અપડેટ્સ – ૬૬

* રાસ્પબેરી પાઇ હવે ૫૧૨ એમબી રેમ સાથે આવશે! સારા અને ખરાબ કહેવાય તેવા સમાચાર. ખરાબ એટલા માટે કે મારા મોડલમાં ૨૫૬ એમબી જ છે. (જે જોકે મારા પ્રથમ કોમ્પ્યુટર જેટલી છે!).

* દોડવા માટે પાર્ટનર મળી ગયો છે. ઓફિસ જ નો છે અને મારી PG માં એક જ ફ્લોર પર રહે છે. સરસ દોડે છે-સ્ટેમિના છે, એથી મને પણ ઝડપ વધારવા માટે સારું રહેશે. વળી, અહીં કોકોનટની કોઇ કમી નથી, એટલે એ બાબતમાં શાંતિ છે. સસ્તાં અને સારાં. electrolyte જરુરી છે!

* ડિનર માટે એક ‘foo સાગર’ હોટલ શોધી કાઢી છે. તેનો બ્રેકફાસ્ટ પણ સરસ હોય છે. યોર ફિલ્ટર કાપ્પી, સર!

* બધાંને હેપ્પી નવરાત્રિ. અહીં તો એવું કંઇ લાગતું નથી. ક્યાંક થી દશેરા ફેસ્ટિવલનો અવાજ સંભળાય છે..

* આ બેંગ્લોરમાં ગુજરાતી છાપાં-સફારી મળી શકે? ખાસ કરીને દિવ્ય-ભાસ્કરના બહેતરીન સમાચારો ‘મિસ’ થાય છે 😉

* અરર, હજીયે જરુરી વસ્તુઓ લાવવાની રહી જાય છે. આ વીક-એન્ડ પર..

* અને, હા, હેપ્પી બર્થ ડે, રિનિત!!

8 thoughts on “અપડેટ્સ – ૬૬

    1. સરસ. હવે, શોધવું પડશે. પણ, લાગે છે કે બેંગ્લોરના એક વિસ્તારથી બીજા વિસ્તાર સુધી છાપું પહોંચાડતા જ ૨ દિવસ લાગી જાય 😉

      Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.