જ્યારે અમે નાના હતાં – કેસેટ્સ

* આ પોસ્ટની પ્રેરણા: પાપા કહેતે હૈ – યુવરાજ જાડેજા

જ્યારે સીડી-ડીવીડી કે mp3 નો જમાનો નહોતો ત્યારે પેલી કેસેટ્સની ધૂમ હતી. મને યાદ છે કે મારા મામાએ જાતે અમને કેસેટ પ્લેયર (વત્તા બે સ્પિકર્સ) બનાવીને આપેલા (હું ત્યારે ૧ કે ૨માં હતો), ત્યારથી મને કેસેટ્સ વત્તા સંગીત (આઇ મીન, ગીતો. પેલું શાસ્ત્રીય સંગીત નહી) જોડે લગાવ થઇ ગયેલો. મને કહેવામાં આવેલ કે બેતાબ મુવીનું પેલું ગીત બાદલ યું ગરજતા હૈ જોઇને હું ડરીને સૂઇ જતો અને મૌસમ માસુમના ગીતો મને બહુ ગમતા (લકડી કી કાઠી..). કાળક્રમે સંગીતમાંથી વાંચન તરફ આપણે વળ્યાં અને પેલાં મ્યુઝિક સિસ્ટમ તરફ કોઇએ ધ્યાન ન આપ્યું. તેમાં છતાંય, માઇકલ જેક્શનની એક કેસેટ મને કોઇએ આપેલી તેમાંથી Beat it ગીત હું વારંવાર વગાડ્યા કરતો એ યાદ છે.

તે પછી છેક આઠમા ધોરણમાં આપ્યા પછી બાબા સાયગલના રેપ સોંગ્સથી આપણો સંગીત પ્રેમ પાછો જાગૃત થયો. ઠંડા ઠંડા પાનીની ડુપ્લિકેટ કેસેટ આપણે ખરીદી. ખબર છે, ક્યાંથી? અંબાજીમાંથી. પછી તો જ્યારે પણ અંબાજી જવાનું થાય, કેસેટ ઉપાડતા આવીએ. આવી જ રીતે પાલનપુરમાં પણ બે-ત્રણ કેસેટ સ્ટોર્સ અમારા ફેવરિટ બન્યા. ૨૦ કે ૨૫ રુપિયામાં આવતી કેસેટ અમને બહુ વ્હાલી લાગતી. શરુઆતમાં તો ખરીદી પણ, પછી મોંઘી પડવા લાગી એટલે બ્લેન્ક કેસેટ વડે રેકોર્ડિંગ પણ કરાવવાનું શરુ કર્યું. વિનય અને ધવલ પાસે ડબલ કેસેટ રેકોર્ડર હતું જે અમારા માટે વરદાન રુપ નીવડ્યું. નવમાં ધોરણમાં તો અંગ્રેજી ગીતોનો શોખ ઉપડ્યો (ડૉ. આલ્બન, એસ ઓફ બેઝ, સેવેજ ગાર્ડન (હમણાં જ ખબર પડી કે એની એક બેન્ડ મેમ્બરને અમે છોકરી સમજતાં હતાં તે તો હકીકતમાં છોકરો છે ;)). કેસેટ્સની અદલા-બદલી બહુ ધાર્મિક કામ ગણાતું અને આ કાર્યક્રમ છેક ૧૨મા કે કોલેજ સુધી ચાલ્યો. પછી, જ્યારે સીડીનો જમાનો આવ્યો ત્યારે વિનય પાસે સીડી પ્લેયર આવ્યું ત્યારે અમને એટલી નવાઇ લાગી કે વાત ન પૂછો. નિરવ અમેરિકા ગયેલો ત્યાંથી કોમ્પ્યુટરની કોઇક સીડી લાવેલો તે મેં જોયેલી કદાચ પહેલી કોમ્પ્યુટર સીડી હતી.

હોસ્ટેલમાં ગયા પછી પેલી મ્યુઝિક સિસ્ટમ બગડી (જાતે બનાવેલી સિસ્ટમ કેટલા વર્ષ ચાલી? ૧૪-૧૫ વર્ષ!! અને તેની સાથે અત્યારના પ્લેયર્સની સરખામણી કરીએ તો?) અને કદાચ હજીયે પાલનપુર પડી છે. કેસેટ્સ હજી પણ સાચવી રાખી છે (કદાચ ન પણ હોય). પણ, એકાદ કેસેટ સાચવી રાખવા જેવી ખરી. છેલ્લી વખત પાલનપુર ગયા ત્યારે કવિનને બતાવેલી, પણ તેણે કંઇ ખાસ રસ ન બતાવ્યો 😦 જનરેશન ગેપ, બીજુ શું? 🙂

અપડેટ: મૌસમ –> માસુમ. થેન્ક્સ, વિનયભાઇ.

Advertisements

5 thoughts on “જ્યારે અમે નાના હતાં – કેસેટ્સ

 1. ટી સીરીઝનો ઇતિહાસ રચાયો! એના લીધે સસ્તી કેસેટ માર્કેટમાં આવી.
  ઘણા લોકો સ્પીકરનો આવજ મોટો રાખીને માભો પાડતા. કેસેટ રેકોર્ડર હોવું એ પણ મોટી વાત ગણાતી. મેં ફિલિપ્સનું નવું લીધેલું. રેડિયો નાટક ટેપ કરવા, બગડ્યું અને નિકાલ કર્યો. ટેપ પણ ઘસાઈ ગઈ. સમય ઘસાઈ ગયો ત્યાં ટેપની ક્યાં વાત?

  Like

 2. અમારે ત્યાં પણ એક જુનું ટેપ હતું,અને કેસેટો નો ઢગલો
  ધીરે ધીરે નવી કેસેટ મોંઘી પાડવા માંડી એટલે પછી રેકોર્ડ કરી ને ચલાવ્યું..
  એક દિવસ ઘર ના માળિયા માંથી એક બોક્ષ નીકળું
  ઓરીજીનલ સોની ની કેસેટો,અને એમાં હતા મારા દાદી ના મિત્ર મંડળ ના ભજનો…
  પછી સુ જોયે..એ બધી લય ને એમાં નવા ગીત રેકોર્ડ કરવતા…
  મને સૌથી વધુ ગમેલી કેસેટ હોય તો અમિતાબ ના ડાયલોગ ની…
  એમાં લગભગ એ સમય સુધી ના બધાજ ડાયલોગ હતા અને હું કડકડાટ બોલી જતો….
  હવે તો એ કેસેટો ઓછી થય ગાય બસ એની મેગ્નેટિક ટેપ છોકરાવ પતંગ ઉડાડવા વાપરે..

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s