સિસ્ટમ એડમિન

* સોફ્ટવેર ઇન્ડસ્ટ્રિઝમાં ‘બોસ’ પછી સૌથી વધુ ધિક્કારને પાત્ર બનતી પોઝિશન હોય તો એ છે – સિસ્ટમ એડમિનની. અત્યાર સુધી તો એવું જ થયેલું કે આપણે જ બધું સંભાળતા હતા (એટલે કે ઘરેથી!) અને જે કંઇ ISO વગેરે ડાઉનલોડ કરવું હોય તે કરી લઇએ. અહીં આવીને ખબર પડી કે માત્ર ૭૦૦ એમબીની ફાઇલ માટે તમારે સિસ્ટમ એડમિનને કહેવું પડશે. એક વાર કહ્યું, સાંભળ્યું નહી, બીજી વાર કહ્યું – ચાર સવાલો પૂછ્યા. રાત્રે ઘરે (જે ગણો તે) જઇને ડાઉનલોડ માટે મૂકી દીધી, સવાર પહેલાં તો ડાઉનલોડ પૂરું!  એડમિનને કહ્યું, હવે એ ફાઇલ નથી જોઇતી!

જોકે મને સારા એડમિન્સ મિત્રો મળ્યા છે. આનંદ, યુનુસ, અરુણ, નીલકંઠ, અમેયા,.. સરસ માણસો વત્તા ખૂબ જ હેલ્પફૂલ. એમ તો નેહલભાઇ જેવા મિત્રો પણ એડમિન છે. કદાચ કામના ભાગરુપે આવું વલણ રાખવું એ સ્વાભાવિક છે, અને ઘણાં લાંબા સમય સુધી સ્વતંત્રતા ભોગવ્યા પછી સિસ્ટમ એડમિન જોડે સંવાદો થાય એટલે દુ:ખ થવું સ્વાભાવિક છે!

PGમાં તો અત્યારે એક જ સારી વાત છે, ઇન્ટરનેટ (wifi) છે, સરસ ચાલે છે🙂

3 thoughts on “સિસ્ટમ એડમિન

  1. તમારા કહેવાતોના સંગ્રહમાં એક વધુ કહેવત ” બોસ અને સિસ્ટમ એડમીનને જશ નહિ”😉

    Like

    1. હા. ખાસ કરીને એડમિનને. કારણ કે, કંઇ પણ ઉંધું-ચત્તુ થાય એટલે બોસ-ડેવલોપર્સ બધાં એની ખબર લઇ લે!

      Like

  2. સામસુંગ માં મારે જોઈતા સોફ્ટવેર માટે ત્યાના સીસ્ટમ એડમીન સાથે મારે આવો જ પ્રોબ્લેમ થતો🙂
    એમને એમ લાગતું હશે કે સોફ્ટવેર થી હું પૈસા કમાઈ લેતો હઇશ😉

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s