અપડેટ્સ – ૫૯

* ફરી એકવાર હાજર છે અપડેટ્સ!

૧. સવારે સરસ મજાની ADR મેમ્બર્સ સાથે ૧૫કે (કે એટલે કિમી એમ હવે સમજવું). એમ તો, ૨૧કે નક્કી કરેલું પછી જમણા પગની હાલત જોતા બહુ સાહસ ન કરવું જ યોગ્ય લાગ્યું. એ પહેલા ઘરે થી પકવાન સુધી દોડીને ગયો એ ૩કે એકસ્ટ્રા 🙂 આગલા દિવસે સાંજે ફાસ્ટ ૫કેનું પરિણામ સવારે નજરમાં આવ્યું!!

૨. કવિન માટે એક જીવડું (હેક્સબગ) લેવામાં આવ્યું છે. એક લો ક્વોલિટી વિડીઓ યુટ્યુબ પર જોઇ શકાશે.

૩. RIP, વર્ગિસ કુરિયન. અમુલ કદાચ એવી બ્રાન્ડ છે જે સરસ ક્વોલિટી જાળવવા સાથે જીવનમાં એવી વણાઇ ગઇ છે કે એને અલગ પાડવી શક્ય નથી. અમુલે દુધ ઉત્પાદનમાં લાવેલી ક્રાંતિ અનન્ય છે.

૪. કવિન જેવા નાનકડાં છોકરા પાસે પણ કેટલી બધી વસ્તુઓ શીખવા મળે છે. મારી વોટર બોટલમાં સીપર છે, જે મને એમ કે કંઇ ફોલ્ટ વાળું છે એટલે હંમેશા હું ઢાંકણું ખોલીને પાણી પીતો હતો, કવિને બતાવ્યું કે બોટલ થોડી ઉંચી રાખીને પીવામાં આવે તો સરસ રીતે પાણી પી શકાય!

૫. હે હે હે. તમે બોલ્યા!

Advertisements

3 thoughts on “અપડેટ્સ – ૫૯

  1. કદાચ PM એમ કહેવા માંગે છે કે , હજી અમે દરિયાઈ માર્ગની સુરક્ષામાં કાઈ ઉકાળ્યું નથી , તો તમારે આવવું હોય તો જલ્દી કરો , પછી નવરાત્રી / દિવાળી જેવા તહેવાર ટાણે હેરાન કરતા નહિ , બાપલા !

    Like

  2. અહી સોહમભાઇ ની એક જોક યાદ આવી ગઈ …

    “નરેન્દ્ર મોદી(મનમોહનસિંહને)- આટલા બધા પૈસા ખવાઇ ગયા અને તમે કેમ કશું બોલ્યા નહીં?
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    .
    મનમોહનસિંહ- મારી મમ્મીએ મને ખાતા ખાતા બોલવાની ના પાડી છે. “

    Like

  3. તમારી અપડેટ્સ મજાની હોય છે…
    આપ ના દોડવા માટે નું એટલું ડેડીકેશન જોયને આનંદ થયો…
    અને બાળકો ખરેખર ઘણું શીખવાડી દેતા હોય છે,,એવો મને પણ જાત અનુભવ છે..એની કાલીઘેલી ભાષા મા એક ઉડાઈ હોય છે જો તમે જાણી શકો તો..
    અને વાત રહી આપડા માનનીય(હા એતો રેહસેજ) પી.એમ બોલ્યા એમાં કઈ નવીન નથી..અત્યારે નહિ બોલે તો આમેય ચુંટણી હાર્યા બાદ બોલવું જ પડશેને

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s