ગુડ બાય, અમદાવાદ

* ચાર વર્ષ, ચાર મહિના અને ચોવીસ કલાક અમદાવાદ ખાતે ગુજાર્યા પછી હવે સમય આવી ગયો છે અમદાવાદને બાય-બાય કહેવાનો. આજે આ લખાતું હશે ત્યારે હું અમદાવાદથી કેટલાય કિમી દૂર હોઇ શકું છું (અથવા એ ઇન્ડિગોના પાયલોટ્સ પર આધાર રાખે છે!) 😉

દુ:ખ થવું સ્વાભાવિક છે, કારણ કે ચાર વર્ષમાં જે કમ્ફર્ટ ઝોન આવી ગયો હતો એને તોડવો કે છોડવો અઘરો છે. કવિન એના મિત્રો ગુમાવશે જ્યારે હું વસ્ત્રાપુર લેક, ADR, કેટલાય મિત્રો, બાલ્કનીનો હિંચકો, બપોરે ૨ થી ૪.૩૦ સુધીના નુન નેપ્સ, રાત્રે મોડા સુધી જાગવાનું, રીવર ફ્રન્ટ, BRTS, BRTS વિશે લેખ લખતા લોકો, અમદાવાદનો આલ્ફા મોલ, બાજુ વાળી કરિયાણાંની દુકાન, અમદાવાદના રીક્ષાવાળાઓ, ટ્રાફિક, હેલ્મેટ સર્કલ, કોમર્સ છ રસ્તા, લો ગાર્ડન, સ્વાતિ, ગ્રીન હાઉસ, બપોરનો તડકો, સાંજનો ઉકળાટ વગેરે વગેરે મિસ કરીશ.

તો, આવજો અમદાવાદ. ક્યારેક ફરી મળીશું. બાકી બ્લોગ-ફેસબુક-ટ્વિટર-ઇમેલ અને મેસેન્જર્સ તો છે જ. એટલે, મોટાભાગના લોકો મને બહુ મિસ કરશે જ નહી 🙂

34 thoughts on “ગુડ બાય, અમદાવાદ

 1. કાર્તિકભાઈ,
  મારા જેવા લોકો જે બેંગ્લોરમાં રહે છે, તે આ બધી અમદાવાદ ની વાતો ને પણ મિસ કરશે.
  આપનું નવી દુનિયા માં સ્વાગત છે. નવા જૂની લખતા રેહેજો.

  Like

 2. નગમે હૈ ,શિકવે હૈ , કિસ્સે હૈ બાતે હૈ , બાતે ભૂલ જાતી હૈ , યાદે યાદ આતી હૈ ,..
  અને એના થી બી મસ્ત – ઝીન્દગીકે સફરમે ગુઝર જાતે હૈ જો મકામ …. વો ફિર નહી આતે ….

  Like

     1. બેંગ્લોરમાં તો ઢગલાબંધ ગુજરાતીઓ છે એનો મને ખ્યાલ છે. હમણાં એક મિત્ર જોડે વાત થઇ જે મેંગ્લોર છે. એ કહે છે કે મેંગ્લોરમાં પણ ચારસો-સાડા ચારસો ગુજરાતી પરિવારો છે..

      Like

 3. ગુડ બાય, અમદાવાદ સાંભળી કાર્તિકભાઈ મજા ના આવી.

  પણ શું કરીએ નોકરી કે ઘંઘો વસ્તુ એવી છે કે કોઈપણ વ્યક્તિ ના કરવું હોય તો એ સંજોગો આપણને કરાવે છે.

  હવે અમદાવાદ જયારે પણ આવો તો કહેજો મળીશું.

  બાકી કાંઈ નહી બેગ્લોર ની સફર કરાવજો અમો અમદાવાદી ને……….

  Best of luck

  આભાર,

  લી – કૌશલ પારેખ.

  Like

 4. તમને ક્યારેક રૂબરૂ મળવાનું બનશે એવી આશા પર હાલ તો …… ના પાણી ફરી વળ્યાં! ઘણું મન હતું..
  ખેર! આ પવિત્ર પરદો તે છે જ. જ્યાં જાવ ત્યાં જલસા કરો અને કરાવો, એવી શુભેચ્છાઓ.

  Like

 5. તમારી આમ અકાળ વિદાય થી અમને (ટીઆનું = tia + anu) ને ઘણો આઘાત લાગ્યો છે. વાંધો નહિ બ્લોગ પર મળતા રહીશું અને બંગલોર ભારત માં જ છે ને કદાચ મળવાનું થઇ જાય (ભારત નું એટલે કીધું કેમકે મારી જોડે પાસપોર્ટ નથી અને લેવાનું મન નથી અને કબુતરવેડા કરવા નથી).

  Like

 6. વિદાયનોંધ અને શ્રધ્ધાંજલી વચ્ચે ઘણો આછો તફાવત રહેતો હોય છે એટલે તેવા શબ્દોનો પ્રયોગ કરવાનો ટાળીને સીધી વાત કરી દઉ..

  એક જ શહેરમાં હોવા છતાં માત્ર ઇંટરનેટના માધ્યમથી જોડાયેલો આપણો આ સંબંધ પણ એક ‘ખાસ સંબંધ’ છે જે કદાચ શહેર બદલવાથી તુટશે નહી એવી આશા છે. (નોંધ-અહી માત્ર મારા તરફથી આપની માટેની લાગણીઓનો સમાવેશ થાય છે.)
  આપને કયારેક રૂબરૂ મળીને આપની બે-પાચ મીનીટ બગાડવાનો કુવિચાર અત્યારે તો વિચાર જ રહી જાય એમ લાગે છે. જો કે આપના નસીબ કમજોર હશે તો અમદાવાદના આ વિચારનો અમલ અમે બેંગ્લોરમાં મુર્તિમંત કરીએ એવી સંભાવના પણ છે. (ત્યાં સુધી Restricted ગ્રુપમાં રહેવાનો આનંદ ઉઠાવતા રહીશું. 🙂 )

  હંમેશા આગળ વધતા રહો, વિકસતા રહો અને મળતી તક પ્રમાણે નિખરતા રહો એવી આશા અને શુભેચ્છાઓ…

  Like

  1. પહેલાં-પહેલાં નક્કી કરેલું કે જે માણસોને મળ્યાં ન હોઇએ એમને Restricted માં રાખવા, પણ છેવટે એ બંધ કર્યું છે. સમય મળે એટલે તમને (અને બીજાં સૌ કોઇને..) નોર્મલ બ્લોગર ગ્રુપમાં મૂકવામાં આવશે. ડોન્ટ વરી, બી હેપ્પી 🙂

   Like

   1. મે તો એમ જ મજાકમાં લખ્યું છે સાહેબ.

    એમ તો તમારો નિયમ સારો જ છે અને તે અંગે મને કોઇ ફરિયાદ પણ નથી જેની નોંધ લેશો. 🙂

    અને આવો અમદાવાદ ત્યારે મુલાકાત (અને ઓળખાણ) પાક્કી કરી લઇશું… પછી તો સામે જ છીએ ને…

    Like

    1. .. તો ક્યારેક મળીશું. અમદાવાદ આવવાનું થાય એટલે જાહેરાત કરીશ. બીજાં બે-ત્રણ બ્લોગર્સને પણ મળવાનું બાકી જ છે.

     Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.