દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૨

*  ‘ન દોડવાના બહાનાં’ પર ખાસ પોસ્ટ હાજર છે!

બહાનું #૧: સમય નથી.

ચિત્ર સ્ત્રોત: ફેસબુક

સવારે સમય નથી? તો સાંજે દોડો. સાંજે સમય નથી તો સવારે દોડો. સોમ થી શુક્ર બીઝી છો? તો શનિ-રવિનો ઉપયોગ કરો. ઘરની નજીક ગાર્ડન હોય તો રાત્રે પણ દોડી શકો છો (જમ્યા પહેલા!).

બહાનું #૨: મારું શરીર તો ફીટ છે, દોડવાની શી જરુર?

બહારથી મસ્ત દેખાતું શરીર અંદરથી ફીટ હોય જ તે જરુરી નથી. દોડવાથી હ્દ્ય વત્તા મગજને પણ પૂરતો ઓક્સિજન મળવાથી એકસ્ટ્રા ફાયદો થાય છે. સાંધા વગેરેના રોગોથી રાહત મળે છે (કે પાછલી ઉંમરે થતા નથી કે ઓછા થાય છે). તમારી ‘ફીટ’નેસનો ટેસ્ટ દોડવાનું શરુ કરવાથી થઇ જશે! 🙂

બહાનું #૩: હવે ઉંમર થઇ ગઇ.

ADR માં એવા મેમ્બર છે જેમને ૬૦ વર્ષે દોડવાનું શરુ કર્યું છે અને અત્યારે ૬૫ થી ૬૯ વર્ષે પછી ફુલ-મેરેથોન દોડે છે! રણધીરઅંકલ અને માંકડ અંકલ તેનાં ઉદાહરણ છે. હૈદરાબાદ મેરેથોનમાં આવા કેટલાય ઓલ્ડ-યંગ ને મારાથી આગળ થતા જોયેલા છે!

બહાનું #૪: દોડવાનું મોંઘું છે.

એક રીતે જોઇએ તો કોઇપણ શોખ મોંઘો છે, પણ રનિંગ (અને સાઇકલિંગ) કદાચ એવા શોખ છે જે મીનીમમ રુપિયા ખર્ચીને પણ સારી રીતે કેળવી શકાય છે. દોડવા માટે માત્ર વર્ષે-બે વર્ષે શૂઝ વત્તા ચડ્ડી-ટીશર્ટનો ખર્ચો છે. જરુરી નથી કે દેશ-વિદેશના દરેક ખૂણે થતી મેરેથોનમાં તમે ભાગ લો. હવે તો ગુજરાતમાંય ત્રણ મેરેથોનનું આયોજન થાય છે (આ વખતે સુરતમાંય મેરેથોનની વાતો સંભળાય છે. હુરતીઓ દોડશે તો મજા આવશે! ખાલી આયોજનમાં લોચા ના પડે તો સારી વાત છે ;)).

મેં કરેલ ત્રણ બેસ્ટ રનિંગ એસેસરી: પાણીની બોટલ (વીથ ગ્રીપ): ૧૪૯, હેડ બેન્ડ: ૧૯૫, બેલ્ટ: ૨૦૦. આમાં પહેલી અને ત્રીજી વસ્તુ રનિંગ માટેની છે જ નહી તો પણ મને મસ્ત રીતે સેટ થઇ ગઇ છે. આ વસ્તુઓ જો બ્રાન્ડેડ લેવા જઇએ તો ત્રણ ગણાં રુપિયા તેના માટે આપવા પડે.

બહાનું #૫: લોકો શું કહેશે?

ખાસ કરીને કદાચ બહુ વધુ વજન કે પછી કોઇક વાર છોકરીઓ-સ્ત્રીઓને આ પ્રશ્ન ઉદ્ભવે છે. એક ઉપાય જીમ અથવા વહેલી સવારે કે સાંજે ગાર્ડન-પાર્કમાં દોડી શકાય. જો પોસાતું (અને જગ્યા-મોકળાશ)  હોય તો ટ્રેન્ડ મિલ ઘરે પણ વસાવી શકાય પણ એમાં રોડ-ટ્રેક જેવી ફિલ આવતી નથી. શોર્ટ પહેરીને જ દોડવું તે જરુરી નથી, સરસ ટ્રેક પેન્ટ મળે છે.

