રીમોટ અપડેટ્સ એટલે કે અપડેટ્સ – ૬૩

* ભૂલકણો, ભૂલક્કડ, ભૂલભલૈયા વગેરે વગેરે શીર્ષક આ પોસ્ટને આપી શકાય તેમ છે. ઢગલાબંધ વસ્તુઓ લાવવાનું ભૂલી ગયો. મહત્વના કાગળીયાંઓ (અમે જેને મજાકમાં ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કહીએ છીએ. આ મજાક માત્ર રીનીત અને કે જ સમજી શકે તેમ છે ;)), iPod નું ચાર્જર અને ઓઢવા-પાથરવાનું ઓસાડ. એમાં પહેલી અને બીજી વસ્તુની ભારે ખોટ પડશે. અને, કહેવું પડે, એપલનું – હમણાં નવો ફોન આવ્યો એમાં પાછો કેબલ બદલ્યો. આપણે કંઇ ધ કેબલ ગાય છીએ કે ઢગલાબંધ ચાર્જર-કેબલ્સ લઇને ફરીએ? તોય, મારી પાસે કેબલ્સ (બે ઇથરનેટ, મોડેમ કેબલ) , એડપ્ટર (કિન્ડલ, બે ફોન, રાઉટર) મળીને મોટો ગૂંચવાડો થયો છે. ભવિષ્યમાં પેલા પાઇ અને તેનાં પર થનારા પ્રયોગોને કારણે આ પથારો વધવાનો જ છે.

* નવાં શહેરમાં કાલે દોડવાનો પ્રયત્ન કરવામાં આવશે. અત્યાર સુધી બધું ઠીક-ઠાક રહ્યું છે. પેલી ખુશ્બુ ગુજરાતની મિસ થાય છે, કારણ કે અહીં ખુશ્બુ સંભારની જ આવતી હોય છે. આ દોઢ દિવસમાં ખાધેલા ભાતનો ડોઝ એ મારા અમદાવાદના અઠવાડિયાંના સ્ટોક બરાબર હતો. ઓફિસ સારી છે, પણ રેગ્યુલર ૯ થી ૬ની ઓફિસ શરુઆતમાં મુશ્કેલ પડવાની જ છે. અને પાછાં, ફોર્મલ કપડાં 😦 નવાં શર્ટ ખરીદવાં પડશે એવું લાગે છે..

* અને, હા, માત્ર બે જ દિવસમાં મને મદદ કે મદદની ઓફર્સ મળી છે – એ જોઇને મારી આંખોની કીકીઓ ભીની થઇ ગઇ છે. થેન્કસ ટુ ઓલ!

Advertisements

2 thoughts on “રીમોટ અપડેટ્સ એટલે કે અપડેટ્સ – ૬૩

  1. ફોર્મલ કપડાં – બહુ ગભરાવી નાખે એવી વસ્તુ છે 🙂
    રેગ્યુલર ૯ થી ૬ની ઓફિસ – મને તો સપનામાં પણ ૯ કલાક ની ઓફીસનો વિચાર નથી આવતો 😦

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s