૩૩ કે ૩૪

* આજે ૩૩ વર્ષ પૂરા. હાશ.

એમ તો કોઇ પૂછે કે કેટલા વર્ષ થયા તો મોઢાંમાંથી ૩૦થી વધારેનો આંકડો નીકળતા જીભ અચકાઇ જાય છે 😉 વેલ, ૩૩ પૂરા થયા એટલે મને હજી ૩૩નો જ ગણી શકાય. ૩૪ પૂરા થશે એટલે ૩૪ વગેરે વગેરે.. રનિંગ યર નહી ગણવાનું અને વધુને વધુ રનિંગ (ie દોડવાનું) ચાલુ રાખવાનું. આશા રાખીએ કે ૭૦ પ્લસની સુપર સિનિયર સિટિઝન કેટગરીમાં મેરેથોન કે અલ્ટ્રા-મેરેથોનમાં ક્યાંક અમારો નંબર પણ આવે.

આ નિમિત્તે ૨૩.૫૬ કિલોમીટર, ઘરથી કેમ્પ હનુમાન (બર્થડે નિમિત્તે શનિવારે જન્મેલો માણસ હનુમાનજીના દર્શન કરે એથી વધુ યોગ્ય શું?)ની એક નાનકડી દોડ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને મજા આવી (થેન્ક્સ ટુ, રાજેશ! રાજેશ અને મારી બન્નેની પેસ અને વેવલેન્થ સરસ મેચ થાય છે. રનિંગ ફ્રેન્ડ!), એટલે હવે આજનો દિવસ સુધી સંપૂર્ણ આરામ! સાંજે ‘બરફી’નો પ્રોગ્રામ છે, જોઇએ છીએ માવો બરોબર છે કે નહિ 🙂

મમ્મી-પપ્પા અને રીનિત-હિરલ તરફથી મસ્ત બર્થ-ડે કાર્ડ મળ્યું, જેના ફોટા પછી ક્યારેક મૂકવામાં આવશે.

અને, ‘જીંદગી બડી હોની ચાહિએ, લંબી નહી’ એ ન્યાયે જે કંઇ જીવવા મળે એમાં જ ભલાઇ છે.

Advertisements

17 thoughts on “૩૩ કે ૩૪

 1. જન્મ દિવસ ની સુભેચ્છા. ૩૩ થાય કે ૩૩, ચિંતા શું કરવાની હેં 😉
  મને આજે ખબર પડી કે આપડે બંને સાથે છીએ જન્મદિવસ માં
  મને ૫૧ થયા હા હા હા

  Like

  1. હા, પાસિંગ રનની પણ નજીક છીએ. આમ તો, ૩૩ કિમી દોડવાનું નક્કી કરેલ પણ થયું કે એ થોડુું વધારે થઇ જશે એટલે આ ‘જય હનુમાન’ દોડ લગાવી 🙂

   Like

 2. પેહલા તો હેપી બડે…
  ૩૩ કે ૩૪ ગણવા બેસવા ને બદલે એટલું દોડવા માટે નો વિચાર પોસીટીવ છે..
  અને તમારી ગતિ અને દ્રવિડ જેવી મક્કમતા (ઔર દોડવા પ્રત્ય ની ચીપ્કુતા) મુજબ તમે ૭૦ સુધી પણ દોડતા જ રેહ્સો
  અને હમ તુમ નો ડાઈલોગ
  “ક્યુંકી ઝીન્દગી બહોત લાંબી હે ઔર હમારે પાસ વક્ત બહોત કમ “

  Like

 3. એવું કહેવાય છે કે birthdays are good, statistics proves that person who have them more often in life lives long ! – એટલે તમને આવા ઝાઝાબધા જન્મદિન ફક્ત જોવા જ નહિ ફુલ ફિટનેસ સાથે ભોગવવા પણ મળે એવી દિલી શુભેચ્છાઓ 🙂

  Like

 4. હેપ્પી બડ્ડે ટુ યુ… (વાસી) આપના જીવનમાં હંમેશા હરિયાળી ફેલાયેલી અહે એવી આશા. સ્વસ્થ જીવતા રહો અને જીવનને માણતા રહો એવી શુભેચ્છાઓ..

  આમ ૩૩ એ પહોંચીને ‘હાશ’ કહો એ ના ચાલે, હજુ તો ઘણું જીવવાનું બાકી પડયું છે ભઇસાબ.

  કાગવાણી-જન્મદિવસે દોડયા એટલે આખુ વર્ષ દોડતા રહેવું પડશે…..સાચવજો.

  Like

 5. અચ્છા તો સામાન્ય લોકો કેક ખાય અને તમે અસામાન્ય બરફી માણી એમ ને?

  આ ૩૩ કે ૩૪ વાળી મુંઝવણ મોટેભાગે જોવા મળશે. મને પણ છે જ. જો કે ખરેખર તો સવાલ પરથી જ જવાબ નક્કી થઇ જાય કે કેટલા થયા?
  કેટલામું ચાલે છે?
  આજે મોદીમાં પણ મિડીયા વાળા કોઈ ૬૨ તો કોઈ ૬૩ મંડી પડ્યા છે….

  આમેય આપણે તો ઠીક કોઈ મહિલાની ઉંમરમાં લોચો થાય તો પેલી બિચારીને જનમ દિવસે જ “હાર્ટ એટેકનો હુમલો” આવી જાય .

  આ બધી મગજમારીમાં તમને શુભેચ્છાઓ આપવાનો છેક છેલ્લે વારો આવ્યો… ખુબ ખુબ શુભેચ્છાઓ….
  અમદાવાદમાં છો એટલે શું? નહીતર બિયર ની લાલચ રહેત

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s