અને તોય લોકો કંઇક તો કહેવાના. Ignore કરવા!

બીજા કોઇ બહાનાં છે? તો લખો, ઉકેલ હાજર છે!!

22 thoughts on “દોડવાનું કઇ રીતે શરુ કરવું – ૨

  1. તમે તો મારી જેવા ઘણા ને દોડતા કરી મુક્સો..
    મને ચાલવા નો શોખ છે..હું જયારે ગામડા મા રેહ્તો ત્યારે નાનપણ થી ખેતરો મા ફરવા જતો..૭ કે ૮ કિમી તો એમજ થતા
    પણ વજન વધારે હોવાથી જાજો સમય દોડી ના શકતો..
    તમારો બ્લોગ વાંચી ને મને પણ દોડવા નું મન થયું છે..ભલે છેક સુધી ના પહોચાય પણ એ એક મોટી વસ્તુ ની નાની શરૂઆત હસે.

    Like

  2. Hello Kartik, i’ve been reading yr blog from looong loong time..(u must know coz thr must be clicks from Penang, malaysia on yr blog!) Its just tat i’m too lazy to comment..:/ but i m yr all time follower! now with fb subscribe, its easy to keep track to one of my fav blog:) Thx a lot!

    Okay , this post(and previous one!) is really something what i was looking for:) bahana no 1 is my all time fav!! plus i always have this thing.. i start wid big bang thn after few session i m bored or feel like ok i’m done wid this..n i hate it.. does it happen to u in the beginning? any suggestion how to keep going?

    planning to drag my husband too to a run today eve..haha.
    (i’m lil slow in writing guj..will do next time..well hopefully!=))

    Like

  3. આવા કસરતમાં આળસુનાં પીરો માટે અહીં ‘ઝુમ્બા’નો ટ્રેન્ડ શરુ થયો છે. એ ફાસ્ટ પેસ્ડ એરોબિકસ જેવું છે. ડાન્સ અને ફિટનેસ.

    વાંચતા વાંચતા એક વસ્તુ દેખાઈ. આમ કઈ અગત્યની નથી પણ મારું ધ્યાન ગયું એટલે કહું છું. “જો પોસાતું (અને જગ્યા હોય તો)…”માં ‘હોય તો’ કૌંસની બહાર કાઢો તો બરાબર રહેશે.

    Like

      1. પી.એસ. હું તમારા બ્લોગ-રોલમાં ખાંખાખોળા કરી રહી હતી. આઉટબાઉન્ડ લિનક્સ પર ક્લીક્સના નોટીફીકેશન આવ્યા હશે ક્યાંક ‘સ્ટેટ્સ’માં. હહાહા 😀

        Like

  4. ૧ અને ૨ નંબરના બહાના સિવાય અન્ય બહાનાઓ તો મને લાગુ પડતા નથી, છતા પણ મારા બહાનાનો તમારી પાસે સૉલિડ જવાબ છે અને તે મારા ન દોડવાના ઇરાદાને તોડવા માટે પુરતા છે…. લાગે છે કે જલ્દી જ શરૂઆત કરવી પડશે.

    આભાર.

    Like

  5. આ લેખ મેં પણ ત્યાં જ વાંચ્યો હતો, વિનયભાઈએ ધ્યાન દોર્યું કે આ તો કાર્તિક મિસ્ત્રીનો લેખ છે જે તેમના બ્લોગ પરથી ઉઠાવવામાં આવ્યો છે.

    Like

      1. સાચી વાત છે, જોરદાર નમુનો છે – All Posts are mine mine mine!! 🙂 😛

        મને તો એ સમજાતું નથી કે બે વાક્યો પોતાના વિશે ગુજરાતીમાં ન લખી શકતા લોકો શા માટે પોતાનો ગુજરાતી બ્લૉગ બનાવીને પ્લેજરીઝમના ચક્કરમાં અટવાઈને પોતાની જાતને ‘ચોર’ સાબિત કરાવી લેતા હશે?

        Like

Leave a reply to વિનય ખત્રી જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.