અપડેટ્સ – ૬૪

* આજે પિનલભાઇ (http://blog.sqlauthority.com/ ફેમ) ને મળવાનું થયું. અમદાવાદમાં રહેવા છતાંય અમારી ક્યારેય રુબરુ મુલાકાત થયેલ નહી (મારી જ ભૂલ, આળસ જે ગણો તે!) અને અહીં છેક બેંગ્લુરુમાં આવીને મળ્યા! મારા કરતાં એકદમ અલગ જ બેકગ્રાઉન્ડ ધરાવતા હોવા છતાં અને માત્ર નેટ પર જ વાત-ચીત થયેલ હોવા છતાં તેમને પહેલી વાર મળીને વર્ષોથી ઓળખુ છું એમ લાગ્યું. ઓફિસથી એક પી.જી.ની જગ્યા જોઇને તેમનાં ઘરે ગયો અને થોડી વાતો-ગપ્પાં મારી (સરસ કોફી પીધા પછી!) અને ‘રાજધાની’ માં ગુજરાતી થાળીનો ટેસ્ટ કર્યો. સરસ ફૂડ. પેલો ગોરધન થાળ કે રજવાડાં જેવો પરાણે જમવાનો આગ્રહ નહી વત્તા ફૂડ પણ સારું એટલે વધારે મજા આવી. એથીય વધુ મજા પિનલભાઇ, નૂપુરબહેન અને નાનકડી શેૈવી જોડે આવી એ કહેવાની જરુર છે? પિનલભાઇ જેવા મિત્રો છે તો અહીં એકલા રહેવાનો ટેમ્પો રહેશે, બાકી ચાર-સાડા ચાર વર્ષ કવિન જોડે રહીને કાનમાં ગૂંજતો એનો અવાજ સાંભળવાની જે આદત પડી ગઇ છે એ એમ કંઇ તરત જાય? 🙂

* ભૂલી ગયેલ વસ્તુઓમાંથી સૌથી વધુ ખોટ પડી – છત્રીની. બેંગ્લુરુનું વાતાવરણ વિચિત્ર છે. બે દિવસ પહેલા સવારે અચાનક વરસાદ પડી ગયો ને મારા એકમાત્ર લેધરના શૂઝની વાટ લગાડતો ગયો. બાકીની ભૂલી જવાયેલી વસ્તુ લઇ લેવાઇ છે – કપડાં ધોવાનો બ્રશ (:(), ઉલીયું અને નાસ્તો. અહીં કેળા સારા મળે છે, એટલે બહુ ખાધા અને અત્યારે વાતાવરણમાં ઠંડક હોવાથી ગળામાં સરસ મજાનો કફ થયેલ છે. હાક થૂ.. 😉

* અત્યારે દરરોજ રાત્રે સૌથી મસ્ત ટાઇમપાસ થાય છે: https://kartikm.wordpress.com/?random વડે 🙂

Advertisements

3 thoughts on “અપડેટ્સ – ૬૪

 1. આજે તો ખુબ ખુબ મજા પડી ગયી – અમારા ઘરમાં તો સાંજથી જ ઉત્સાહ નો માહોલ હતો કેમકે કાર્તિકભાઈ આવવાના હતા. સાંજ એકદમ આરામ થી વીતી ગયી અને કેટ-કેટલા ગપ્પા માર્યા. લિનક્ષથી માંડી કવિનની વાતો. ખાસ તો – રનીંગની વાતો સાંભળી ને મને પણ જોડાવાની ઈચ્છા થયી ગયી પણ પેહેલા જરા વધારે વજનને ઓછુ કરવું પડશે.

  સમય ખુબ ઓછો પડ્યો, નૂપુર અને શૈવી બંને ખુબ ખુશ થયા. હવે કવીન અને ભાભીને મળીયે તો મજા આવે. બીજી વાર ની મિટિંગ પાક્કી.

  Like

  1. પિનલભાઇ – સૌથી સારો રસ્તો છે, ટ્રેન્ડ મિલ અથવા બિલ્ડિંગનું જીમ.

   Like

 2. આજના આ કળીયુગમાં પણ આ બંને ભાઈઓ કદી પણ છુટા નથી પડતા , જો પહેલો ઘરમાંથી નીકળે તો બીજાએ નીકળવું જ પડે 🙂 , બોલો કોણ ?

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s