અપડેટ્સ – ૬૦

* બર્થ ડે પછી બહુ ભારે-ભારે લાગે છે. થયું એમ કે બર્થ ડે ના ૨૪કે રન પછી બીજા દિવસે ADR પ્રેક્ટિસમાં ૧૪કે અને કાલે વળી પકે. એટલે, આજે સવારે પેલા બિગિનર્સ કેમ્પમાં જવાનો પ્રોગ્રામ 😦 થોડી શરદી વગેરે પણ લાગે છે. કેક હજી પડી છે, પણ કોઇને યાદ આવતી નથી.

* દિલ્હી હાફ મેરેથોનનો વિચાર પડતો મૂક્યો છે. તેના કરતાં તો સીધાં મુંબઇ મેરેથોન (૨૦ જાન્યુઆરી) અથવા ગોઆ હાફ-મેરેથોન (૯ ડિસેમ્બર) અથવા બેંગલુરુ અલ્ટ્રા (૧૦ નવેમ્બર) નો પ્લાન છે. મુંબઇ માટે ફુલ મેરેથોનનું રજીસ્ટ્રેશન કર્યું છે, પણ હજી કન્ફર્મેશન ઇમેલ આવ્યો નથી. રાહ જોવામાં આવશે.

* રાસ્પબેરી પાઇ હજી આવ્યું નથી.

* આ બધાં પછી સારા સમાચાર એ જ કે ‘બરફી’ સરસ મુવી છે. મેં તાજેતરમાં જોયેલા હિન્દી મુવીઝ પછી કોઇ સારા ચમત્કારની અપેક્ષા નહોતી રાખી પણ, આ તો સરસ નીકળ્યું! કવિનને પણ મજા આવી એ જોઇને મજા ડબલ થઇ. ફેસબુકમાં લખ્યું હતું તેમ હું બહુ લાગણીશીલ માણસ નથી પણ આ મુવી જોઇ થોડો તો લાગણીશીલ છું એમ લાગ્યું 🙂

* આજનો સવાલ: ટાઇમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં તમને જવાની તક આપવામાં આવે અને તમે લીધેલો  એક જ નિર્ણય પાછો ખેંચી લેવાની પરવાનગી મળે તો તમે શું કરો?

12 thoughts on “અપડેટ્સ – ૬૦

  1. 1) મેં અગાઉ એક બ્લોગમાં { કદાચ કુરુક્ષેત્રમાં }કહ્યું હતું કે લાગણી થકી હૃદયમાં આવેલ ઉભરો આંખો વાટે નીકળી જાય છે , Overall તે વ્યક્તિને જવાબદાર બનાવે છે . અને લાગણીના Wi-fi Network થી તમે અન્ય સાથે કનેક્ટ થાવ છો .

    2) અને ટાઈમ ટ્રાવેલ વાળી વાતથી , તો મગજમાં ધડબડાટી બોલી ગઈ !!! , તો ન બોલવામાં જ નવ ગુણ 🙂

    Like

  2. ભાઈ- જો ભૂતકાળ મા પાછા જવાનું મળે અને જો કોઈ એક નિર્ણય મારે બદલાવો હોય તો- એ ઓફકોર્સ લગ્ન નો જ હોય…… 🙂 આપણે તો કુંવારા જ સારા…..સંસાર મા લગ્ન પછી જ સમજાયું કે- કોઈ સાર નથી…..બધા હલાળા જ છે ભાઈ…

    Like

  3. તમારા પ્રશ્નનો ‘મુદ્દાસર’ પણ ગોળ-ગોળ જવાબઃ

    સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષાની એક વાત મને હજુ પણ યાદ છે. અમારે સાતમા ધોરણ સુધી ફરજિયાત પેન્સિલ વડે જ લખવું પડતું અને અમને બધાને પેનનું ખૂબ જ આકર્ષણ રહેતું. રેનોલ્ડસ, રેનોલ્ડસ જેટર અને રોટોમેક (લિખતે લિખતે લવ હો જાયે!) તે સમયે બધાની મનપસંદ બ્રાન્ડસ. એટલે ભલે લખવાનું ન હોય, તો પણ અમે આવી બધી પેન ખરીદીને અમારા કંપાસમાં અચૂક રાખતા. જ્યારે સાતમા ધોરણની વાર્ષિક પરીક્ષા આવી ત્યારે અમે બધા એક બીજાને કહેતા હતા કે ‘જેટલી પેન્સિલ આ પરીક્ષામાં ઘસવી હોય તેટલી ઘસી નાખો. આવતા વર્ષથી તો પેન!’ એ માત્ર બાલિશ આનંદ હતો. પેન વડે લખવાનું શરૂ કર્યા બાદ પેન્સિલ અને ખાસ તો તેના સદાયના સાથી ઇરેઝર (રબ્બર!)ની ખાસ યાદ આવતી.

    હજુ પણ એમ થાય છે કે જીવનમાં એક શકિતશાળી ઇરેઝર હોય તો કેવું સારૂ? કેટકેટલી ભૂલો જીવનની કિતાબમાં છે જે આવા એક ઇરેઝરની રાહે ત્યાં હાજર છે. ઘણું બધું ભૂસીને ફરીથી લખવું છે. કુદરતે આપણા મગજની અંદર એક ઇરેઝર આપ્યું હોત તો કેવું સારૂ! તો ઘણી બધી દુઃખદ યાદોને ભૂસી નાખવાનું કેટલું સગવડદાયક હોત? શું માણસો માટે તમાકું, સિગરેટ કે વિવિધ પ્રકારના દારૂ કે અન્ય વ્યસનો આવા ઇરેઝરનું કામ કરતા હોય છે? મને તો જોકે આવું કોઈ ઇરેઝર આજ સુધી મળ્યું નથી. શું તમને મળ્યું છે? અરે! એમ જ થાય છે કે જીવેલા આ બધા જ વર્ષો જો કોઈ કાળના ઇરેઝરથી ભૂસાઈ જાય અને ફરી પાછો હું એ બાળપણમાં પહોચી જાઉ તો કેવું સારુ!

    @ http://www.chiragthakkar.me/2011/03/blog-post_16.html

    Like

    1. ખાનગીમાં કહું તો,
      ૧. કેટલીક જોબ્સ સ્વિકારી એની ના પાડી દઉં.
      ૨. કેટલાક માણસો જોડે સંબંધો ના બાંધું.
      ૩. કેટલાક ખર્ચાઓ ઉલ્ટાવી દઉં 🙂

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.