનો વધુ ગાઢ પરિચય. મજાની લાઇફ. ફોટાઓ ફેસબુક પર મૂકવામાં આવ્યા છે. સ્વિમિંગ અથવા સાઇકલિંગનો પ્રયત્ન ટૂંક સમયમાં કરવામાં આવશે. જોઇએ છીએ બે વસ્તુમાંથી શેમાં મજા આવે. કવિનને સ્વિમિંગ તો શીખવાડવાનું છે, એટલે જોડે-જોડે થોડા પગ અમે પણ પલાળી લઇશું 😉

* હૈદરાબાદથી આવ્યા પછી પાપી બનેલું પેટ હવે મોક્ષ પામી ચૂક્યું છે અને અમે ખીચડીમાંથી રોટલી તરફ પ્રયાણ કર્યું છે. એટલે હવે આવતા અઠવાડિયાંથી ગહન દોડ તાલીમ શરુ થશે. લેટ્સ સી.

* મોદીજીના હેંગઆઉટમાં મજા આવી. સરવાળે કોંગ્રેસ ઉંઘતી ઝડપાઇ અને કદાચ કાલે ઉઠીને ગુગલ પ્લસ કે હેંગઆઉટ બ્લોક થવા માંડે તો કહેવાય નહી. મોદીજીના વિરોધીઓએ પણ રાહ જોઇને હેંગઆઉટ લાઇવ જોયો એવા અહેવાલ મળ્યા છે.

* ઘરનું ઘર એમ બ્લોગનો બ્લોગ ન હોવો જોઇએ? 😉

* હવે The Immortals of Meluha વાંચવાની શરુ કરી છે, અત્યાર સુધી બહુ સમય મળ્યો નથી એટલે આવતા અઠવાડિયે તેના પર ધ્યાન આપવામાં આવશે.

* વચ્ચે એક દિવસ અમે અમદાવાદ હાટમાં જઇ આવ્યા. સરસ જગ્યા છે, દર વખતે ત્યાં સારી એવી ખરીદી થાય છે, જો કોઇને રસ હોય તો, તેના આગામી કાર્યક્રમોની યાદી નીચે આપેલી છે.

અમદાવાદ હાટ

Advertisements

10 thoughts on “અપડેટ્સ – ૫૮

 1. મજા આવી અપડેટ વાંચવાની…
  મેલુંહા વાંચવાનો મોકો નથી મળ્યો..વાંચી ને કેજો…
  મોદી ના હેંગ ઓઉટ નો લાભ ના મળ્યો પણ એના પડઘા સારા પડ્યા
  કમસેકમ કોઈક તો આવો રાજનેતા છે જે યુથ સાથે હેંગ ઓઉટ કરે છે …

  Like

 2. મેલુહા અને એની સિકવલ સીક્રેટ્સ ઓફ નાગાઝ પણ મસ્ત છે, અને મારા મતે પૂરી કર્યા વગર ચેન ન પડે એવી છે. એક સલાહ : મેલુહા પતે એટલે સીક્રેટ્સ ઓફ નાગાઝ પણ વાચી લેજો, વચ્ચે કોઈ બુક નહિ રાખો તો કંટીન્યુટી પણ રહેશે અને મજા આવશે. અને ડીસેમ્બર માં શિવા ટ્રાયલોજી નો છેલ્લો પરત ઓથ ઓફ વાયુપુત્રાસ આવે છે.

  નરેન્દ્ર મોદી નું હેંગઆઉટ જો કોઈ ચેનલ એ એને કે એના વિષે ના પ્રોગ્રામ ને ઓન એર કર્યો હોત તો ઈતિહાસ માં કદી ન જોયા હોય એવા ટી આર પી મળત. મોદી પાસે વારે વારે એવા મોકા હતા કે ગવર્ન્મેન્ટ અને એના વિરોધી ઓ સામે ઝેર ઓકતી વાતો કહી શકત, પણ એણે સતત વિકાસ ,ગુજરાત ની નીતિ ઓ અને નોર્મલ મેનેજમેન્ટ અને એવી બધી વાતો જ કરી એકંદરે મજા આવી ગઈ, અને આ મોદી નો એક માસ્ટર સ્ટ્રોક હતો. આવા એકાદ બે હેંગ આઉટ એણે ૨૦૧૪ માં ય મદદ કરી શકે છે.

  Like

 3. ગૂગલે હન્ગોઉંત માં મારો સવાલ પસંદ થયો હતો ને ડરી નરેન્દ્ર મોદી એ વિસ્તાર થી જવાબ પણ આવ્યો. આનંદ થયો કે ૫૦૦૦ થી વધારે પુછ્યેલા સવાલો માં મારો સવાલ પસંદ થયો.

  તને એને ૧:૩૪ કલાકે સાંભળી શકો છો. સવાલ પ્રવાસન માટે હતો.

  Like

 4. તમારા દોડવાના અપડેટ્સથી મેં પણ અઠવાડિયામાં ત્રણ દિવસ દોડવાનું શરુ કર્યું છે. ૫ કિમી દોડી શકાય છે વધારે દોડી શકાતુ નથી.
  પ્રથમ સફળતા મળી ગઇ.
  http://tiktok.biz/bridgetobrisbane/2012/34525

  Like

  1. અરે વાહ! પ કિમી સુધી એકાદ મહિનો જાળવી રાખશો, તો વધુ અંતર સરળ છે. દર મહિને ૧૦-૧૫ ટકા અંતર વધારજો. કેટલું દોડ્યા એના કરતાં time-on-feet પર ફોકસ કરજો 🙂

   Like

 5. એક બાજુ નરેન્દ્ર મોદી સાથે હેંગ આઉટ હતું અને બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ ને ન્યુ જર્સી માં ચલો ગુજરાત-૨૦૧૨ માં સ્ટેજ પર ભાષણ કરતા કરતા ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું. જુવો મસ્ત વીડિઓ:
  http://deshgujarat.com/2012/09/03/this-is-how-shaktisinh-had-to-leave-chalo-gujarat-stage-video/

  રક્ષિત પટેલ

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.